જો રાજકોટ સિવિલ હોસ્પિટલ આગળ આવે તો ‘અંગદાન’ અભિયાનને મળશે વેગ: 60 ટકા દર્દીઓ રાહમાં
અંગદાન ક્ષેત્રે રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ કાર્યરત છે. છેલ્લા 20 વર્ષથી અંગદાન એટલે કે શરીરના અંદરના અવયવોનું દાનને સતત જીવંત રાખતી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટને તાજેતરમાં ભારત સરકારની NOTTO સંસ્થા દ્વારા 2 ઓગસ્ટ, 2025 ના રોજ દિલ્હી ખાતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે સન્માન થયું હતું જે સૌ માટે ગૌરવ સમાન છે. આ સમારોહમાં આપણી સાથોસાથ ગુજરાત રાજ્યને બીજા 3 પુરસ્કાર મળેલ છે. ભારતમાં (1) ગુજરાત રાજ્યને અંગદાન જાગૃતિ માટેના વિશેષ પ્રયાસો અને કાર્યક્રમો માટે, (2) IKDRC અને ITS, અમદાવાદને સરકારી હોસ્પિટલોમાં સૌથી વધારે ORGAN TRANSPLANT માટે અને (3) સિવિલ હોસ્પિટલ, સુરતને સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ અંગદાન કરાવવા માટે એમ ગુજરાતને કુલ 4પુરસ્કાર મળેલ છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં ભારતની ગામઠી સંસ્કૃતિનું પ્રતિબિંબ : ‘શૌર્યનું સિંદૂર લોકમેળા’નો પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર
વર્ષ 2006માં રાજકોટમાંથી પ્રથમ અંગદાન થયું જેમાં બન્ને કિડનીઓને સવાણી કિડની હોસ્પિટલમાં હાર્વેસ્ટ કરી IKDRC અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ. 2009માં ગુજરાતમાં પ્રથમ ઈન્ટરસિટી લિવર ડોનેશન રાજકોટમાંથી થયેલું હતું જે અમદાવાદ IKDRC મોકલવામાં આવ્યું હતું. એ જ રીતે 2001માં ગુજરાતનું પ્રથમ ઈન્ટર-સ્ટેટ લિવર હોનેશન પણ રાજકોટથી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાની ટીમ થકી જ રાજકોટથી ચેન્નાઈ એપોલો હોસ્પિટલ એર-એમ્બ્યુલન્સ દ્વારા કરાયું હતું.સંસ્થાએ 119 કેડેવેરિક અંગદાનમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. તેના દ્વારા 235 કિડની, 100 લિવર, 6 હૃદય, 3 ફેફસા, 12 ત્વચા તથા અનેક આંખોના દાન કરાવવાનું સેવાકાર્ય કરેલ છે.
આ પણ વાંચો : VIDEO : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી : 12 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
સંસ્થા સિવિલ હોસ્પિટલ રાજકોટ અને AIIMS રાજકોટમાંથી પર અંગદાન થાય એવા પ્રયત્નો કરવા ઈચ્છે છે. આ માટે આ બન્ને હોસ્પિટલમાં અમારી સંસ્થાના કાર્યકર્તાઓને ત્યાં દર્દીના સગાને કાઉન્સેલિંગ અને બ્રેઈનડેડ વ્યક્તિના અંગોને કાર્યરત રાખવા માટે જરૂરી તબીબી માર્ગદર્શન પણ આપી શકીએ એવી પરવાનગી આપવા બન્ને હોસ્પિટલના અધ્યક્ષને વિનંતી કરવામાં આવે છે. ઘણી નવી હોસ્પિટલ કાર્યરત થઈ છે જ્યાં બ્રેન-ડેડ દર્દી આવે તો તેના પણ અંગદાન થાય એવા પ્રયત્નો કરવા સંસ્થા કટિબધ્ધ છે. સરકારી પ્રતિનિધિ દ્વારા અંગદાતાના અંતિમ સંસ્કાર વખતે રાજકીય સન્માન મળે તથા અંગદાતા પરિવારને સમાજમાં યોગ્ય સન્માન મળે તેવા વિચારો સંસ્થા ધરાવે છે. સંસ્થા પોતાની વેબસાઈટ પણ બનાવી રહી છે જે દ્વારા લોકોને અંગદાન વિશે માહિતી પણ મળશે અને અંગદાન શપથ માટેની પ્રેરણા અને Pleedge Card તથા Certificate માટે લિંક પણ મળશે.
શરીરના અવયવોનું દાન કોણ અને ક્યારે કરી શકે?
શરીરના અવયવોનું દાન સ્ત્રી-પુરૂષ બન્ને કરી શકે છે. તેને કોઈ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઈ સંબંધ નથી કે કોઈ ભેદભાવ નથી. કોઈ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. આપણા રાજકોટમાં જ 16 મહિનાની દીકરીથી માંડીને 68 વર્ષના પુરૂષ સુધીની વ્યક્તિઓએ મૃત્યુ બાદ અંગદાન કરેલ છે તેના દાખલા છે અને તેમના અંગો થકી બીજા વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું છે. આપણે ખુદ જીવતા હોઈએ ત્યારે રક્તદાન કરીએ છીએ. સામાન્ય મૃત્યુ બાદ માત્ર ચક્ષુદાન અને ત્વચાદાન કરી શકીએ છીએ પરંતુ ફક્ત બ્રેઈન ડેડ વ્યક્તિના મૃત્યુ પછી જ શરીરના અંદરના અંગો એટલે કે કિડની, લિવર, હૃદય, ફેફસા, આંતરડા, પેન્ક્રીઆસ વિગેરેનું દાન કરી શકીએ છીએ.
