Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં કૂતરાને ‘કંટ્રોલ’ કરવા ખર્ચાશે 2.70 કરોડ : પાલતુ શ્વાનનું કરાવવું પડશે રજિસ્ટ્રેશન, હાલ 26,000 શ્વાનનો વસવાટ

Thu, July 31 2025


સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ ડોગબાઈટ મતલબ કે કૂતરા કરડવાના કિસ્સામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી સરકારની ઝાટકણી કાઢતાં જ આ દિશામાં તંત્રએ સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજકોટની વાત કરવામાં આવે તો હાલ અહીં 26,000 રખડતાં શ્વાન વસવાટ કરે છે તેને ‘કંટ્રોલ’માં રાખવા માટે મહાપાલિકા દ્વારા 2.70 કરોડનો ખર્ચ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

આ અંગે મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડૉ.ઉપેન્દ્ર પટેલે જણાવ્યું કે શહેરમાં અત્યારે 26,000 શ્વાન હોવાનું ચોપડે નોંધવામાં આવ્યું છે ત્યારે નિયમ પ્રમાણે આ એક પણ શ્વાનને પકડીને શહેર બહાર મુકી શકાતા ન હોવાથી મહાપાલિકા દ્વારા શ્વાનની વસતી ન વધે તે માટે ખસીકરણ કરવા ઉપરાંત લોકો તરફથી શ્વાન કરડવાની, હડકાયું થઈ ગયા સહિતની ફરિયાદ મળે એટલે એ શ્વાનની સારવાર કરવા માટે બે વર્ષ માટે એજન્સીને કામ આપવામાં આવશે. આ માટે 2.70 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે.

આ પણ વાંચો : દુખાવો કે સોજાની દવા લેનારા સાવધાન…દવામાં ભેળવાય છે ચૂનો! 17 લાખની નકલી દવા જપ્ત, મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી

અત્યારે આ કામ ગોલ ફાઉન્ડેશન નામની સંસ્થાને આપવામાં આવ્યું છે જેની મુદત પૂર્ણ થઈ રહી હોય નવું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીને કોઈ શ્વાનને હડકવા ઉપડે તો તેનું ઓપરેશન, રસી આપવા, ઓબ્ઝર્વેશન હેઠળ ચાર દિવસ સુધી રાખવા અને ત્યારબાદ મુળ જગ્યાએ છોડી મુકવા માટે શ્વાનદીઠ 3105 રૂપિયા ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ખસીકરણ કરાયેલા શ્વાનને હડકવા વિરોધી રસી મુકવા બદલ બે વર્ષ સુધી શ્વાનદીઠ 310 રૂપિયા ખર્ચ ચૂકવશે.

આ પણ વાંચો : તું ભૂલો તો પડ મારા…રાજકોટના લોકમેળામાં અઘોરી ગ્રુપ સૌરાષ્ટ્રવાસીઓને ડોલાવશે, ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ વ્યવસ્થા

અત્રે ઉલ્લેખનીય છે કે માધાપર ખાતે ડોગ સેન્ટર આવેલું છે જ્યાં ક્રોધિત શ્વાન સહિતનાને પકડીને લઈ જવામાં આવે છે અને ત્યાં તેની સારવાર કર્યા બાદ જ્યાંથી પકડયું હોય ત્યાં ફરી છોડી દેવામાં આવતું હોય ત્રાસ ઓછો થવાનું નામ લઈ રહ્યું નથી.

રાજકોટમાં પણ પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે

અમદાવાદ, સુરત, મોરબી સહિતના શહેરોમાં પાલતું શ્વાનનું રજિસ્ટ્રેશન ઉપરાંત અન્ય નિયમો અમલી બન્યા બાદ રાજકોટમાં પણ તેનો અમલ શરૂ થનાર હોવાનું જણાવી ડૉ.ઉપેન્દ્ર પટેલે ઉમેર્યું કે અમદાવાદ પાસેથી નિયમોની યાદી મંગાવવામાં આવી છે જે ટૂંક સમયમાં મળી ગયા બાદ તેના આધારે રાજકોટમાં પણ શ્વાનનું રજિસ્ટ્રેશન સહિતના નિયમો તૈયાર કરી ઠરાવ કરવામાં આવશે. જો કે આ માટે બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.

Share Article

Other Articles

Previous

કાલથી દરેક વોર્ડમાં મચ્છરો ઉપર તૂટી પડશે રાજકોટ મહાપાલિકા! વોર્ડ નંબર-1થી ‘વારો’ લેવાનું શરૂ

Next

તું ભૂલો તો પડ મારા…રાજકોટના લોકમેળામાં અઘોરી ગ્રુપ સૌરાષ્ટ્રવાસીઓને ડોલાવશે, ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ વ્યવસ્થા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધનો અંત બાબતે ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનનો સણસણતો જવાબ: યુદ્ધ ક્યારે બંધ કરવું એ ટ્રમ્પ નહીં,અમે નક્કી કરીશું
1 કલાક પહેલા
કચ્છના નેશનલ હાઈવેને 650 કરોડના ખર્ચે ચકાચક કરાશે: પ્રવાસીઓ માટે ‘લાઈફલાઈન’ સમાન સાબિત થશે, સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી વધશે
1 કલાક પહેલા
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર, હવામાન વિભાગ દ્વારા હીટવેવ એલર્ટ જારી
2 કલાક પહેલા
Dhurandhar 2 Advance Booking: ધુરંધર-2નો ભારે ક્રેઝ: ટિકિટનો ભાવ જાણીને હોશ ઊડી જશે, એડવાન્સ બુકિંગમાં બનાવ્યો મહારેકોર્ડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2971 Posts

Related Posts

જી૨૦માં રાજકોટ-ગુજરાત છવાયુ
રાજકોટ
2 વર્ષ પહેલા
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મોસ્કો પહોંચ્યા, મહત્વની ચર્ચા
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
લીલી પરિક્રમા માટે રાજકોટ થી દોડશે એક્સ્ટ્રા બસ જુઓ શું કહ્યું ડેપો મેનેજરે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોલકાતા કાંડ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી : મહિલા તબીબના પોસ્ટ મોર્ટમ અંગેના દસ્તાવેજો ગુમ થવા અંગે રાજ્ય સરકારે જવાબ આપવો પડશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર