Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

J & Kનો પ્રવાસ 3 ગુજરાતી માટે જીવનનો છેલ્લો પ્રવાસ : ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના 1 વ્યક્તિનું આતંકી હુમલામાં મોત  

Wed, April 23 2025



જમ્મુ-કાશ્મીરમાં અમરનાથની યાત્રા પહેલા થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. વડાપ્રધાન વિદેશ પ્રવાસ છોડીને ભારત પરત ફર્યા છે અને તપાસના આદેશ આપ્યા છે. મંગળવારે પહેલગામનાં બૈસરન વિસ્તારમાં ઘોડેસવાર પ્રવાસીઓનાં જૂથ ઉપર આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 26થી વધુ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ ગોળીબાર કર્યા બાદ ઘટનાના પ્રત્યદર્શીઓ ખૂબ જ ડરી ગયા હતા. વાત કરીએ ગુજરાતના મૃતકોની તો તેમ ભાવનગરના 2 અને સુરતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

સુરતના શૈલેષ કળથીયા મોત


જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક પુરુષનો સમાવેશ થાય છે. અન્ય બે પ્રવાસીઓ ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ સુરતના શૈલેષ કળથીયા (44) નું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. શૈલેષ મૂળ અમરેલીના હતા, પરંતુ તેમનો પરિવાર સુરતમાં સ્થાયી થયો હતો. બેંકની નોકરીને કારણે તે છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા હતા. મંગળવારે તેમનો જન્મદિવસ હતો, જેની ઉજવણી માટે તેઓ તેમની પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે કાશ્મીર ગયા હતા. પહેલગામની બૈસરન ખીણમાં ઘોડેસવારી કરતી વખતે આતંકવાદી હુમલામાં શૈલેષને ગોળી મારતા તેમનું મોત થયું હતું. તેની પત્ની અને બાળકો સુરક્ષિત છે.

ભાવનગરના પિતા-પુત્રના મોત

દરમિયાન, બુધવારે સવારે, સુરક્ષા દળોએ ભાવનગરના કાલિયાબીડના રહેવાસી યતીશભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત (17) ના મૃત્યુની પુષ્ટિ કરી. આ હુમલામાં બંને ઘાયલ થયા હતા. યતીશભાઈ હેર સલૂન ચલાવતા હતા, જ્યારે સ્મિત 11મા ધોરણનો વિદ્યાર્થી હતો. ભાવનગરથી 20 લોકોનું એક જૂથ જમ્મુ અને કાશ્મીર ગયું હતું, જેમાં યતીશભાઈ, તેમના પત્ની કાજલબેન અને સ્મિતનો સમાવેશ થતો હતો.

મંગળવાર સાંજથી તેમનો સંપર્ક તૂટી ગયો હોવાનું કહેવામાં આવ્યું હતું. કાજલબેન તો સુરક્ષિત મળી આવ્યા, પણ યતીશભાઈ અને સ્મિતનું મોત નીપજ્યું. પરિવારના જણાવ્યા મુજબ, તે મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે શ્રીનગર ગયા હતા અને પછી પહેલગામની યાત્રા માટે ગયા હતા.

ગોળી ભાવનગર જૂથના સભ્ય વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને વાગી ગઈ. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જૂથના બાકીના 17 લોકો સુરક્ષિત છે.

પ્રવાસીઓના મોત મામલે ઋષિકેશ પટેલનું નિવેદન

ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “આ હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે બે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે. બાકીના પ્રવાસીઓને ટૂંક સમયમાં સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે.”

Share Article

Other Articles

Previous

સોનું સવાયું : 1,00,000ની સપાટીએ પહોંચ્યા બાદ 1,25,000 તરફ દોટ, વાંચો સોનાના ભાવ અને માંગ વિશે શું કહે છે ઝવેરીઓ

Next

ઉરી અને પુલવામા કરતા પણ વધુ દર્દનાક નરસંહાર પહેલગામમાં થયો છે, સરકાર આકરા પગલાં ભરે, ઓવૈસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
7 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
7 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
7 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
8 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

કોહલી-કાર્તિકે પંજાબના મોઢામાંથી છીનવી જીત
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
દક્ષિણ આફ્રિકા પહોંચ્યું T20 વર્લ્ડ કપના ફાઇનલમાં : અફઘાનિસ્તાનને નવ વિકેટે આપ્યો પરાજય
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના વાયરલ વીડિયોકાંડમાં મોટો ઘટસ્ફોટ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બેન્ક કોઈ પણ હોય, 1 લાખ સુધીની બચત ઉપર વ્યાજ સરખુ! RBIએ તમામ કોમર્શીયલ બેન્કો માટે લાગુ કર્યા નવા નિયમો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર