- ગાંધીગ્રામ પોલીસનો દરોડો : દુકાન માલિક અને દારૂ મૂકનાર તેના બુટલેગર મિત્ર સામે ગુનો નોંધ્યો,5.10 લાખનો મુદામાલ કબજે
વોઇસ ઓફ ડે રાજકોટ
તહેવાર નજીક આવતાની સાથે જ દારૂની રેલમછેલમ કરાવવા માટે બુટલેગરો દ્વારા મોટી માત્રામાં દારૂ રાજકોટમાં ઉતારવામાં આવી રહ્યો છે. ત્યારે તેના પર શહેર પોલીસે ઘોસ બોલાવી છે. રવિવારે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીએ દારૂનો જથ્થો પકડ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે પણ દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. જેમાં માધાપર ચોકડી પાસે આવેલા રત્નમ રોયલ બંગ્લોઝ સામે આવેલી બંધ પડેલી દુકાનમાંથી દારૂની 1788 બોટલો કબજે કરી દુકાન માલિક અને દુકાનમાં દારૂ મૂકનાર તેના બુટલેગર મિત્ર સામે ગુનો નોંધી રૂ.5.10 લાખનો દારૂ કબજે કર્યો છે.
માહિતી મુજબ ગાંધીગ્રામ પોલીસના પીઆઇ બી.ટી.અકબરીની રાહબદારીમાં હેડ.કોન્સ મસરીભાઈ ભેટારીયા,કોન્સ.રોહિતદાન ગઢવી,કુલદીપસિંહ રાણાને બાતમી મળી હતી.કે,માધાપર ચોકડી નજીક મારૂતી સર્વિસ સ્ટેશન પાસે રત્નમ રોયલ બંગ્લોઝની સામે ન્યુ સીટી મોલમાં આવેલી હિરેન જેન્તી પાનસરુીયાની દુકાન નંબર-૮માં તેના મિત્ર રાજ ઉર્ફે રજની ચંદ્રપ્રકાશ કોટાઈએ દારૂનો જથ્થો ઉતાર્યો છે. જેથી ટીમે દરોડો પાડતા દુકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની અને મોટી દારૂની 1788 બોટલો જેની કિમત 5.10 લાખ મળી આવી હતી.જે કબજે કરી હતી. અને દુકાનમાં કોઈ હાજર મળી આવ્યું ન હતું. જેથી પોલીસે દુકાન માલિક હિરેન અને દારૂ મૂકનાર તેના મિત્ર રાજ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
શાપરમાં દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી : 309 બોટલો સાથે બુટલેગર ત્રિપુટીની ધરપકડ
શાપરમાં સરદાર ઈન્ડસ્ટ્રીઝ કારખાના સામે આવેલ બી આર સ્ટીલ નામના શેડમાથી શાપર પોલીસે દરોડો પાડી દારૂની 309 બોટલો સાથે જામકંડોરણા પંથકનો એક અને કેશોદના બે બુટલેગરોને પકડ્યા છે.દરોડાની વિગત મુજબ, શાપર પોલીસ મથકના પીએસઆઈ જી.બી.જાડેજા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં સ્ટાફને શાપર મેઇન રોડ પવન ટ્રાન્સપોર્ટ વાળી શેરીમા સરદાર ઈન્ડસ્ટ્રીઝ કારખાના સામે આવેલ બી આર સ્ટીલ નામના શેડમા ભાર્ગવ ભરત વાછાણીએ દારૂનો જથ્થો રાખ્યા હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. અને શેડનુ શટર ઉચુ કરતા શેડમા એક સફેદ કલરની ફોર્ડ ફીગો કાર અને ત્રણ શખ્સો હાજર હતાં. જે શખ્સો કારમાંથી પ્લાસ્ટીકના બાચકા ઉતારતા હોય જેથી તેઓને પકડી નામ પૂછતાં એકે ભાર્ગવ ભરત વાછાણી (રહે. હાલ-શાપર મેઇન રોડ,મુળ જામકંડોરણા,) બીજાએ પોતાનું નામ ભૌતીક અમૃત કથીરીયા (રહે. રાજકોટ મવડી ચોકડી પાસે,મુળ.કેશોદ) અને ત્રીજાએ પોતાનું નામ કૃષીલ હરેશભાઇ કથીરીયા ( રહે.હાલ રાજકોટ મવડી ચોકડી પાસે,મુળ ગામ-ચર, કેશોદ) હોવાનુ જણાવ્યું હતું.અને પોલીસે બાચકાઓ બહાર કાઢી જોતા તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 309 બોટલ મળી આવતાં પોલીસે કુલ રૂ.76 હજારનો દારૂ મળી કુલ રૂ.2.26 લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.