વન નેશન… વન ઈલેક્શન માટે સૌરાષ્ટ્રના કાયદા તજજ્ઞો ૨૨મીએ સૂચનો રજૂ કરશે
ગુજરાતમાં સમાન નાગરિક ધારો અમલમાં લાવવા માટે રચાયેલી સમિતિ સમક્ષ સમાન નાગરિક ધારાના સંદર્ભમાં ભરણપોષણ, લગ્ન, દત્તક વિધાનથી લઈ અલગ અલગ આયામોના સંદર્ભમાં સૌરાષ્ટ્રના અગ્રણી ધારાશાસ્ત્રીઓ કાયદા વિદ્યાશાખા ના પ્રાધ્યાપકો તેમજ આ વિષયના અભ્યાસુઓને એક મંચ ઉપર લાવી અને સમિતિ સમક્ષ રજૂ કરવાના સૂચનો અને તારણોનો મુસદ્દો તૈયાર કરવા અર્થે મહત્વની બેઠક રાખવામાં આવી છે,. ગુજરાતમાં આ વિષયને લઈ અને તલસ્પર્શી રીતે આ ક્ષેત્રમાં કાર્યરત તજજ્ઞોને એક મંચ ઉપર લાવી અને માત્ર કાનૂની દ્રષ્ટિ કોણથી આ વિષય વસ્તુના સૂચનો રજૂ કરવામાં આવનાર છે.
સમિતિના સભ્ય અને કુલપતિ પ્રોફેસર દક્ષેશભાઈ ઠાકર કે જે આ નિષ્ણાત સમિતિના સભ્ય છે તેઓ દ્વારા ગ્રાસ રૂટ લેવલેથી સૂચન આવે તે માટે વિશેષ પ્રયત્નો શૈક્ષણિક ક્ષેત્રમાં કરવામાં આવેલ છે તેના ભાગરૂપે અધ્યાપકો સંશોધકો વકીલો વગેરે દ્વારા કરાયેલા સૂચનોનું સંહિતા કરણ કરી અને શ્રી દક્ષેશભાઈ ઠાકરને સુપ્રત કરવામાં આવનાર છે.
લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા લો કમિશન ઓફ ઇન્ડિયાના પૂર્ણ સમયના સભ્ય પાલીવાલની ઉપસ્થિતિમાં ગત વર્ષે રાજ્યભરના નિષ્ણાતોની બેઠક અમદાવાદ અને રાજકોટ ખાતે કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતના સંદર્ભની અંદર સમાન નાગરિક ધારાના સંદર્ભમાં જે સમિતિ રચવામાં આવેલી છે તેમાં ગુજરાત સ્પેસિફિક સૂચનોને આવરી લઈ અને વિધિવત સૂચનોનો ડ્રાફ્ટ સુપ્રત કરવામાં આવશે.
લીગલ રિસર્ચ ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા બોલાવાયેલી બેઠકમાં અને લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેર પર્સન પૂર્વ કુલપતિ વરિષ્ઠ પ્રોફેસર કમલેશ જોષીપુરા, પ્રો ભરત મણીયાર, બાર સોસિયેશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના જનરલ સેક્રેટરી ભાવના જોશીપુરા, અધિવક્તા પરિષદના પ્રમુખ પ્રશાંતકુમાર જોશી, સમાજકાર્ય ભવનના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ દવે સહિત અગ્રણીઓએ બેઠકમાં હાજરી આપી અને મંતવ્યો વ્યક્ત કર્યા હતા.