રાષ્ટ્રપતિ રાજકોટના અગ્નિકાંડની ઘટના કેમ ભૂલી ગયા ? : શક્તિસિંહ
દ્રૌપદી મુર્મુએ સંસદમાં આપેલા અભિભાષણ અંગે વ્યક્ત કરી નારાજગી
સંસદમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે અભિભાષણ આપ્યું તેના પર કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિનું અભિભાષણ સરકારની નીતિ અને નિયત દર્શાવતું હોય છે .દુઃખ સાથે કહેવું પડે છે કે એનડીએ ની સરકાર માં રાષ્ટ્રપતિ અભિભાષણ આપ્યું તેમાં માનીતાને લાભ થાય તે સિવાય કશું નથી.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે, આજે અભિભાષણ જોયુ અને સાંભળ્યું ત્યારે ગુજરાતના પ્રતિનિધ તરીકે મેં અનેક સુધારાત્મક મુદ્દાઓ મૂક્યા હતા. મને દુઃખ છે રાજકોટના ગેરકાયદેસર ચાલતા ગેમઝોનમાં ૩૦ લોકોના મોતની કરુણ ઘટના બની તેનો કોઈ ઉલ્લેખ, મૃતક આત્માને શ્રધાંજલિ અને ન્યાય કે વળતર માટે એક શબ્દ નથી બોલ્યા જે દુઃખદ કહેવાય. સાથે જ ગુજરાતની એક દીકરી અરિહા શાહ ને જર્મની સરકારે માં બાપ થી જુદી પાડી છે જેમાં ભારત સરકારે કોઈ કામ નાં કર્યું તેનો પણ ઉલ્લેખ નથી કર્યો.
ઉપરાંત ભાજપ સરકારે મોટી વાતો કરી હતી જેમાં કાળુંધન પરત લાવીશું પરંતુ કાળું ધન વધ્યું પરંતુ અભિભાષણ માં તેનો કોઈ ઉલ્લેખ નહીં કરતા શકિતસિંહ ગોહિલે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ ગુજરાતના માછીમારોને પાકિસ્તાન મરીન ધરપકડ કરી જેલમાં બંધ કરી દે છે તેની ચિંતા પણ અભિ ભાષણમાં નાં કરી.
તેઓએ કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા અભિભાષણ માં ખેડૂતો ની શું સ્થિતિ છે તેનો પણ કોઈ ઉલ્લેખ નથી કર્યો.રેલવે માં સીનીયર સીટીઝન પત્રકારો અને ખાસ વર્ગના લોકોને ટિકિટ પર આપવામાં આવતા કન્સેસન કોવિડ માં બંધ કરાયા હતા તે પુનઃ ચાલુ નથી કર્યું તેના પણ પર કોઈ વાત નથી કરી દેશ સહિત રાજ્યમાં વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવો મોંઘવારી સહિતના મુદ્દાઓ પર પણ અભિભાષણ માં કોઈ વાત નાં કરી. સાથે જ દેશનો સૌથી ચર્ચિત કેસ NEET ની પરીક્ષામાં થયેલા કૌભાંડમાં સરકાર શું કરવા માગે છે તેના પર પણ કોઈ ઉલ્લેખ નથી કર્યો.
