Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા

Sat, January 4 2025

સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા!

ઇમરજન્સી પ્રસુતિ પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ સગર્ભાને હોસ્પિટલ લઈ જવા નીકળી પણ રસ્તામાં જ પ્રસુતિ કરવી પડી

તાજેતરમાં ૧૦૮ની કચેરીમાં એક ફોન રણકે છે… ફોન કરનાર કોલર કહે છે કે, એક મહિલાને ગર્ભાવસ્થાના ૦૯ માસ પૂરા થયેલ છે અને હાલમાં તીવ્ર પ્રસૂતિ પીડા અનુભવે છે. બસ આટલું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા તત્પર એવી ૧૦૮નું તંત્ર તરત જ હરકતમાં આવ્યું . અને ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી અને જરૂરી ટ્રીટમેન્ટ શરૂ કરી.

EMT (ઈમરજન્સી મેડિસીન ટેકનિશીયન) યોગેન્દ્ર ગાંધીને એક ફોન એવો મળેલો હતો, જેમાં કોલર કહે છે કે દર્દી શ્રીમતિ જ્યોતિબેન ભરવાડ તીવ્ર પ્રસૂતિ પીડા અનુભવી રહી છે. બસ આ સંભાળતા જ ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પહોચી અને ત્યાં ડૉ. મુકેશે EMTને જાણ કરી કે બાળક બ્રીચ પ્રેઝન્ટેશન(સામાન્યપણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું ગર્ભાશયના મુખ મારફતે બહાર આવે પરંતુ જ્યારે પગ કે અન્ય ભાગ બહાર આવે તો બ્રીચ ડિલીવરી કહેવાય છે) માં છે. પ્રોટોકોલને અનુસરીને, EMT યોગેન્દ્રકુમારે ઓનલાઈન મેડિકલ ડિરેક્શન માટે ડૉ. કલ્પેશનો સંપર્ક કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ પાયલોટ અજીતસિંહ ગોહેલ સહિત ઇ.એમ.ટી એ માતાને કાળજીપૂર્વક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી હતી અને ટ્રીટમેન્ટ શરૂ કરી.

EMT યોગેન્દ્રકુમારે ઓન-રુટ જ માતાને IV (Intravenous ) લાઇન લગાવી અને ઓક્સિજન સ્ટાર્ટ કર્યુ. ડિલિવરીના બીજા ચિહ્નો માટે માતાની તપાસ કરી. સગર્ભાની તપાસ કરતા બાળકની નાળ ગળામાં વીંટળાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી ૧૦૮ની ટીમે સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં જોખમ રહેલું હોવાનું માલુમ પડતા એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની પ્રસુતિ કરાવવાનું નક્કી કર્યું.

EMT એ બ્રીચ ડિલિવરી માટે જરૂરી તૈયારીઓ કરી, એમ્બ્યુલન્સના હેલોજન લેમ્પને બાળકને હૂંફ આપવા માટે ચાલુ કર્યો અને પાઇલટને વાહનને સલામત સ્થળે પાર્ક કરવાની સૂચના આપી હતી.આ બ્રીચ ડિલીવરી માં બર્ન્સ-માર્શલ (માથુ ડિલીવર કરાવવાની)ટેકનીકનો ઉપયોગ કરીને બાળકના માથા સુધી ડિલિવરી કરાવી હતી. ગળા અને તેની આસપાસ નાળ વિટળાયેલ હતી. તેમ છતાં EMTએ કુશળતાપૂર્વક નાળ દૂર કરી અને સફળતાપૂર્વક બાળકને જન્મ અપાવ્યો.

ડિલિવરી પછી, બાળક આખું ભૂરું હતું અને રડ્યું ન હતું. EMT એ તરત જ એર-વે નું સક્શન, બાળકને સાફ કર્યું, નાળને ક્લેમ્પ્ડ કરી, કાપી નાખી અને બાળકને હૂંફ માટે ધાબળામાં લપેટી દીધું. બાળકનો APGAR સ્કોર 0 હોવાથી, EMTએ બેગ- વાલ્વ- માસ્ક વેન્ટિલેશન અને સીપીઆર આપવાનું શરૂ કર્યુ. સતત સીપીઆર પછી બાળકના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ ૮૦ સુધી પહોંચી ગયા. EMTએ ૦૬ મિનિટ સુધી BVM વેન્ટિલેશન ચાલુ રાખ્યું, જે દરમિયાન બાળકના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ ૧૨૦ પર સ્થિર થયા, અને શ્વાસન દર મિનિટ દીઠ ૨૬ શ્વાસોચ્છવાસ થયો. EMTની પોતાની આવડતથી અને ઈઆરસીપી તબીબની સલાહ મુજબ એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી અને મહિલાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. આમ, ૧૦૮ની ટીમે માતા અને બાળક બંનેનો જીવ બચાવતા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી હતી.

સતત સંભાળ અને દેખરેખ પૂરી પાડ્યા પછી, માતા અને બાળક બંનેને લગભગ ૨૦ કિમી દૂર એલજી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા. હેન્ડઓવર સમયે બંનેની હાલત સ્થિર હતી. એલજી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટે કહ્યું કે, આ દુર્લભ કેસોમાંનો એક છે. કારણ કે આવી પરિસ્થિતિઓમાં બચી જવાનું ૧૦ હજાર કેસમાંથી માત્ર ૦૧ કેસમાં જોવા મળે છે. તેમણે 108 ટીમની તેમની અસાધારણ કાળજી અને સમયસર હસ્તક્ષેપ માટે પ્રશંસા કરી જેણે માતા અને બાળક બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી.

હાલમાં માતા અને બાળક બંને એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓ સુરક્ષિત અને ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. આ વિકટ પરિસ્થિતિના સંચાલનમાં ૧૦૮ ટીમના અસાધારણ પ્રયાસોને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

દેશમાં ભારે ધુમ્મસ કેટલા રાજ્યોમાં છવાયું ? શું થયું ? વાંચો

Next

જમ્મુથી શ્રીનગર ટ્રેન દ્વારા ૩ કલાકમાં પહોંચાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ બદલાઈ, હવે 1 ઓક્ટોબરના બદલે 5 મી ઓક્ટોબરે થશે મતદાન, ચૂંટણી પંચની જાહેરાત : 4ની બદલે 8મી ઑક્ટો. પરિણામ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
બાબાસાહેબ આંબેડકરનાં પૌત્ર પ્રકાશ આંબેડકરે વિવાદ અંગે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
સંજુ સેમસને તોફાની સિક્સર ફટકારતાં પેવેલિયનમાં બેઠેલી મહિલા દર્શક ઘાયલ : ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી ફેન, જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ખિસકોલી, ઉંદર, શ્વાન અને સસલાંની પણ થાય છે સર્જરી…ને વેન્ટિલેટરથી અપાય છે નવા શ્વાસ…
રાજકોટ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર