મણિપુરમાં શું થયું ? ક્યાંથી બોમ્બ મળ્યો ? જુઓ
મણીપુરમાં સતત હિંસા થઈ રહી છે અને લોકોની હત્યા કરાઇ રહી છે અને તેની વચ્ચે હવે મુખ્યમંત્રી બીરેન સિંઘ વિરુધ્ધ ગંભીર કાવતરું રચવામાં આવ્યું હોવાની હકીકત ખૂલી હતી. સિંઘના ઘરની બહાર એક લાઈવ મોર્ટાર બોમ્બ મળી આવતા ભારે દોડાદોડી થઈ ગઈ હતી અને પોલીસ સહિતની એજન્સીઓ ધંધે લાગી ગઈ હતી. જો કે બૉંબને ડિફયુઝ કરી દેવાયું હતું.
સ્થાનિક લોકોએ પોલીસને એવી માહિતી આપી હતી કે સોમવારે રાત્રે બોમ્બ ફેકવામાં આવ્યો હતો અને લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. જો કે સદનસીબે બોમ્બ ફાટ્યો નહતો. લોકો પોતાના ઘરની બહાર જ નીકળ્યા નહતા. ત્યારબાદ મંગળવારે મોર્ટાર બોમ્બ મળી આવતા સિંઘ સામે કાવતરું ઘડાઈ રહ્યાનું માનવામાં આવે છે.
આ વિસ્તારમાં સુરક્ષા વધુ સખત બનાવી દેવાઈ હતી. આ બોમ્બ કોણ મૂકી ગયું અને મુખ્યમંત્રીના ઘર પાસે જ શા માટે મુકાયું હતું તે બારામાં તપાસ શરૂ કરાઇ છે. રાજ્યમાં હજુ પણ ભારેલો અગ્નિ છે અને હિંસક ઘટનાઓ સતત બની રહી છે ત્યારે બોમ્બ મુખ્યમંત્રીના ઘર પાસે જ મળી આવતા ભારે ચિંતા ફેલાઈ છે. પોલીસ સીસીટીવી પણ ચેક કરી રહી છે. વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું છે.
