Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ, મોરબી અને જામનગરના 310 યાત્રિકો નેપાળમાં સલામત : નાગરિકોની મદદ માટે ઇમર્જન્સી નંબર કરાયા જાહેર

Thu, September 11 2025

નેપાળમાં નાગરિકો વિદ્રોહ ઉપર ઉતરી આવતા સર્જાયેલ સ્થિતિમાં હાલમાં ભારતથી નેપાળ યાત્રાએ ગયેલા રાજકોટના 26 સહિત જામનગર, મોરબી, જૂનાગઢ જિલ્લાના તમામ 316 યાત્રિકો સલામત હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ નાગરિકો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફત પરત આવતા નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મામલતદાર ડિઝાસ્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ નેપાળમાં સત્તાધીશ સરકાર વિરુદ્ધ નાગરિકો વિદ્રોહ ઉપર ઉતરી આવતા તંગ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. બીજી તરફ નેપાળમાં તંગ પરિસ્થિતિ વચ્ચે રાજકોટના 26 સહિત જામનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લાના 316 નાગરિકો નેપાળના કાઠમંડુમાં હોવાનું સામે આવતા રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નેપાળમાં ફસાયેલ તમામ નાગરિકોનો સંપર્ક કરી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે તમામ યાત્રિકોને ભારત પરત લાવવા કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : ‘આ મેચ સેનાનું મનોબળ નબળું પાડશે’ એશિયા કપમાં IND-PAK વચ્ચેની મેચ રદ કરાવવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી

વધુમાં રાજકોટથી ધંધાર્થે ગયેલા આંનદભાઈ મહેતા, વિઠ્ઠલભાઈ સોઢા અને પીનાકીનભાઈ ભારદીયા તેમના મિત્રના ઘેર કાઠમંડુમાં હોવાનું સામે આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંપર્ક જાળવી રાખવામાં આવ્યો હતો.હાલમાં ત્રણેય વ્યક્તિ મોટર માર્ગે નેપાળથી ભારત માટે રવાના થયા છે. એ જ રીતે નેપાળ યાત્રાએ ગયેલા શ્વેતાબેન મહેતા, મધુરીકા દવે અને યોગેશ દવે ગઈકાલે એરપોર્ટ ઉપર હતા ત્યારે એરપોર્ટ બંધ થતા તેઓને ભારતીય દૂતાવાસ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી આજે બુધવારે સાંજે તેઓ હવાઈમાર્ગે ભારત આવવા રવાના થનાર હોવાનું ડિઝાસ્ટર મામલતદાર મીરાબેને જણાવ્યું હતું.

આ પણ વાંચો : સિમેન્ટ-કોંક્રિટના જંગલ વચ્ચે રાજકોટની હવા ચોખ્ખી ! દેશમાં 15મો ક્રમ મેળવ્યો,’ગ્રીન કવર’ ઘટી રહ્યાની ચિંતા વચ્ચે તંત્રને મળ્યું અણધાર્યું પરિણામ!

દરમિયાન રાજકોટ, જામનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાંથી શિવકથા અને રામધૂન માટે ગયેલા કુલ 310 લોકો તોફાનો સમયે કાઠમંડુમાં જ હતા. જો કે, હાલમાં તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું અને અલગ અલગ ત્રણ જગ્યાએ આશ્રય લઈ રહ્યા હોવાનું રાજકોટના યાંત્રિક ધીરુભાઈ ચીકાણીએ જણાવ્યું હતું. દરમિયાન યાત્રાપ્રવાસના આયોજક બાબુભાઇ ગોપાણીએ પણ તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, આ ગ્રુપમાં મોરબીના  હળવળક,ટંકારા, જબલપુર, રાજપર, શનાળા, હમીરપર, ઓટાળા, જામનગરના ફલ્લા, રાજકોટના દેપાળિયા ઉપરાંત સુરેન્દ્રનગર અને જૂનાગઢના યાત્રિકો હોવાનું જાણવા મળે છે.

નાગરિકોની મદદ માટે ઇમર્જન્સી નંબર જાહેર કરાયા

નેપાળ ગયેલા રાજકોટ જિલ્લાનાં નાગરિકોની મદદ માટે કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસ તેમજ રાજકોટ જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા ઇમર્જન્સી નંબર જાહેર કરાયા છે.હાલમાં નેપાળમાં પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાની કોઈ પણ વ્યક્તિ નેપાળમાં હોય અને તેમને કોઈ મદદની જરૂર પડે તો, તેઓ કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસ ઈમરજન્સી નંબર: +977-9808602881, +977-9810326134 નંબર તેમજ રાજકોટ જિલ્લાના કંટ્રોલરૂમ નંબર (નાગરિકોની મદદ માટે) 0281-2471573 નંબર પર સંપર્ક કરી શકે છે.

Share Article

Other Articles

Previous

નેપાળમાં ફરી હિંસા : જેલમાંથી ભાગેલા કેદીઓ પર સેનાએ ગોળીબાર કરતા 2ના મોત : અશાંતિ વચ્ચે વચગાળાની સરકાર રચવા કવાયત

Next

‘આ મેચ સેનાનું મનોબળ નબળું પાડશે’ એશિયા કપમાં IND-PAK વચ્ચેની મેચ રદ કરાવવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
21 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
21 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
21 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
22 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જામીન આપવાના અલગ કાયદા આનગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રિપિટ હિસ્ટ્રી, ડિફીટ હિસ્ટ્રી: ભારત બન્યું ક્રિકેટનું ‘બાદશાહ’, સૂર્યાબ્રિગેડે 150 કરોડ લોકોના દિલ જીતી લીધા, સળંગ બીજો ટી-20 વર્લ્ડકપ ભારતના નામે
ગુજરાત
1 મહિના પહેલા
એશિયા કપમાંથી પાકિસ્તાનના આ ખેલાડીને બહાર કરી દેવામાં આવ્યો
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
સુપ્રીમ કોટે કોને માનહાનિ અંગે નોટિસ આપી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર