આજથી રેસકોર્સની નવી ઓળખ : વોઈસ ઓફ ડે ‘સિંહ સર્કલ’
પોતાના વાંચકોને નવુ નવુ પીરસતા રહેતા ‘વોઈસ ઓફ ડે’ના માધ્યમથી રાજકોટના રેસકોર્સને આજથી એક નવી ઓળખ મળવા જઈ રહી છે. રેસકોર્સ રીંગ રોડ ઉપર પોલીસ હેડ ક્વાર્ટર પાસેના ચોકનું આજે વોઈસ ઓફ ડે ‘સિંહ સર્કલ’ નામકરણ થશે.

આ સર્કલમાં ‘વોઈસ ઓફ ડે’ દ્વારા 13 ફૂટ ઊંચા ડાલામથ્થા સિંહની પ્રતિમા મુકવામાં આવી છે જે અત્યારથી જ આકર્ષણનું કેન્દ્ર બની છે.

આપણા ભારતમાં સિંહને શક્તિ, સાહસ અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે તેથી આ સિંહની પ્રતિમા પણ આપણા રાજકોટનું ગૌરવ વધુ વધારે એવા હેતુથી ‘વોઇસ ઓફ ડે’ દ્વારા રાજકોટની શાન રેસકોર્સ રિંગરોડ પર સ્થાપિત કરવામાં આવી છે.
