વિશ્વના 53 દેશોમાં મુસ્લિમોની બહુમતી : દસ વર્ષમાં વિશ્વ સ્તરે મુસ્લિમોની વસ્તીમાં 34.70 કરોડનો વધારો
વિશ્વમાં મુસ્લિમોની વસ્તી ખૂબ ઝડપભેર વધી રહી છે.PEW રિસર્ચના છેલ્લા અહેવાલ મુજબ 2010 થી 2020 વચ્ચેના 10 વર્ષમાં વિશ્વમાં મુસ્લિમોની વસ્તીમાં34.70 કરોડનો વધારો થયો હતો. ઇસ્લામ સિવાયના બાકીના બધા ધર્મમાં માનનારા લોકોની વસ્તીમાં એ સમયગાળા દરમિયાન કુલ 24.80 કરોડનો વધારો થયો હતો. અર્થાત બાકીના તમામ ધર્મના લોકો મળી અને
કુલ વસતી વધી તેના કરતાં એકલા ઇસ્લામમાં માનનારા લોકોની વસ્તીમાં વધારે ઉછાળો આવ્યો હતો.

અહેવાલમાં જણાવ્યા અનુસાર એ સમયગાળા દરમિયાન ખ્રિસ્તી લોકોની વસ્તીમાં 12.30 કરોડનો વધારો નોંધાયો હતો.બીજી તરફ બૌદ્ધ ધર્મમાં માનનારા લોકોની વસ્તીમાં એ સમયગાળા દરમિયાન 1.90 કરોડનો ઘટાડો થયો હતો. હવે વિશ્વમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા 32.40 કરોડ રહી ગઈ છે. નોંધનીય છે કે એ કુલ વસ્તી કરતાં 2010 થી 2020 વચ્ચે મુસ્લિમ વસ્તીમાં વધારો થયો હતો.

2010 માં વિશ્વની કુલ વસ્તીમાં ખ્રિસ્તી લોકોનું પ્રમાણ 30.6 ટકા હતું. 2010માં વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ 23.9% હતું.તેની સામે 2020 માં વિશ્વની વસ્તીમાં ખ્રિસ્તીઓની સંખ્યા ઘટીને 28.8% રહી ગઈ છે અને મુસ્લિમોની સંખ્યા 25.6% થઈ ગઈ છે. આ આંકડાઓ મુજબ હાલમાં વિશ્વમાં ખિસ્તીઓની સંખ્યા 2.30 અબજ અને મુસ્લિમોની સંખ્યા 2 અબજ થઈ ગઈ છે.
વિસ્તાર વાર જોઈએ તો એશિયા પેસિફિક રિજીયનમાં મુસ્લિમોની સંખ્યા સૌથી વધારે 120 કરોડ છે. મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકામાં 41.40 કરોડ અને સબ સહારા આફ્રિકામાં 36.90 કરોડ મુસ્લિમો વસે છે. મિડલિસ્ટ અને નોર્થ આફ્રિકાની 94% વસ્તી મુસ્લિમોની છે.
આ પણ વાંચો : નોકરી કરવી હોય તો કરો રૂ. 5,500 જ પગાર મળશે! રાજકોટ કલેકટરના તાબા હેઠળની કચેરીઓમાં જ લઘુતમ વેતનધારાનો ભંગ
વિશ્વના 53 દેશોમાં મુસ્લિમો બહુમતી ધરાવે છે. ઈન્ડોનેશિયા સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. 87% લોકો ઇસ્લામ ધર્મને માને છે અને તેમની વસ્તી 23.89 કરોડની છે. બીજા નંબરે પાકિસ્તાનમાં 22.68 કરોડ મુસ્લિમો વધે છે જે દેશની કુલ વસ્તીના 96.5 ટકા છે. ભારતમાં મુસ્લિમોની સંખ્યા 21.30 કરોડ છે. ભારતની વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ 15.2% છે. વિશ્વના કુલ મુસ્લિમોમાંથી 10.5 ટકા મુસ્લિમો ભારતમાં રહે છે.