શું તમે પાગલ મધ વિશે જાણો છો ?? મેડ હનીને ખાધા બાદ તમે થઈ શકો છો પાગલ, જાણો કારણ
મધ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. મધના અનેક ફાયદા છે. આયુર્વેદમાં મધને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર મઘ તમને ઘણી ગંભીર સમસ્યાઓથી બચાવી શકે છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી પણ છે.મધના અનેક પ્રકાર છે ત્યારે શું તમે ક્યારેય એવા મધ વિશે સાંભળ્યું છે જેને ખાધા બાદ તમે પાગલ થઈ જશો ?? આ વાત વાંચીને આશ્ચર્ય થયું ને ત્યારે ચાલો જાણીએ આ મધના ઉદ્ભવ સ્થાન વિશે.
મેડ હની નેપાળ અને તુર્કીના પર્વતની ટોચ પર મધમાખીઓ દ્વારા બનાવવામાં આવેલું એક દુર્લભ અને જીવલેણ મિશ્રણ છે. તે વિશ્વભરમાં જોવા મળતી સામાન્ય મધની જાતો કરતાં મધની એક અલગ જાત છે. “મેડ હની” કારણ કે તેને તેના ભ્રામક ગુણધર્મો માટે કહેવામાં આવે છે, તે વિશ્વની સૌથી મોટી મધમાખી Apis dorsata laboriosa દ્વારા બનાવવામાં આવે છે, તેનો રંગ ઘેરો અને થોડો કડવો સ્વાદ છે, જે તેને અન્ય સેંકડો જાતોથી અલગ પાડે છે.
મેડ હની ખાધા પછી શું થાય છે?
મેડ હની ખાધા પછી શું થાય છે તે તેના સેવનની માત્રા પર આધારિત છે. સામાન્ય રીતે આ મધને ઓછી માત્રામાં ખાવાથી ચક્કર આવવા, ઉલ્ટી થવી, થાક લાગવો અને સ્નાયુઓની નબળાઈ જેવી સમસ્યા થઈ શકે છે. પરંતુ જો વધુ પડતું સેવન કરવામાં આવે તો તે હૃદયની સમસ્યા, શ્વાસ લેવામાં તકલીફ અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.
મેડ હની ક્યાંથી આવે છે ?
નેપાળનો ગુરુંગ સમુદાય સદીઓથી આ મધનો સંગ્રહ કરે છે. તેઓ તેને ખૂબ જ ઊંચાઈ પર સ્થિત ખડકોમાંથી એકત્રિત કરે છે, જે ખૂબ જ જોખમી કાર્ય છે. ગુરુંગ સમુદાયના લોકો આ મધનો પરંપરાગત દવા તરીકે ઉપયોગ કરે છે. તેઓ માને છે કે આ મધ શરદી, ઉધરસ અને સાંધાના દુખાવા જેવા અનેક રોગોમાં ફાયદાકારક છે. જો કે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.
તેના ફાયદા વિશે વાત કરીએ તો, મેડ હની વિશ્વભરમાં માંગમાં છે. તેની દુર્લભતા અને ઔષધીય ગુણધર્મોને કારણે તે ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. જો કે આ મધની ખતરનાક અસરોને કારણે તેના વેપાર પર પ્રતિબંધ છે.