Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હું તારા માટે આટલું કરું છું તો તું પણ એટલું કર..!! 87% લોકો કહે છે કે સંબંધ તૂટવાનું કારણ છે આ “પઝેસીવનેસ”

Sun, April 6 2025


આ વિષય પર થયેલ સર્વેમાં આવ્યા ચોંકાવનારા કારણો:અધિકાર અને સ્નેહ વચ્ચે પાતળી ભેદરેખા છે જે બ્રેક થાય એટલે આપઘાત કે હત્યા જેવી ઘટનાઓ સુધી લઈ જાય છે,493 લોકો પર અધિકારભાવનો સર્વે

આપઘાત,હત્યા કે ઓનર કિલિંગનાં બનાવો ઝડપથી વધી રહ્યા છે,જેનું કારણ ક્યાંક ને ક્યાંક “અધિકારભાવ”અર્થાત પઝેસીવનેસ છે.આ વિષય પર થયેલ સર્વેમાં ઘણાં ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.અધિકાર અને સ્નેહ વચ્ચે પાતળી ભેદરેખા છે.આ જ્યારે વટાવો એટલે અપેક્ષાઓ વધે અને છેલ્લે પીડા ડિપ્રેશન અને એ જીવન ટૂંકાવા સુધી લઈ જાય છે.

આ ભાવ ઘણા વખત પ્રેમ, લાગણી, આત્મીયતા કે નજીકપણાથી જન્મે છે. જ્યારે આપણે કોઈને ખૂબ જ નજીક માનીએ છીએ, ત્યારે લાગે છે કે આપણો પણ કંઈક હિસ્સો છે એના જીવનમાં, નિર્ણયોમાં, લાગણીઓમાં.આજના સમયમાં ઘણા બધા એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં પુરુષ કે કોઈ સ્ત્રી પોતાના જ પ્રિય લોકોની હત્યા કરી નાખે છે અને છતાં પણ તેઓને કોઈપણ બાબતે અફસોસ હોતો નથી તે અફસોસ ન હોવાના કારણે લોકોમાં માનસિક રીતે વિકૃતિ જોવા મળે છે જે લોકોમાં માનવતા ની કક્ષા ખૂબ જ નિમ્ન હોય છે અને જ્યારે લોકો તે પોતાના ધાર્યા પ્રમાણે કાર્ય ન થવાના કારણે અથવા પોતાની સત્તાના કારણે બીજા પર નિયંત્રણ મેળવી શકતા નથી ત્યારે તેઓ આત્મહત્યાનું પગલું ભરતા હોય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના  અધ્યક્ષ પ્રોફેસર ડૉ. યોગેશ એ જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની કાનાણી અર્સિતા દ્વારા ૪૯૩ લોકો ઉપર અધિકારભાવ એટલે કે પઝેસીવનેસનો સર્વે કરવામાં આવ્યો છે

વધારે પડતો લાડ કે પ્રેમ તે પણ નુકસાન જ પહોંચાડે છે

(1) 88.3% લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા માં અધિકાર ભાવ (possessiveness) માં વધારો કરે છે.
(2) 69.5% લોકો સ્વીકારે છે કે અધિકારભાવના કારણે પોતાના પાર્ટનર પ્રત્યે લોકોમા શંકા જોવા મળે છે.
(3) 87% લોકો સહમત થાય છે સંબંધ તૂટવાનું કારણ અધિકારભાવ છે.
(4)  89.1% લોકો માને છે કે અધિકારભાવના કારણે સબંધોમાં ઝઘડા નું પ્રમાણ વધે છે.
(5) 81.03%લોકો માને છે કે  અધિકારભાવના કારણે ધમકી આપવાનું વલણ વધ્યું છે.
(6)  75.3% લોકોના મતે અધિકારભાવના કારણે લોકોમાં અનુકરણ ના ભાવમાં વધારો થાય છે.
(7)  70.3%  લોકો  માને છે કે અધિકારભાવ લોકોમાં આત્મ નિયંત્રણમાં ઘટાડો કરે છે.
(8)  79.6% લોકો માને છે કે અધિકારભાવ ના કારણે લોકોમાં આક્રમકતા માં વધારો થાય છે.
(9)  ‌75.6% લોકો સ્વીકારે છે કે  અધિકારભાવ ના કારણે લોકોમાંઆત્મહત્યા અને અન્યને મારી નાખવાની ભાવનામાં વધારો જોવા મળે છે.
(10) અધિકારભાવના કારણે 86% લોકો સ્વીકારે છે કે  સંબંધમાં વિક્ષેપ ઊભો થાય છે.
વધારે પડતી હુંફ, વધારે પડતો લાડ કે પછી વધારે પડતો પ્રેમ તે પણ નુકસાન જ પહોંચાડે છે કહેવાય છે ને કે ” અતિને ગતિ ન હોય ” બસ તે કહેવત સાચી છે કારણ કે તમે જે સંબંધને જકડીને બાંધી રાખવા માંગો છો અને તેની માટે વધુ લાગણી રાખવાની નિયંત્રણ રાખો છો તો તેના કારણે થઈને તે તેની સ્વતંત્રતાને ગુમાવી બેસે છે અને તે વ્યક્તિ છોડીને પણ જતું રહે છે અથવા જો તે ન જઈ શકે તો કંટાળીને આત્મહત્યા જેવું પગલું પણ ભરતા હોય છે.
“લાગણી આપતી વખતે લાગણી સામે મળવી જ જોઈએ અને ન મળતા બળજબરી કરવી તે સ્વતંત્રતા નથી, મનથી સ્વતંત્રતા દેશો તો તે સંબંધ પણ જળવાઈ રહેશે.

આટલું યાદ રાખો…..સંબંધો ખીલી ઉઠશે..

(1) પોતાની લાગણીઓને એકબીજા સાથે શેર કરો.
 (2) લોકોને પોતાનો પર્સનલ સ્પેસ આપો જેથી કરીને તેઓ પોતાની જાતને ઓળખે અને પોતાના વ્યક્તિત્વને વિકાસ કરે.
 (3) મનોવૈજ્ઞાનિકો સાથે સંપર્ક કરી પોતાની સમસ્યાને દૂર કરો.
 (4) લોકોને નિયંત્રણમાં ઓછા રાખી અને સ્વતંત્રતા આપો કારણ કે જેટલી સ્વતંત્રતા મળશે તેટલો જ સંબંધ મજબૂત થશે.
(5) એકબીજાની ઈચ્છા પ્રેમના સંબંધમાં વધુ અધિકાર ભાવ હોય ત્યારે કેટલીક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.             

હું તારા માટે આટલું કરું છું તો તું પણ એટલું કર..!! 87% લોકો કહે છે કે સંબંધ તૂટવાનું કારણ છે આ “પઝેસીવનેસ”

Share Article

Other Articles

Previous

અનંત અંબાણીની 170 કિલોમીટરની પદયાત્રા પૂરી

Next

GST ના ઇ-વે બિલ જનરેટ કરવાના નવા નિયમમાં ટૂંકાગાળાની રાહત: વેપારીઓને હાશકારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
8 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
8 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
8 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
9 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

લસણનો શું ભાવ છે ?? શાકભાજી લેવા પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયો શેર કરીને સરકાર પર કર્યો કટાક્ષ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશના કયા રાજ્યોમાં આવ્યા ભૂકંપના ઝટકા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સ્વાગત કાર્યક્રમમાં નિકાલ ન થયા હોય તેવા કેસ રી-ઓપન કરાશે : ઝડપથી પ્રશ્નોનો ઉકેલ લાવવા રાજકોટ કલેકટરનો મહત્વનો નિર્ણય
ગુજરાત
8 મહિના પહેલા
પાકિસ્તાનમાં જમિયત ઉલમાના ટોચના લીડર મુફતી અબ્દુલ બાકીરની ગોળીઓ ધરબીને અજાણ્યા હુમલાખોરોએ કરી હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર