લોકમેળામાં રાઇડ્સ વિવાદ ! તંત્રએ છેલ્લી ઘડીએ 9.40 લાખની ઉઘરાણી કરી
રાઇડ્સ સંચાલકે 1.27 કરોડમાં પ્લોટ્સ ખરીદ કર્યા બાદ 9.40 લાખ ન ચૂકવ્યા હોય છેલ્લી ઘડીએ નોટિસ ફટકારી
રાજકોટ : રાજકોટના લોકમેળામાં રાઇડ્સનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ પણ હજુ સુધી સમ્યો નથી ત્યાં જ શનિવારે સવારે લોકમેળા સમિતિના પ્રાંત અધિકારી દ્વારા રાઈડસના તમામ પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલ નામના અસામીએ 1.27 કરોડ પૈકી બાકી નીકળતા રૂપિયા 9.40 લાખ ભર્યા ન હોય છેલ્લી ઘડીએ તલાટી મારફતે નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે.
રાજકોટના ધરોહર લોકમેળાના ઉદઘાટન સમારોહ પૂર્વે જ શનિવારે સવાર સુધી લોકમેળામાં યાંત્રિક આઇટમોના 31 પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલ નામના આસામીએ નિયમ મુજબ લોકમેળા સમિતિને હરરાજીની બોલી મુજબ 1.27 કરોડની રકમ ચૂકવી ન હોય બાકી નીકળતા રૂપિયા 9.40 લાખ જેટલી રકમ વસુલ કરવા માટે સીટી પ્રાંત અધિકારી દ્વારા તલાટી મારફતે ધંધાર્થી પાસેથી બાકી નીકળતા નાણાં ભરપાઈ કરી જવા અને એલોટમેન્ટ લેટર મેળવી લેવા નોટિસ મોકલી હોવાનું જાણવા મળે છે.