ગુજરાતને મળી વધુ એક સેમિકંડક્ટર યુનિટની ભેટ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી અપાઈ
૩૩૦૦ કરોડ રૂપિયાના રોકાણો સાથે ૬૦ લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકંડકટર મિશન અંતર્ગત ગુજરાતના સાણંદમાં વધુ એક સેમિકંડકટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે.
આ પ્લાન્ટ કેયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. રોજની 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની ક્ષમતા સાથેનો આ પ્લાન્ટ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે.
આ હેતુસર ૨૦૨૩માં સાણંદમાં માઇક્રોનના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે તેમણે આપેલી મંજૂરી બાદ ફેબ્રુઆરી ૨૦૨૪માં ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે અને સી.જી. પાવરને સાણંદમાં આ પ્રકારના પ્લાન્ટ માટે તેમણે મંજૂરી આપી છે.
હવે કેયન્સ સેમિકંડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતનો આ ચોથો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે. આના પરિણામે રોજગારીની તકો પણ વ્યાપક બનશે.
અત્યાર સુધીમાં આ મિશન અન્વયે દેશમાં ૩ ગુજરાતમાં અને ૧ આસામમાં એમ ૪ પ્રોજેક્ટસ સ્થાપવાની કામગીરી વેગવંતી બને છે આ બધા જ પ્રોજેક્ટ્સ મળીને અંદાજે ૧.૫૦ લાખ કરોડના રોકાણ સાથે પ્રતિદિન ૭ કરોડ ચીપ્સનું ઉત્પાદન થવાની સંભાવનાઓ છે.