Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સાચવજો ! રાજકોટમાં પાંચ દિ’ ગરમી ભૂક્કા કાઢશે !

Tue, May 21 2024

મહાપાલિકાએ રેડ એલર્ટ' જાહેર કર્યું

૨૪ સુધી તાપમાનનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચવાની શક્યતા

બપોરે ૧૨થી ૩ ઘરમાં જ રહેવા સુચન

આખા ગુજરાતમાં તાપમાનનો પારો ચરમસીમાએ પહોંચી ગયો છે અને અગન આગ ઓકી રહ્યું છે. રાજકોટમાં ગરમી ઘટવાનું નામ જ લઈ રહી ન હોય તેમ પારો ઉંચે જઈ રહ્યો છે. દરમિયાન આગામી પાંચ દિવસ સુધી શહેરમાં ગરમી ભૂક્કા કાઢી નાખે તે રીતે પડનાર હોવાથી મહાપાલિકા તંત્ર દ્વારારેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.


મહાપાલિકા દ્વારા તા.૨૦થી તા.૨૪ દરમિયાન મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચી જવાનું અનુમાન હવામાન વિભાગ-અમદાવાદની આગાહી પ્રમાણે લગાવ્યું છે. એકંદરે પાંચ દિવસ હિટવેવની પરિસ્થિતિ રહેવાની હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે.


આ દરમિયાન તંત્ર દ્વારા લોકોને એવી અપીલ પણ કરવામાં આવી છે કે હિટવેવની સ્થિતિમાં જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું જોઈએ. મુસાફરી કરતી વખતે પીવાનું પાણી ફરજિયાતપણે સાથે રાખવું જોઈએ. આ ઉપરાંત બને એટલો સમય ઘરમાં જ રહેવું જોઈએ અને ઘરમાં હવાની અવર-જવર યોગ્ય રીતે રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને ખાસ કરીને બપોરે ૧૨થી ૩ વાગ્યાની વચ્ચે ઘરમાં રહેવું હિતાવહ ગણાશે. આ જ રીતે બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાળી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ અને ખુલ્લા પગે બહાર નીકળવું ન જોઈએ.
ભારે ગરમી હોવાને કારણે આલ્કોહોલ, ચા, કોફી અને કોર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં લેવાનું ટાળવું જરૂરી છે.

હિટ સ્ટ્રોકનાં લક્ષણો

  • શરીરના તાપમાનમાં વધારો
  • ગભરામણ થવી
  • ઉલટી-ઉબકા આવવા
  • પરસેવો બંધ થવો
  • બેભાન થઈ જવું

ગરમીમાં રોગચાળાએ માથું ઉંચક્યું: તાવ-ઝાડા-ઊલટીના કેસ વધ્યા
એક બાજુ રાજકોટમાં ગરમી બોકાસો બોલાવી રહી છે ત્યારે બીજી બાજુ રોગચાળો પણ એટલો વધી રહ્યો છે. મનપાના સાપ્તાહિક આરોગ્ય રિપોર્ટમાં ડેંગ્યુના બે, શરદી-ઉધરસના ૫૨૭, સામાન્ય તાવના ૩૦૪ અને ઝાડા-ઊલટીના ૨૯૨ તેમજ ટાઈફોઈડના બે કેસ નોંધાયા છે. આગામી સપ્તાહે રોગચાળામાં ઉછાળો આવવાની શક્યતા પણ નિષ્ણાત તબીબો કરી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

આજે અમદાવાદમાં IPLનો ક્વોલિફાયર-૧ મુકાબલો

Next

હીટવેવથી કેવી રીતે બચવું? માઈકથી કરાઇ રહ્યો છે પ્રચાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
New Whatsapp Rules: હવે દર 6 કલાકે WEB WhatsApp થશે લોગ આઉટ, સરકાર લાવી રહી છે નવા નિયમ, જાણો તમામ માહિતી
25 મિનિટutes પહેલા
ફૂડ પોઇઝનિંગ કે પોઇઝનિંગ? ત્યક્તાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત,પોસ્ટમોર્ટમ વિના જ લાશ સોંપી દીધી!
45 મિનિટutes પહેલા
રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
58 મિનિટutes પહેલા
ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2703 Posts

Related Posts

“તારું ફેસબૂક બંધ કરી દેજે નહિતર તને મારી નાખીશ” કહી શખ્સની સગીરાને ધમકી
રાજકોટ
2 વર્ષ પહેલા
કચ્છમાં આવેલી છે આ અદભુત જગ્યા જે વિદેશના સ્થળોને આપી શકે છે ટક્કર !!
ગુજરાત
2 વર્ષ પહેલા
ભારત સાથે વેપાર કરાર કરવાનો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો ઇનકાર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સંસદના બંને ગૃહોમાં કર્ણાટકના મુસ્લિમ અનામતના મુદ્દા પર ભારે હંગામો : ભાજપના સભ્યોએ વિરોધ કર્યો, મંત્રી કિરણ રીજીજુએ કોંઞી નેતા ખડગેનો જવાબ માગ્યો
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર