ઓડિશામાં ભાજપ-બીજુ જનતાદળ વચ્ચે ન જામ્યુ
ઓડિશામાં મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ભાજપની ગઠબંધનની વાતચીત નિષ્ફળ ગઈ છે. ભાજપ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે પાર્ટી આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે.
હકીકતમાં, ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળ વચ્ચે ગઠબંધનને લઈને રાજ્યમાં ઘણા દિવસોથી બેઠકો ચાલી રહી હતી. બંને પક્ષો ગઠબંધન હેઠળ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડશે તેવી જોરદાર ચર્ચા હતી, પરંતુ મામલો અટકી ગયો છે અને ભાજપે હવે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી વિવિધ બાબતોમાં અમને સાથ આપવા બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ઓડિશાના લોકોની આશાઓ, ઈચ્છાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓડિશાને વિકસિત બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટી આ વખતે તમામ 21 લોકસભા બેઠકો અને 147 વિધાનસભા બેઠકો પર એકલા ચૂંટણી લડશે.”