પડવલામાં યુવતીની હત્યા કરી આડેધ ફરાર
કારખાનેદારે પરપ્રાંતીય યુગલને કામે રાખ્યું પણ પોલીસને જાણ ન કરતાં પોલીસ ધંધે લાગી
રાજકોટ નજીક પડવલા ગૌરવ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ કેશર પોલીમર્સ કારખાનાની ઓરડીમાંથી ગઈકાલે ૩૦ વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો ૧૫ દિવસ પહેલા કારખાનામાં મજુરી કામે આધેડે તેની સાથે યુવતીની ઠંડા કલેજે હત્યા કરી ભાગી જતા પોલીસે તેની શોધખોળ શરુ કરી છે. જોકે હત્યારા અંગે હજુ સુધી પોલીસ પાસે કોઈ માહિતી ન હોવાથી પોલીસ મુંઝવણમાં મુકાઈ છે.પરપ્રાંતિયોને કામે રાખતા પહેલા તેમના આઈ.ડી.મેળવી લેવાના અને પોલીસને જાણ કરવાનું જાહેરનામું અમલમાં હોવા છતાં અમુક કારખાનેદારો, વેપારીઓ પોલીસના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યાં છે ત્યારે આ બનાવ બાદ હવે પોલીસ માટે આરોપીને શોધવા દોડ ધામ શરુ કરી છે.
પોલીસે યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને રાજકોટ ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને યુવતીની સાથે રહેતા પરપ્રાંતિય કયુર નામના આધેડ શખ્સ નાસી છૂટયો હોવાનું નામના જાણવા મળતા તે શખ્સની શોધખોળ હાથ ધરી છે.આઈ.ડી.લીધા વગર પરપ્રાંતિય શખ્સને કામે રાખી લેતાં હોય છે જેના પરિણામે આવી ઘટના બને ત્યારે પોલીસ તંત્ર ધંધે લાગી જાય છે.
