Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં! રડતાં-રડતાં મહિલાએ મદદ માંગી : PM ઓલી દુબઈ ભાગ્યા હોવાની ચર્ચા, સ્થિતિ સ્ફોટક

Wed, September 10 2025

 નેપાળમાં 26 સોશિયલ મીડિયા સાઇટ પર પ્રતિબંધ લાદવાના તેમ જ ભ્રષ્ટાચારના વિરોધમાં ભડકી ઉઠેલા Gen Z આંદોલન સામે ઘૂંટણિયે પડીને સરકારે એ પ્રતિબંધો દૂર કરી દીધા હતા. જો કે ત્યારબાદ પણ મંગળવારે આંદોલને વધુ ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આંદોલનકારીઓએ વડાપ્રધાન ઓલીના રાજીનામાની માગણી કરી હતી.બીજી તરફ અનેક પ્રધાનોએ રાજીનામાં ધરી દેતા ઓલી પર ભીંસ વધી હતી અને અંતે તેમણે પણ રાજીનામું આપી દીધું હતું રાજીનામું આપી દીધા બાદ તેઓ એક ચોપરમાં જતા નજરે પડ્યા હતા. તેઓ દુબઈ ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે. તેમના રાજીનામાંને કારણે સરકાર આપોઆપ પડી નથી જતી પણ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ ઉપર પણ રાજીનામાનું દબાણ છે અને તેઓ પણ રાજીનામું આપી દેશે તેવા એંધાણ સાથે સરકારનું ગમે તે ઘડીએ પતન નિશ્ચિત બન્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

image-X-@Rahulrautwrites



નેપાળના વિરોધ પ્રદર્શન વચ્ચે કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર લગભગ 500થી વધુ ભારતીયો ફસાયેલા છે. નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે, ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરો નારાજ છે. ઘણા લોકોએ તેમની કષ્ટનો વીડિયો સંદેશ મોકલ્યો છે.

image-X-@Rahulrautwrites

ફસાયેલા લોકોનું કહેવું છે કે ઇમિગ્રેશન પૂર્ણ થયા પછી પણ, એરલાઇન્સ તેમને એરપોર્ટ પર છોડીને ગયા અને એરલાઇન્સ સ્ટાફ ભાગી ગયો, મુસાફરોને મદદ કરવા માટે કોઈ હાજર નહોતું. એરપોર્ટ પર ફસાયેલા ભારતીયોમાં ભયનો માહોલ છે, કારણ કે બહાર અરાજકતા છે.

આ પણ વાંચો : સોનામાં 24 કલાકમાં રુ. 1500નો ઉછાળો: ઐતિહાસિક સપાટીથી સોનીબજારમાં સોંપો,ચાંદીનાં ભાવ પણ આસમાને

ફ્લાઇટ સ્ટાફ વચ્ચે છોડીને ભાગી ગયો

મુસાફરોએ જણાવ્યું હતું કે ઈમિગ્રેશન પછી, ફ્લાઈટ સ્ટાફે તેમને પાછા જવાનું કહ્યું, ફ્લાઇટ રદ કરવામાં આવી છે. પરંતુ કોઈએ તેમને ક્યાં જવાનું કહ્યું નહીં. જ્યારે મુસાફરોએ બહાર બગડતી પરિસ્થિતિને કારણે એરપોર્ટ છોડવાનો ઈનકાર કર્યો, ત્યારે સ્ટાફ મુસાફરોને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા.

#Nepal 's Prime Minister KP Sharma Oli resigned on 9 September after a Violent crackdown on #NepalProtests (#GenZProtest) left at least 19 people dead.

Despite curfew orders, protesters continued Demonstrations on the streets.

Set the Parliament building on fire in #Kathmandu… pic.twitter.com/xYWkapEo6h

— Surya Reddy (@jsuryareddy) September 9, 2025

મુસાફરોનું કહેવું છે કે તેમને મદદ કરવા માટે ત્યાં કોઈ નથી, તેઓ ક્યાં જાય. એરપોર્ટથી માત્ર એક કિલોમીટર દૂર હંગામો થઈ રહ્યો છે. ભારતીય દૂતાવાસે ઈમરજન્સી નંબરો જારી કર્યા હોવા છતાં, એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને ભારત લાવવા માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

નેપાળ સેનાએ વિદેશી નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

નેપાળ સેનાએ નેપાળમાં ફસાયેલા તમામ વિદેશી નાગરિકોને નજીકના સુરક્ષા અધિકારીઓ અથવા કર્મચારીઓનો સંપર્ક કરવા જણાવ્યું છે. સેનાએ હોટલ, પર્યટન સંચાલકો અને અન્ય સંસ્થાઓને પણ પ્રવાસીઓને મદદ કરવા અપીલ કરી છે.

સેનાએ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે- : ટેલિફોન: 01-5979571
ઇમેઇલ: dte-dpr@nepalarmy.mil.np

આ પણ વાંચો : દેશને મળ્યા નવા ઉપરાષ્ટ્રપતિ : રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે કઈ-કઈ જવાબદારીઓ સંભાળશે, કઈ સુવિધાઓ મળશે- કેટલો પગાર?

ગુજરાતમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વિશેષ પ્રયાસો શરૂ

નેપાળમાં ફસાયેલા ગુજરાતમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વિશેષ પ્રયાસો શરૂ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને રાજ્યના અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. ગુજરાત વહીવટ ભારતના વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત સંપર્કમાં હોવાની માહિતી આપી છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વિશેષ પ્રયાસો શરૂ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને રાજ્યના અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. ગુજરાત વહીવટ ભારતના વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત સંપર્કમાં હોવાની માહિતી આપી છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીનું ટ્વીટ અને દિશાનિર્દેશ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહેવા અંગે વહીવટીતંત્રને જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.

હાલ નેપાળમાં સ્થિત કોઈપણ નાગરિક…

— CMO Gujarat (@CMOGuj) September 9, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X (ટ્વીટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાના કારણે ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાજ્ય વહીવટ સંપૂર્ણ સંપર્કમાં છે. વિદેશ મંત્રાલય સાથે સમન્વય કરીને તેમને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. રાજ્યના અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.

હેલ્પલાઈન નંબર જાહેર

નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કોઈપણ પ્રકારની ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

+977 – 980 860 2881

+977 – 981 032 6134

નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં ! રડતાં-રડતાં મહિલાએ મદદ માંગી

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)



નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શન દરમિયાન, પોખરામાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ભારતીય મહિલા મોદી સરકાર પાસે મદદ માટે વિનંતી કરતી જોવા મળી રહી છે. મહિલાએ દાવો કર્યો છે કે વિરોધીઓએ તે હોટલમાં આગ લગાવી દીધી હતી જ્યાં તે રોકાઈ હતી. તે સમયે તે સ્પામાં હતી અને બાદમાં લાકડીઓ સાથે ટોળું તેની પાછળ દોડ્યું હતું, જેના કારણે તેણીને પોતાનો જીવ બચાવવા માટે દોડવું પડ્યું હતું.

વીડિયોમાં, મહિલા કહે છે કે મારું નામ ઉપાસના ગિલ છે અને હું આ વીડિયો પ્રફુલ ગર્ગને મોકલી રહી છું. હું ભારતીય દૂતાવાસને અપીલ કરું છું કે કૃપા કરીને અમારી મદદ કરો. જે કોઈ પણ અમારી મદદ કરી શકે છે, કૃપા કરીને મદદ કરો.

રાજકીય નેતાઓના મકાનો સળગાવી નાખ્યા

 સોમવારે શરૂ થયેલા તોફાનો મંગળવારે વધુ ઉગ્ર બન્યા હતા.આંદોલનકારીઓએ વડાપ્રધાન ઓલી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના નિવાસસ્થાન સહિત અનેક પ્રધાનો અને રાજકીય નેતાઓના મકાનો સળગાવી નાખ્યા હતા. અનેક સરકારી ઇમારતો પણ હુમલાનો ભોગ બની હતી. વડાપ્રધાન ઓલીના રાજીનામાની માંગણી સાથે સમગ્ર દેશમાં તોફાનો ફાટી નીકળ્યા બાદ આંદોલનકારીઓથી ડરીને ઓલી કેબિનેટના અનેક પ્રધાનોએ રાજીનામા આપી દીધા હતા.બીજી તરફ સરકારમાં ભાગીદાર નેપાળ કોંગ્રેસના સાંસદોએ પણ રાજીનામાની તૈયારી રાખતા મોટી રાજકીય કટોકટી સર્જાઈ હતી. સાથે જ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક રાજીનામું આપવાનું એલાન કર્યું હતું.

સોમવારે શરૂ થયેલા આ તોફાનોમાં પોલીસની ગોળીબારમાં 20 લોકોના મૃત્યુ થયા બાદ મંગળવારે પણ તોફાનો વધુ તીવ્ર બનતા સ્થિતિ સ્ફોટક બની ગઈ છે. કાઠમંડુ સહિત અનેક શહેરોમાં કર્ફ્યુ વચ્ચે સતત બીજા દિવસે હિંસક તોફાનો ચાલુ રહ્યા હતા. રસ્તાઓ પર ટોળાંએ ચક્કાજામ, પથ્થરમારો તથા આગજનીની ઘટનાઓ કરી દેશને અશાંતિની આગમાં ધકેલી દીધો છે. લોકો રાજકીય નેતાઓ અને સત્તાધિશો પર પોતાનો રોષ ઉતાર્યો હતો. ત્યાં સુધી કે વડાપ્રધાન ઓલીના બાલકોટ સ્થિત ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી દેવામાં આવી હતી.

આંદોલનકારી ટોળાં રસ્તાઓ પર “કેપી ચોર, દેશ છોડ” જેવા નારા લગાવી રહ્યા હતા. નેતાઓના મકાનો આગમાં ખાખ થતાં અને સરકારી કચેરીઓ તોડી પાડાતા સમગ્ર નેપાળમાં નાગરિક અસંતોષ અને ભયની લાગણી છવાઈ ગઈ છે. દેશ ફરી એક વખત રાજકીય અસ્થિરતા તરફ ધકેલાઈ રહ્યો હોવાના એંધાણ પ્રાપ્ત થઈ રહ્યા છે.

નેપાળના પ્રમુખ સહિત અનેક નેતાઓના મકાનો પર હુમલા

નેપાળમાં તોફાન એટલા બેકાબુ બન્યા છે કે ટોચના નેતાઓ અને પ્રધાનોના મકાનો પણ સલામત નથી. ટોળાઓએ  પ્રેસિડેન્ટ રામચંદ્ર પૌડેલના ખાનગી નિવાસસ્થાને આગ ચાંપી દીધી હતી. સોમવારે રાજીનામું આપી દેનારગૃહમંત્રી રમેશ લેઘકના નાયકાપ ખાતેના મકાન અને સળગાવી દીધું હતું. એ જ રીતે પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહાલ ‘પ્રચંડ’ના લલિતપુરના ખુમલટાર નિવાસસ્થાન , નેપાળી કોંગ્રેસના અધ્યક્ષશેર બહાદુર દેઉબાના બુધાનિલકંઠા સ્થિત નિવાસસ્થાનને આગ લગાવી અનેક વાહનો સળગાવી નાખવામાં આવ્યા હતા.વિદેશ પ્રધાન અર્જુ રાણા દેઉબા અધ્યક્ષતા ધરાવતી ઉલન્સ સ્કૂલમાં આગ લગાવી, ઇમારતને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. નેપાળી કોંગ્રેસના નેતાગગન થાપા  અને મહેશ બસ્નેત (યુએમએલ) સહિતના નેતાઓના મકાનો પર પણ તોફાનીઓએ હુમલા કર્યાં હતા. ટેલિકોમ મંત્રી

પ્રિથ્વી સુબા ગુરુંગનું મકાન પણ તોફાનીઓના રોષનું ભોગ બન્યું હતું. ટોળાએ નેપાળી કોંગ્રેસનું કાઠમંડુ સ્થિત મુખ્યાલય તોફાની ટોળાંએ તોડી પાડ્યું હતું અને બન્યાભરમાં કીર્તિપુર મ્યુનિસિપાલિટી બિલ્ડિંગ, સળગાવી દીધું હતું.

રાજકીય કટોકટી: ધડાધડ રાજીનામા પડવા લાગ્યા

સોમવારે ગૃહમંત્રી રમેશ લેઘક (નેપાળી કોંગ્રેસ) – સોમવારે રાજીનામું આપ્યા બાદ મંગળવારે કૃષિ પ્રધાન રામનાથ અધિકારી, યુવા અને રમતગમત પ્રધાન તેજુલાલ ચૌધરી, પાણી પુરવઠા પ્રધાન પ્રદીપ યાદવએ પણ રાજીનામાં આપી દીધા હતા.

આરોગ્ય પ્રધાન પ્રદીપ પૌડેલે પણ રાજીનામું આપવાની ઘોષણા કરી હતી.કોંગ્રેસના સાંસદ અસીમ શાહએ રાજીનામું આપ્યું. કોંગ્રેસ નેતા શેખર કોઈરાલાએ પોતાના નજીકના તમામ પ્રધાનોને રાજીનામું આપવા સૂચના આપી છે.બીજી તરફ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક રાજીનામાંની જાહેરાત કરતા મોટી રાજકીય કટોકટી સર્જાઇ હતી અને બાદમાં સોમવાર થી ભીસમાં મુકાયેલા વડાપ્રધાન ઓલી એ પણ રાજીનામું આપી દેવું પડ્યું હતું.

Tags:

GenZ ProtestNepal Protests

Share Article

Other Articles

Previous

સોનામાં 24 કલાકમાં રુ. 1500નો ઉછાળો: ઐતિહાસિક સપાટીથી સોનીબજારમાં સોંપો,ચાંદીનાં ભાવ પણ આસમાને

Next

આજે એશિયા કપમાં ભારત સામે UAEની અગ્નિપરીક્ષા : કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે મેચ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
5 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
5 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
5 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
5 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચ થયું સક્રિય : મતદારો માટે નામ હટાવવા કે સુધારો કરવા ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
આઈપીએલ 2024ની હરાજી 18 અને 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની સંભાવના
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ગૃહ મંત્રાલયે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી..વાંચો શું જાહેર કર્યું …
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
પરાબજારમાં ડ્રાયફ્રૂટ્સના વેપારીઓ પર જીએસટીના દરોડા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર