પોરબંદરમાં મનસુખ માંડવીયા પર મતનો વરસાદ : ૩.૮૦ લાખ મતની લીડથી જીત્યા
- કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની સતત બીજી વખત હાર
વોઇસ ઓફ ડે – પોરબંદર
પોરબંદર લોકસભા બેઠક ઉપર મનસુખભાઈ માંડવીયાની રેકોર્ડ બ્રેક જીત થતા કાર્યકરોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રી તરીકેની જવબદારી સંભાળતા અને ભાજપના ટોચના નેતા મનસુખ માંડવિયાને પો૨બંદરે ખોબલે ખોબલે મત આપ્યા છે.
પોરબંદર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ની સતત લોકસભા ચૂંટણીની બીજી ટર્મમાં હાર થઈ છે ભાજપના મનસુખ માંડવીયાને 3,80,000 થી પણ વધુની લીડ મળી છે એટલે કહી શકાય કે પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે.
આજે શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા સતત આગળ નીકળી રહ્યા હતા તેઓની લીડ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા કાપી શક્યા ભાજપની જંગી લીડ સાથે વિજેતા થતા ભાજપના કાર્યકર્તાઓમાં પણ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પોરબંદર લોકસભા બેઠક પર નજર કરીએ તો ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. પણ કોંગ્રેસ તેમજ કેટલાક વિરોધી લોકોએ ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાને આયાતી ઉમેદવાર ગણાવી તેની હાર થશે એવું કહી રહ્યા હતા પરંતુ આ તમામ પાસાઓ પોરબંદર લોકસભા બેઠક ઉપર ફેલ થયા છે અને પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની પોરબંદર બેઠક ઉપર ઐતિહાસિક 3,80,230 ની જંગી લીડ સાથે તેઓ વિજેતા બન્યા છે.
લોકસભા ચૂંટણી – 2024 નું પોરબંદર બેઠકનું ચૂંટણીનું પરિણામ
ઉમેદવાર / પક્ષ – ભાજપ
મનસુખ માંડવીયા – 6,25,692
ઉમેદવાર/ પક્ષ – કોંગ્રેસ
લલિત વસોયા – 2,45,677
3,80,230 ની લીડ સાથે મનસુખભાઈ માંડવીયા જીત્યા