- ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી દારૂ ભરેલી સ્કોર્પિયો કાર સાથે બેને દબોચ્યા : રૂ.11.79 લાખનો મુદામાલ કબજે કર્યો ,નામચીન બુટલેગરની શોધખોળ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના નામચીન બુટલેગર હર્ષદ મહાજનને મંગાવેલો રૂ.2.50 લાખના દારૂ તેને ડિલેવર થાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી પકડી પાડ્યો હતો. અને દારૂની 1044 બોટલ,સ્કોર્પિયો કાર અને મોબાઈલ મળી કુલ રૂ.11.79 લાખનો મુદામાલ કબજે કરી બે બુટલેગરની ધરપકડ કરી છે.
માહિતી મુજબ કુવાડવામાં પાસેથી પસાર થઈ રાજકોટમાં દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચનાને મળી હતી. જેથી પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબદારીમાં ટીમ રાજકોટ-અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે વોચમાં હતી. ત્યારે માર્ગ પર નંબર વગરની કાળા કલરની સ્કોર્પિયો કાર પસાર થતાં તેને રોકી હતી. અને ચેક કરતાં તેમા વિદેશી દારૂની 1044 બોટલો મળી આવી હતી. જેથી દારૂના જથ્થા સાથે ચાલક ઉતમારામ જગનારામ પુરોહીત (ઉ.વ. ૨૯) (રહે. નરસિંહપરા,ધ્રાંગધ્રા) અને સાથે બેઠેલા ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાઉ (ઉ.વ. ૩૮) (રહે. કોઠારિયા ચોકડી બ્રહ્માણી હોલવાળી શેરી ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૬)ને પકડી પાડયા હતા. અને બંનેની પૂછતાછ કરતાં તેઓને આ દારૂનો જથ્થો ધ્રાંગધ્રાના રવિએ મોકલ્યો હતો. અને આ દારૂની ડિલેવરી રાજકોટના નામચીન બુટલેગર હર્ષદ મહાજનને કરવાનો હોવાની કબૂલાત આપી હતી. જ્યારે પકડાયેલો ચન્દ્રેશ ઉર્ફે કાળીયો અગાઉ વિદેશી દારૂના ૧૩ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
આટકોટ પાસેથી દારૂની 888 બોટલો સાથે એસીબીએ બે રાજસ્થાનીની ધરપકડ કરી

રાજકોટ એલસીબીએ પણ આટકોટ પાસેથી વિદેશી દારૂનો દરોડો પાડી દારૂની 888 બોટલો સાથે બે રાજસ્થાની શખ્સોનો ધરપકડ કરી રૂ.23.45 લાખનો મુદામાલ કબજે કર્યો છે. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.જી. બડવા, પીએસઆઇ એચ.સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન બાતમી આધારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના આટકોટ – ગોડલ રોડ પરથી ફોર્ચ્યુનર ફોરવ્હીલ કારમાંથી વિદેશી દારૂની 888 બોટલો સાથે આરોપીઓમાં રાજસ્થાનના નરેશકુમાર પહાડજી પુરોહિત અને ગુલાબખા અનવરભાઈ મુસ્લાને પકડી પાડયા હતા.અને દારૂની બોટલો,કાર અને મોબાઈલ મળી રૂ.23.45 લાખનો મુદામાલ કબજે કરી આરોપીઓની પૂછતાછ કરી સપ્લાયર અંગે માહિતી મેળવવા તપાસ હાથધરી છે.
