જડેશ્વર સોસાયટીમાં અડધો દિવસ બંધ પડેલા મકાન માંથી રૂ.63 હજારની ચોરી
પિતરાઇ ભાઈના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
રાજકોટમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો છે. ખોખડદળ નદીના પુલ પાસે વેલનાથપરાની બાજુમાં જડેશ્વર સોસાયટીમાં શેરી નં. ૧માં રહેતા રોહીતભાઇ જીણાભાઇ ધોળકીયાના સવારથી સાંજ સુધી બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ.63 હજારની ચોરી કરી ગયા હતા.
રોહીતભાઇ જીણાભાઇ ધોળકીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા ૨૭/૨ના રોજ પોતે પરિવાર સાથે 150 ફૂટ રિંગ રોડ ઉપર ખોડીયારપરામાં રહેતા કાકાના દીકરા મયુર દિનેશભાઇ ધોળકીયાના લગ્નમાં ગયા હતા. બાદ સાંજે લગ્નમાંથી પરત આવતા દરવાજાનું તાળુ તેટલુ હતું. અંદર જઇને તપાસ કરતા રૂમમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. અને કબાટ ખુલ્લો અને તિજોરી તુટેલી હતી જેમાં રાખેલ રૂા.૬૩૦૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાનું જાણવા મળતા આ બનાવ અંગે તુરત જ પોલીસને જાત કરતા આજીડેમ પોલીસ જડેશ્વર સોસાયટીમાં ચોરીના બનાવ સ્થળ પર પહોંચી રોહિતભાઈની ફરિયાદ નોંધી તસ્કરનું પગેરું મેળવવા તપાસ હાથધરી હતી.