જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. ગયા અઠવાડિયે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ જમ્મુકાશ્મીર ક્રિકેટ એસોસિએશન સાથે સંબંધિત કથિત કૌભાંડમાં નવા આરોપો હેઠળ કેસ ચલાવવા માટે શ્રીનગરની પીએમએલએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફારૂક સહિતના લોકો પર રૂપિયા 43 કરોડની ઉચાપતનો આરોપ છે.
ઇડીનું આ પગલું જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના નિર્ણય બાદ આવ્યું છે, જેમાં ફારુક અબ્દુલ્લા અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં પીએમએલએની કાર્યવાહી રદ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે ઇડીને અમુક કલમો હેઠળ નવી અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી.
. વાસ્તવમાં, ઇડીનો આ કેસ 2018માં સીબીઆઇ દ્વારા નોંધાયેલી એફઆઇઆર આધારે કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ રાજ્ય ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ ફારુક અબ્દુલ્લા સહિત જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સામે પણ ચાર્જશીટ દાખલ કરી હતી.
43 કરોડની ઉચાપતનો આરોપ
સીબીઆઈએને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કેબીસીસીઆઇએ 2002-11 વચ્ચે ક્રિકેટના વિકાસ માટે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનને અંદાજે 112 કરોડ રૂપિયા આપ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું છે કે આશરે રૂ. 43.69 કરોડની ઉચાપત કરવામાં આવી હતી. સીબીઆઈની એ જ એફઆઈઆર પર ઈડીએ કેસ નોંધ્યો હતો, જેમાં ઈડીએ ફારૂક અબ્દુલ્લા અને અન્યને પીએમએલએ કેસમાં આરોપી બનાવ્યા હતા, પરંતુ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે 14 ઓગસ્ટના રોજ પીએમએલએ હેઠળ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી, જેની સામે આ અઠવાડિયે , ઇડીએ જમ્મુ કાશ્મીર કોર્ટમાં એક નવી અરજી આપી છે, જેમાં તેણે કલમ 411 અને 424 હેઠળ કેસ ચલાવવાની પરવાનગી માંગી છે.