મચ્છુ જળ હોનારતની આજે 46મી વરસી : મચ્છુ 2 ડેમે સર્જી હતી તારાજી, તસવીરો જોઈ આજે પણ હચમચી જશો
46 વર્ષ પહેલા 11 ઓગસ્ટ 1979 ના રોજ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ તૂટી જતા જળ હોનારત સર્જાયું હતું મોરબીના મચ્છુ 2 બંધની દીવાલ તૂટી જતા માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય ના જોયો હોય તેવી હોનારત સર્જાઈ હતી પાણીના પ્રવાહમાં નાગરિકો, પશુઓ તણાઈ ગયા હતા અને એક બે કલાકના સમયમાં તો મોરબી શહેરને તારાજ કરી નાખ્યું હતું આજે એ જળ હોનારતને વર્ષો વીતી ચુક્યા છતાં 11 ઓગસ્ટના એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.

એ ગોઝારા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી જે દિવસે તા. 11-08-1979 નો એ દિવસ જેમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદથી પાણીની આવક સતત વધી રહી હતી તો ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ર ડેમ સમાવી શક્યો ના હતો અને આખરે બપોરે ડેમ તુટ્યો અને જોતજોતામાં 03:30 વાગ્યે તો મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરુ થઈ ચુક્યું હતું. અને માત્ર બે કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દુર નીકળી ગયો હતો.

શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણકે નીચે પાણી પાણી હતા તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના સકતા જમીનદોસ્ત બની ગઈ હતી. હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને, મિલકતોને ક્યાય તાણીગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલીહોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું.
આ પણ વાંચો : રાજકોટની સોખડા ચોકડી પાસે રાખડી બાંધવા જતી મારવાડી યુનિ.ની બહેનોને નડ્યો અકસ્માત : બસ પલટી જતા 4 વિદ્યાર્થિનીઓ ઘાયલ

ઠેર ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડ્યા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડયા રહ્યા હતા.

