આ તો ફક્ત ટ્રેલર છે…સમય આવ્યે પૂરી પિક્ચર બતાવશુ ! ભુજ એરબેઝ પરથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગર્જના
ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સેનાની ત્રણેય પાંખે તેના કૌશલ્યનો અદ્ભુત પરિચય આપ્યો હતો અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. આવા જાબાંજ સૈનિકોની પીઠ થાબડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી. આ જ રીતે રક્ષામંત્રી રાજનાથસિંહ તા. ૧૬ અને ૧૭ એમ બે દિવસ માટે કચ્છ-ભુજના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સૈનિકોને મળશે અને એરબેઝની મુલાકાત પણ લેશે. ભુજ એરબેઝ પાકિસ્તાન સરહદથી 160 કિલોમીટર દૂર છે.
ઓપરેશન સિંદુર બહાદુરીનું પ્રતિક છે : રાજનાથ સિંહ
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે શુક્રવારે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ભૂજ એરબેઝની મુલાકાત લીધી હતી. રાજનાથ સિંહ અહીં વાયુસેનાના સૈનિકો સાથે વાત કરી હતી. ઓપરેશન સિંદુર વિશે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે આ સિંદૂર છે જે શણગારનું નહીં પણ બહાદુરીનું પ્રતીક છે. આ એ સિંદૂર છે જે સુંદરતાનું નહીં પણ સંકલ્પનું પ્રતીક છે. આ સિંદૂર એ ભયની લાલ રેખા છે જે ભારતે આતંકવાદના કપાળ પર ખેંચી છે.
આ તો ફક્ત ટ્રેલર હતું : રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર એ સ્પષ્ટ કરી દીધું છે કે આપણે શાંતિ માટે જેટલા હૃદય ખોલ્યા છે, એટલા જ શાંતિનો નાશ કરનારાઓ સામે પણ આપણે આપણા હાથ ખુલ્લા રાખ્યા છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, જે કંઈ થયું છે તે માત્ર એક ટ્રેલર છે, જ્યારે પણ સમય આવશે ત્યારે અમે આખી દુનિયાને આખી તસવીર બતાવીશું.
લોકોને નાસ્તો પૂરો કરવામાં જેટલો સમય લાગે…
સૈનિકોને પ્રોત્સાહિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે લોકોને નાસ્તો પૂરો કરવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયમાં તમે દુશ્મનોનો નાશ કર્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પરમાણુ શસ્ત્રો પ્રત્યે પાકિસ્તાનના બેજવાબદાર વલણ તરફ વિશ્વ અને પાકિસ્તાનના નાગરિકોનું ધ્યાન દોર્યું. રાજનાથે કહ્યું જો પરમાણુ શસ્ત્રો ત્યાં રહેશે, તો ભવિષ્યમાં તે આતંકવાદી તત્વોના હાથમાં આવી શકે છે તે નકારી શકાય નહીં.
કાળજીપૂર્વક ચાલો, કારણ કે…
આ ખતરા વિશે વિશ્વને ચેતવણી આપતા તેમણે કહ્યું કે આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ અને પાકિસ્તાનના સામાન્ય લોકો માટે ગંભીર ખતરો હશે. આખી દુનિયા અને ખાસ કરીને પાકિસ્તાનના લોકોએ સમજવું પડશે કે તેઓ કેટલા મોટા ખતરા પર બેઠા છે. તેઓ બારૂદના ઢગલા પર બેઠા છે જે માચીસથી ઘેરાયેલા છે અને લોકો એકબીજા સાથે લડી રહ્યા છે.
આ સ્થિતિમાં, સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાન સેનાને સંદેશ આપવા માટે બશીર બદ્રની ગઝલ સંભળાવી અને કહ્યું, “કપડા કાગળના બનેલા છે, “કાગઝ કા હૈલિબાસ ,ચિરાગો કા શહેર હૈ…ચલના સંભલ-સંભલ કે કયુંકી તું નશે મે હો”
સૈન્ય તણાવ વચ્ચે પાકિસ્તાની સેનાએ ડ્રોનની મદદથી ભુજના એરબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા હતા.
ભુજ એરબેઝ ભારતની એક મોટી
ભુજ શહેરમાં સ્થિત એરબેઝ ભારતની એક મોટી તાકાત છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ એરબેઝે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાને રનવેને નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ ગુજરાતની મહિલાઓએ પોતાની બહાદુરીથી રાતોરાત રનવે ફરીથી બનાવ્યો હતો. તેમની મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો, ત્યારે ભુજ શહેર પર અંધારપટ છવાઈ ગયો હતો. કચ્છમાં ઘણા પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.