રોહિત શર્મા બાદ હવે કોહલીએ હાર્દિકનો હુરિયો’ બંધ કરાવ્યો
જેવી કોહલીએ અપીલ કરી કે આખું સ્ટેડિયમ હાર્દિક...હાર્દિક કરવા લાગ્યુંહાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો હજુ પણ કેપ્ટન માનવા માટે તૈયાર નથી ! મુંબઈએ અત્યાર સુધી પાંચ મેચ રમી છે પરંતુ પાંચેયમાં હાર્દિકેહુરિયા’નો શિકાર બનવું પડ્યું છે. વાનખેડેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુકાબલામાં પણ હાર્દિકે આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો પરંતુ વિરાટ કોહલીએ દરમિયાનગીરી કરીને દર્શકોને શાંત કરાવ્યા હતા. અગાઉ રોહિત શર્માએ આવું કરીને સૌને દિલ જીત્યા હતા.
હાર્દિક જેવો બેટિંગમાં ઉતર્યા કે લોકોએ તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. આ દરમિયાન ફિલ્ડિંગ કરી રહેલા કોહલીએ દર્શકોને આવું કરતાં રોક્યા હતા. કોહલીએ ઈશારા થકી કહ્યું કે તે હાર્દિકનો વિરોધ ન કરે. બસ, વિરાટે આટલું કહ્યું કે આખું સ્ટેડિયમ હાર્દિક…હાર્દિક…કરવા લાગ્યું હતું. હાર્દિકની તરફેણમાં સૂત્રોચ્ચાર થઈ રહ્યાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. બન્ને વીડિયો ઘણા રસપ્રદ છે. કોહલી ઘણી વખત આ અંદાજમાં પોતાના ખેલાડીઓને સપોર્ટ કરે છે.
