અયોધ્યામાંથી પકડાયેલા ત્રણ શખ્સોના ખાલીસ્તાની તણાવાળા
અયોધ્યામાં ભાંગફોડનું ભયંકર ષડયંત્ર?
અયોધ્યા અને રામ મંદિર સાઈટની રેકી કરતા હતા
શુક્રવારે અયોધ્યામાં ત્રિમૂર્તિ હોટેલ સામેથી વાહન ચેકિંગ દરમિયાન એક એસયુવી માંથી પોલીસે શંકાને આધારે પકડેલા ત્રણ શખ્સોના તાર ખાલિસ્તાની આતંકી ગુરુપત્વાનસિંઘ પન્નુમ સાથે જોડાયેલા હોવાનું ખુલતા અયોધ્યામાં ભાંગફોડ કરવાના એક સંભવિત કાવતરાનો પર્દાફાશ થયો હતો
પોલીસે શુક્રવારે રાજસ્થાનના સિકર જિલ્લાના શંકર દુદાસ અને પ્રદીપ પુનિયા તથા જૂનજૂનુ જિલ્લાના અજીતકુમાર શર્મા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. એ પૈકીનો શંકર દુદાસ ખુંખાર ગુનેગાર હોવાનું ખુલ્યું હતું. તે ગુરુપત્વાનસિંહ તથા કેનેડામાં સપ્ટેમ્બર મહિનામાં ભેદી સંજોગોમાં માર્યા ગયેલા આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકાના સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું. શંકર દુદાસને અયોધ્યા અને રામ મંદિર સાઈટની રેકી કરી નકશા બનાવવાની જવાબદારી સોંપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ શંકર દુદાસ પાસેથી બે અલગ અલગ આઈડેન્ટી પ્રુફ મળ્યા હતા. તેની એસયુવી કારના રજીસ્ટ્રેશન પેપર પણ બનાવટી હતા. તેના મોબાઈલ ફોન નું સીમકાર્ડ કોઈ ધર્મવીર મહાલાના નામે હતું. પોલીસની આંખોમાં ધૂળ નાખવા માટે તેણે એસયુવી પર ભગવી ધ્વજા લગાવી હતી.
દુદાસ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રાજેન્દ્ર જાટ નો ગાઢ સાથી હતો. 2011માં કોંગ્રેસના યુવા નેતા રામકૃષ્ણ સિંઘ અને 2014માં બિકાનેરની જેલમાં બલવીર નામના કેદી ની હત્યા સહિત તેની સામે સાત ગુના નોંધાયા હતા. બિકાનેરની જેલમાં તેનો પરિચય શીખ આતંકવાદી લખબીર સિંઘ ઉર્ફે લાડા સાથે થયો હતો અને તેના માધ્યમથી તે પન્નુમ તથા સૂખા દુનેકે ના સંપર્કમાં આવ્યો હતો. દુનેકેની હત્યા થઈ ત્યાં સુધી તે તેની સાથે સંપર્કમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
