કેનેડામાં બબાલ; નાયબ વડાપ્રધાન પદેથી ક્રિસ્ટિનાનું રાજીનામું
કેનેડાના નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવાર ના રોજ રાજીનામું આપ્યું હતું. એમણે એમ કહ્યું કે તેઓ હવે કેનેડા માટે આગળના શ્રેષ્ઠ માર્ગ વિશે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે સહમત નથી. ડોનાલ્ડ ટ્રમ્પના “અમેરિકા ફર્સ્ટ” આર્થિક રાષ્ટ્રવાદના જોખમને લઈને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે વધતા તણાવ વચ્ચે તેમનું રાજીનામું આવ્યું છે.
ફ્રીલેન્ડ કેનેડાના નાણાં પ્રધાન પણ છે. સંસદમાં આર્થિક અપડેટ રજૂ કરવાના કલાકો પહેલાં જ તેમણે પદ છોડ્યું હતું. તેઓ ઓગસ્ટ ૨૦૨૦ થી નાણા મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. ફ્રીલેન્ડે ટ્રુડોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક અઠવાડિયાથી, તમે અને હું કેનેડા માટે આગળના શ્રેષ્ઠ માર્ગ વિશે મતભેદો છો.”
તેણીએ પત્રમાં જણાવ્યું હતું કે, “શુક્રવારે તમે મને કહ્યું હતું કે તમે હવે મને તમારા નાણાં પ્રધાન તરીકે સેવા આપવા માંગતા નથી અને મને કેબિનેટમાં બીજી પોસ્ટ ઓફર કરી છે. વિચારણા કર્યા પછી, હું આ નિષ્કર્ષ પર પહોંચી છું કે મારો એકમાત્ર પ્રામાણિક અને વ્યવહારુ રસ્તો છે. કેબિનેટમાંથી રાજીનામું આપવાનું છે.”