Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરેન્દ્રનગરના સાયલા પાસે હોટલની આડમાં કેમિકલ ચોરીનું કૌભાંડ: SMCનો દરોડો, 74.68 લાખનો મુદ્દામાલ કબજે

Mon, March 24 2025



સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક આવેલી તિરંગા હોટલના ગ્રાઉન્ડમાં ચાલી રહેલા કેમિકલ ચોરી કૌભાંડ પર સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો મારી ૩૦ હજાર લીટરથી વધુનો જવલનશીલ પ્રવાહીનો જથ્થો પકડી પાડી ૭૪,૬૮,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. હોટલ પર રેકેટ ચલાવનારા અને સંડોવાયેલા શખસો સામે સાયલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. જે રીતે હોટલ પર બેરલો ભરીને કેમિકલ, પેટ્રોલ, ડિઝલ કે આવા જ્વલનશીલ પ્રવાહીના જથ્થાનો સંગ્રહ થતો હતો છતાં સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમ તેમજ સાયલા પોલીસ સ્ટાફ અંધારામાં રહી ગયા કે કેમ ? ભારે ચર્ચા જાગી છે. દરોડાના પગલે સ્થાનિક કોઈ પર એક્શન આવે તેવી સંભાવનાઓ છે.

સાયલા નજીક વખતપરના પાટિયા પાસે તિરંગા હોટલમાં હોટલની આડમાં બહારથી આવતા વાહનોમાંથી કેમિકલ કાઢી લઈ ચોરીનું ! કારસ્તાન ચાલતું હોવાની માહિતીના આધારે એસએમસી ડીવાયએસપી | કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.કે. કરમટા તથા સ્ટાફે દરોડો પાડયો હતો. હોટલ કમ્પાઉન્ડ પરથી જી.જે.૩૯-૭૦૧૫ નંબરના ટેન્કર અને અન્ય બેરલોમાં ભરેલું ઔદ્યોગિક વપરાશમાં ઉપયોગમાં | લેવાતા ટોલ્યુન કેમિકલનો ૨૩,૧૬,૯૩૦ની કિંમતનો ૩૦,૦૯૦ લીટર | જથ્થો મળી આવ્યો હતો. ૫૦ લીટર સી-૯૦ કેમિકલ તેમજ ૩૯૦ | લીટર પેટ્રોલ તથા પર૦ લીટર ડીઝલનો જથ્થો હાથ લાગ્યો હતો.

સ્થળ પરથી ટેન્કર ઉપરાંત કેમિકલ હેરફેર માટેનું અન્ય એક | પિકઅપ વાન, ટૂ-વ્હિલર સાથે હોટલ પર રહેતા યુપીના સુલતાનપુરન આજમપુરના ધરમસીંગ રાજેશ બહાદુર સીંગ રાજપૂત (ઉ.વ.૩૪) |

મળી આવ્યો હતો. કેમિકલ હેરફેર માટેના ૧૯ બેરલ, ૨૯ કેરબા તેમજ કેમિકલ કાઢવા માટે ઈલેક્ટ્રીક મોટર, ૭૦૦ની રોકડ મળી ૭૪,૬૮,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

કેમિકલ ચોરી કાંડમાં આરોપી ધર્મસીંગ ઉપરાંત વખતપર ગામના કરશન લક્ષ્મણભાઈ, કનુ ઉર્ફે કાલુ ખીમાભાઈ, રઘુ વનાભાઈ બાંભા, ગોસલ ગામના વલકુ ઉર્ફે જકાભાઈ માત્રાભાઈ ખાચર, ટેન્કરના નાસી છૂટેલા ચાલક કમલેશ, બોલેરોના ચાલક તથા માલિક તથા ટૂ-વ્હિલર મુકીને ભાગેલા શખસ સામે ગુનો નોંધાવાયો છે.

ત્રણ દિવસ પહેલાં જ એસએમસી દ્વારા સાયલા વિસ્તારમાં એક અસામાજિક ઇસમની હોટલ તોડી પાડી છતાં આ જ વિસ્તારમાં તિરંગા હોટલમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ધમધમતું હતું. સ્થાનિક પોલીસનો ડર નહીં હોય ? તેવો પ્રશ્ન કદાચ ઉદ્ભવતો હશે.

Share Article

Other Articles

Previous

નાગપુર હિંસાના માસ્ટર માઇન્ડના ઘર પર બુલડોઝર એક્શન : ફહીમ ખાનનું બે માળનું ઘર જમીનદોસ્ત

Next

સંસદના બંને ગૃહોમાં કર્ણાટકના મુસ્લિમ અનામતના મુદ્દા પર ભારે હંગામો : ભાજપના સભ્યોએ વિરોધ કર્યો, મંત્રી કિરણ રીજીજુએ કોંઞી નેતા ખડગેનો જવાબ માગ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
3 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અયોધ્યામાં ધર્મપથની સહન કેવી રીતે વધી ? શેની થઈ સ્થાપના ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કુવૈતમા ભારતીય શ્રમિકોને વડાપ્રધાન મોદીએ કહ્યું – હું 12 કલાક કામ કરું છુ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેવડીયા ખાતે સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી : પરેડમાં ગુજરાતના ટેબ્લોએ અનેરું આકર્ષણ જમાવ્યું, PMના હાવભાવ બદલાયા
ગુજરાત
7 મહિના પહેલા
“EVM હેક થઈ શકે છે, એના પ્રૂફ છે…”, US નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડનો મોટો દાવો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર