યાત્રી વાહનોનું વેચાણ કેવું રહ્યું ? જુઓ
મે મહિનામાં સ્થાનિક પેસેન્જર વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે એક ટકાનો ઘટાડો થયો હતો કારણ કે તીવ્ર ગરમી અને ચૂંટણીને કારણે માંગને અસર થઈ હતી. ઇન્ડસ્ટ્રી બોડી ફાડાએ એ સોમવારે આ જાણકારી આપી હતી. પેસેન્જર વાહનોનું રજીસ્ટ્રેશન મે મહિનામાં ઘટીને 3,03,358 યુનિટ થયું હતું, જે મે 2023માં 3,35,123 યુનિટ હતું.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “ડીલર્સે ગયા મહિને વેચાણમાં ઘટાડા માટેના મુખ્ય કારણો તરીકે ચૂંટણી, સળગતી ગરમી અને બજારમાં તરલતાની સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે.”
તેમણે જણાવ્યું હતું કે બહેતર પુરવઠો, કેટલાક બાકી બુકિંગ અને ડિસ્કાઉન્ટ સ્કીમ હોવા છતાં નવા મોડલનો અભાવ, તીવ્ર સ્પર્ધા અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો દ્વારા નબળા માર્કેટિંગ પ્રયાસોએ પણ વેચાણને અસર કરી હતી. સિંઘાનિયાએ જણાવ્યું હતું કે અતિશય ગરમીના કારણે શોરૂમની મુલાકાત લેનારા ગ્રાહકોની સંખ્યામાં લગભગ 18 ટકાનો ઘટાડો થયો હતો.
મે મહિનામાં ટુ-વ્હીલરનું વેચાણ બે ટકા વધીને 15,34,856 યુનિટ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 14,97,778 યુનિટ હતું. ગયા મહિને થ્રી-વ્હીલરનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 20 ટકા વધીને 98,265 યુનિટ થયું હતું.
કોમર્શિયલ વાહનોનું વેચાણ ગયા મહિને ચાર ટકા વધીને 83,059 યુનિટ થયું હતું, જે મે 2023માં 79,807 યુનિટ હતું. ફાડા 15 હજારથી થી વધુ મોટર વ્હીકલ ડીલરશીપનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે દેશભરના 1,503 આરટીઓમાંથી 1,360 વાહન રિટેલ ડેટા એકત્રિત કર્યા છે.