તમે મિર્ચ મસાલો ભભરાવ્યો હતો…! કંગના રનૌતને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો, માનહાનિના કેસમાં અરજી પાછી ખેંચવી પડી
બોલીવુડ અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રનૌતે માનહાનિના કેસમાં અરજી પાછી ખેચી લીધી છે. વાત જાણે એમ છે કે 2020-21ના ખેડૂત આંદોલન દરમિયાન કરવામાં આવેલા ટ્વીટ બદલ ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સામે માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. કંગનાએ આ કેસ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કંગનાને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે કંગનાએ માત્ર રીટ્વીટ જ નથી કર્યું, પરંતુ તેમાં ‘મિર્ચ મસાલો ઉમેર્યો હતો પણ ઉમેર્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ કેસ રદ કરી શકાય તેવો નથી અને તેનો નિર્ણય હવે ટ્રાયલ કોર્ટમાં લેવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?
અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી જેમાં 2020-21ના ખેડૂત આંદોલનના સંદર્ભમાં અપમાનજનક કમેન્ટ્સ બદલ દાખલ કરેલી ફરિયાદને રદ કરવાના હાઈકોર્ટના ઇનકારને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેણીને કહ્યું, “તે ફક્ત એક સરળ રીટ્રીટ નહોતું અને તમે તેમાં મિર્ચ મસાલો’ ઉમેર્યો હતો.” સુપ્રીમ કોર્ટે તેણીની અરજી સાંભળવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે તે નીચલી કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરી શકે છે.

આ મામલો કંગનાના રિટ્રીટ સાથે સંબંધિત છે, સંબંધિત છે, જેમાં તેણે એક વૃદ્ધ મહિલા પ્રદર્શનકારી વિશે કમેન્ટ્સ કરી હતી, જેને માનહાનિકારક માનવામાં આવી હતી. કંગનાની આ કમેન્ટ્સ પછી, પંજાબના ભટિડાની રહેવાસી ય મહિન્દર કૌરે તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ કંગનાની અરજી ફગાવી દેતાં મામલો વધુ ગંભીર બન્યો. હવે સુપ્રીમ કોર્ટના આ વલણથી કંગના માટે કાનૂની માર્ગ વધુ મુશ્કેલ બન્યો છે. સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કંગનાની અરજી પર સુનાવણી કરી. સુનાવણી શરૂ થતાં જ, જસ્ટિસ ? મહેતાએ મહેતાએ કંગનાની કમેન્ટ્સ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, “તે કોઈ સરળ રીટ્રીટ નહોતું. તમે તેમાં તમારી કમેન્ટ્સ ઉમેરી, મસાલા ઉમેયોં.” કંગનાના વકીલે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તેમના ક્લાયન્ટે તેમની કમેન્ટ્સ પર સ્પષ્ટતા આપી છે. પરંતુ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે આ સ્પષ્ટતા નીચલી કોર્ટમાં આપી શકાય છે.

ટ્વિટરની ભૂમિકા?
કંગનાના રીટ્વીટની પુષ્ટિ કરવા માટે ટ્વિટર કોમ્યુનિકેશન્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (TCIPL) પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો, જે મળ્યો ન હતો. પરંતુ કોર્ટે કહ્યું કે આ કંપની www.twitter.com ની માલિક કે નિયંત્રક નથી, પરંતુ એક અલગ એન્ટિટી છે જે ફક્ત માર્કેટિંગ અને સંશોધનમાં રોકાયેલી છે. તેથી, રિપોર્ટ ન મળવાને મેજિસ્ટ્રેટના આદેશ વિરુદ્ધ ગણી શકાય નહીં.
