Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ખાખી શર્મસાર’: PIએ ટોલનાકે મચાવી ધમાલ, મહિલા પોલીસ બૂટલેગર સાથે દારૂની હેરાફેરી કરતા પકડાઈ !

Mon, July 1 2024

કોડીનારના પીઆઈ ભોજાણીએ આઈકાર્ડ બતાવવા જેવી બાબતે કર્મચારીને ધોકાવી મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પકડવા માટે દોડધામ

સીઆઈડી ક્રાઈમમાંકહેવા પૂરતી’ ફરજ બજાવતી નીતા ચૌધરીએ કુખ્યાત બૂટલેગર સાથે મળી પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરતાં ફાયરિંગ: બન્નેને દબોચી લેવાયા



ડિસિપ્લીન ફોર્સ ગણાતી ખાખી' મતલબ કે પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવી બબ્બે ઘટના પોલીસ ચોપડે નોંધાતાં સનસનાટી મચી જવા પામી છે. આ બન્ને ઘટના આમ તો અલગ-અલગ જિલ્લામાં બની હતી પરંતુ બન્નેમાંખાખી કનેક્શન’ નીકળતાં લોકો આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા વગર રહી શકે તેમ નથી. કોડીનાર પોલીસ મથકમાં પીઆઈ જેવી ઉંચી પોસ્ટ પર કાર્યરત એક અધિકારીએ આઈકાર્ડ બતાવવા તેવી સામાન્ય બાબતે ટોલનાકે ધમાલ મચાવી કર્મચારીને બેફામ માર માર્યા બાદ મોબાઈલની લૂંટ ચલાવ્યાનો ગુનો નોંધાયો છે તો ભચાઉ પાસે સીઆઈડી ક્રાઈમ જેવી સંવેદનશીલ બ્રાન્ચમાં કાર્યરત મહિલા પોલીસ બૂટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી પકડાઈ જતાં ચકચાર મચી છે.


બૂટલેગર સાથે મળીને દારૂની હેરાફેરી તેમજ પાર્ટી' કરતી સીઆઈડી ક્રાઈમ-ગાંધીધામની મહિલા પોલીસ નીતા વશરામભાઈ ચૌધરી તેમજ તેના બૂટલેગરમીત્ર’ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે ભચાઉ પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે યુવરાજસિંહ તેની થાર ગાડીમાં દારૂનો જથ્થો લઈને આવી રહ્યાની બાતમી મળતાં જ ભચાઉ પોલીસ તેમજ એલસીબીની ટીમે તેને પકડવા ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈ-વે ઉપર આવેલી ગોલ્ડન ઈગલ હોટેલની સામે બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. આ વેળાએ યુવરાજસિંહ ગાડી લઈને આવતાં તેને અટકાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવરાજસિંહે ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયાસ કરતાં ફરજ પરની પોલીસે ગાડી પર ફાયરિંગ કરવું પડ્યું હતું જેથી ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં યુવરાજને પકડી લેવાયો હતો. ધરપકડ બાદ ગાડીનું ચેકિંગ કરતાં તેમાંથી નીતા ચૌધરી પણ મળી આવી હતી સાથે સાથે દારૂ-બીયરનો જથ્થો મળી આવતાં બન્ને સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.


આ જ રીતે કોડીનાર પોલીસ મથકના પીઆઈ ભોજાણી તેમજ તેની સાથે રહેલા ૨૦થી ૨૨ લોકો સામે વંથલી પોલીસે મારામારી અને લૂંટનો ગુનો નોંધ્યો છે. પીઆઈ ભોજાણી કાળા રંગની સ્કોર્પિયો કાર લઈ વંથલીના ગોદોઈ ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે ત્યાં રહેલા ભાવેશ ટાટમિયાએ આઈકાર્ડ માંગતાં જ પીઆઈ ઉશ્કેરાઈ ગયા હતા અને કાર્ડ કેમ માંગ્યું તેમ કહી ફડાકા ઝીંકી દીધા હતા. આટલેથી નહીં અટકી પીઆઈએ ટોલ કર્મચારી ભાવેશનો પીછો કરી લક્કી ધાબા પાસે પહોંચીને ભાવેશની કારને આંતરી હતી. આ વેળાએ તેની સાથે અન્ય વીસેક શખ્સો પણ હોય તે બધાએ મળીને ભાવેશને ઢોરમાર મારીને તેની પાસે રહેલો ૨૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ લૂંટીને ફરાર થઈ જતાં વંથલી પોલીસે ગુનો નોંધી પીઆઈ સહિતનાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પીઆઈ ભોજાણી ફરાર થઈ ગયા છે, ધરપકડ માટે કાર્યવાહી ચાલું: ડીવાયએસપી
દરમિયાન આ અંગે વંથલી ડીવાયએસપી બીપીન ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે પીઆઈ ભોજાણી સહિતના સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે તેમની ધરપકડ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ તેઓ ફરાર થઈ ગયા હોય લોકેશનના આધારે તેમનું પગેરું દબાવીને પકડવામાં આવશે. પીઆઈ ઉપરાંત તેની સાથે રહેલા શખ્સોની પણ શોધખોળ ચાલી રહી છે.

નીતા-યુવરાજસિંહ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો: એસપી
બૂટલેગર સાથે દારૂની હેરાફેરી કરતા પકડાયેલી સીઆઈડી ક્રાઈમની મહિલા પોલીસ નીતા ચૌધરીએ પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરતાં બન્ને સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એસપી સાગર બાગમારે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે આ બૂટલેગર અને મહિલા પોલીસ વચ્ચે શું સંબંધ છે તેની પણ તપાસ ચાલી રહી છે.

Share Article

Other Articles

Previous

ચૂંટણીમાં રૂપાલા – ધાનાણીએ કેટલા ખર્ચ્યા ? આજે હિસાબ

Next

રાજકોટ જિલ્લાનાં ૮ ડેમોમાં નવા નીર આવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
34 મિનિટutes પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
44 મિનિટutes પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
50 મિનિટutes પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

દિલ્હી એરપોર્ટ પર સ્થિતિમાં થયો સુધારો : માઈક્રોસોફ્ટના સંકટ વચ્ચે કેટલીક સ્ક્રીન ઉપર કામ શરુ
Breaking
2 વર્ષ પહેલા
ઈન્ડિયા ગઠબંધનમાં ગાબડા : વધુ એક નેતા કોંગ્રેસને આંચકો આપવાની તૈયારીમાં, હવે કોણે કહ્યું’ગઠબંધન સમાપ્ત કરી નાખો’
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
બ્રેકિંગ ન્યૂઝ
4 દિવસ પહેલા
કેજરીવાલ જંતર મંતર ખાતે જનતા દરબાર ભરશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર