Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : હિરાસર એરપોર્ટમાં વાહન સુરક્ષિત નથી !

Mon, August 12 2024

ટેક્સીને પાર્ક કરવા માટે મહિને ૫૦,૦૦૦ ભાડું ચૂકવવા છતાં કારના કાચ ફૂટ્યા

જ્યાં કાર પાર્ક કરાય છે ત્યાં સીસીટીવીની કોઈ જ વ્યવસ્થા નહીં: કોઈ હરિફનું જ કારસ્તાન હોવાની શક્યતા


મુસાફર પાંચ મિનિટ વધુ વાહન પાર્ક કરે તો દંડ વસૂલતી સિક્યુરિટી કુંભકર્ણ જેવી નિદ્રા માણવામાં વ્યસ્ત


વોઈસ ઓફ ડે, રાજકોટ

રાજકોટના હિરાસર ગામે ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ પામ્યું ત્યારથી લઈ આજ સુધી તેને લઈને વિવાદ ન થયો હોય તો જ નવાઈ પામવા જેવું રહે છે. અત્યારે એરપોર્ટ પર નિયમિત ૨૦૦૦ જેટલા મુસાફરોની અવર-જવર રહે છે. બીજી બાજુ રાજકોટથી એરપોર્ટ ૩૨ કિલોમીટર દૂર હોવાને કારણે મહત્તમ લોકો પોતાની કાર અથવા તો ટેક્સી મારફતે ત્યાં સુધી પહોંચે છે પરંતુ એરપોર્ટમાં હવે વાહન સુરક્ષિત જ ન રહ્યા હોય તેવી એક ઘટના બનવા પામી છે. તાજેતરમાં જ અહીં ટેક્સી પાર્કિંગમાં પડેલી એક કારના કાચ જાણીજોઈને ફોડી નાખવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં આવું કારસ્તાન કોણે કર્યું તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા `બઝ-વે’ ટેક્સી સર્વિસને અહીં મહિને ૫૦,૦૦૦ રૂપિયા ભાડુ વસૂલીને ૨૦ જેટલી નાની-મોટી કાર પાર્ક કરવા દેવામાં આવી રહી છે. આ કાર મારફતે મુસાફરોને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય સ્થળે લેવા-મુકવાનું કામ કરવામાં આવે છે ત્યારે આ પૈકીની એક અર્ટિગા કાર નં.જીજે૧૧સીડી-૯૯૮૫ ઉપર થોડા દિવસ પહેલાં કોઈએ પથ્થરમારો કરીને તેનો પાછળનો કાચ ફોડી નાખ્યો હતો. વળી, આ કાર જ્યાં પાર્ક કરાઈ હતી ત્યાં કોઈ પ્રકારના સીસીટીવી ન હોવાથી આ હરકત કોણે કરી તેનો ખુલાસો થઈ શક્યો નથી.

એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે એરપોર્ટ પર ટેક્સી સર્વિસમાં વર્ચસ્વ જમાવવા માટે છેલ્લા ઘણા સમયથી હરિફાઈ ચાલી રહી હોય તેના કારણે જ કોઈ હરિફ દ્વારા કાર ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા હોઈ શકે છે. અત્રે મહત્ત્વનું એ પણ છે કે એરપોર્ટમાં વિશાળ સંખ્યામાં સિક્યુરિટી સ્ટાફ ઉપલબ્ધ હોય છે ત્યારે આ ઘટના સાંજે પાંચથી આઠ વાગ્યા વચ્ચે બની હોવા છતાં એક પણ સ્ટાફના ધ્યાન ઉપર તે આવ્યું ન્હોતું. અહીં જો કોઈ મુસાફર પોતાનું વાહન પાંચ મિનિટ વધુ પાર્ક કરી દે તો તુરંત જ દોડી આવીને દંડ વસૂલવામાં પાવરધા સિક્યુરિટી ગાર્ડ આ પ્રકારની ઘટના વખતે ક્યાં ખોવાઈ ગયા હશે તેની તો તેમને જ ખબર હશે !


કંપનીએ ફરિયાદ કરી તો એરપોર્ટે કહ્યું, આગલું બિલ ચૂકવો !

એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે બઝ-વે કંપની દ્વારા કારના કાચ ફૂટ્યા હોવાની લેખિત ફરિયાદ એરપોર્ટ ઓથોરિટીને કરવામાં આવી હતી ત્યારે તેની તપાસ કરવાની જગ્યાએ ઓથોરિટી દ્વારા તમારું આગલું બિલ ચૂકવો તેવી `ઉઘરાણી’ કરવામાં આવતાં કંપની મુંઝવણમાં મુકાઈ જવા પામી છે.

Tags:

gujaratgujarat newshirasar airportrajkotvehicle

Share Article

Other Articles

Previous

પરિણિત પ્રેમી સાથેના સંબંધનો કરૂણ અંજામ : પ્રેમીએ અપહરણ કરાતા યુવતીએ એસિડ પી લેતા મોત

Next

રાજકોટ : શાપરમાં પતિએ પત્નીની હત્યા કરી લાશને થાંભલે લટકાવી દીધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
New Whatsapp Rules: હવે દર 6 કલાકે WEB WhatsApp થશે લોગ આઉટ, સરકાર લાવી રહી છે નવા નિયમ, જાણો તમામ માહિતી
28 મિનિટutes પહેલા
ફૂડ પોઇઝનિંગ કે પોઇઝનિંગ? ત્યક્તાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત,પોસ્ટમોર્ટમ વિના જ લાશ સોંપી દીધી!
47 મિનિટutes પહેલા
રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
1 કલાક પહેલા
ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2703 Posts

Related Posts

દ્વારકા, બેટ દ્વારકા અને રૂપેણ બંદરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન: ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
18 દિવસના રિમાન્ડ પર સોંપાયેલા તહવ્વુર રાણાની એનઆઇએ દ્વારા પૂછપરછ શરૂ: તમામ સવાલ -જવાબનું થાય છે વિડિયો રેકોર્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
શેરબજારમાં અચાનક મંદીનો પવન ફૂંકાયો : સેન્સેક્સ ૬૭૫ પોઈન્ટ તુટ્યો
Breaking
2 વર્ષ પહેલા
ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સ ફેક્ટરી પકડી પાડતી ATS: 25 કિલો ડ્રગ્સ સાથે ગુજરાત-રાજસ્થાનના 10 શખ્સોની ધરપકડ
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર