માધાપર ચોકડી: એક તરફનો સર્વિસ રોડ ન બનતા મુશ્કેલી ભોગવતા વાહનચાલકો
તત્ર દ્વારા બ્રિજના લોકાર્પણના ત્રણ માસ બાદ જમીન સપાદન માટે કાર્યવાહી શરૂ કરાઇ: જો કે એક તરફના સર્વિસ રોડ પર જીવના જોખમે વાહન લઈને પસાર થવા મજબૂર બનતા લોકો
રાજકોટમા માધાપર ચોકડી કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બન્યો પરતુ સાઢિયા પુલ, સિવિલ હોસ્પિટલથી માધાપર તરફ જવાના રસ્તા પર એક બાજુનો સર્વિસ રોડ ચાલુ ન કરતા હોસ્પિટલ તરફથી મોરબી રોડ તરફ જવા માટે વાહનચાલકોને રોંગ સાઇડમા જવુ પડે છે. અહી સવારના સમયે તેમજ સાજના સમયે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. નોંધનીય છે કે, જમીન સપાદન મામલે સર્વિસ રોડનો પ્રશ્ન અટવાયેલો રહ્યો હતો જો કે તત્ર દ્વારા જમીન સપાદન અને વળતરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે પરતુ હાલ તો લોકોને મુશ્કેલીનો ભોગ બનવુ પડી રહ્યુ છે.
શહેરમા કરોડોના ખર્ચે બ્રિજ બને છે પરતુ ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર જ રહે છે. થોડા મહિનાઓ અગાઉ જ માધાપર ચોકડીએ બનેલા બ્રિજને ખુલ્લો મુકાયો હતો. બ્રિજ બનવાને કારણે માધાપર ચોકડી સર્જાતા ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના પ્રયાસો કરાયા હતા. જો કે બ્રિજની એક બાજુનો સર્વિસ રોડ શરૂ ન કરતા સમસ્યા હજુ પણ યથાવત છે. નોંધનીય છે કે, સાઢિયા પુલ, સિવિલ હોસ્પિટલ તરફથી મોરબી રોડ તરફ જવા માટે બ્રિજ નીચેથી પસાર થતો સર્વિસ રોડ બધ છે જેને કારણે વાહન ચાલકોને ના છૂટકે જોખમી રીતે રોંગ સાઇડમા જવા મજબૂર બનવુ પડે છે. અહીથી પસાર થતા વાહનો અને મોરબી રોડ પરથી શહેરમા સાઢિયા પુલ, સિવિલ તરફ આવતા વાહનો સામસામે આવી જાય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

નોંધનીય છે કે, બ્રિજના સર્વિસ રોડ પરથી બાઇક, કાર સહિત મોટા વાહનો પણ પસાર થાય છે ત્યારે વાહનચાલકોને જીવન જોખમે પસાર થવાનો વારો આવ્યો છે. બીજી તરફ જે સર્વિસ રોડ બધ છે તે સ્થળ ગાધી સોસાયટીની માલિકીનો હોવાનુ અને બેરીકેટ લગાડી નોટિસ પણ અગાઉ લગાડી હતી. જો કે બ્રિજ બન્યાના ત્રણ માસ બાદ તાજેતરમા જ કલેકટર દ્વારા સર્વિસ રોડ માટે જમીન સપાદન અને વળતરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આ અગે રાજયના મહેસુલ વિભાગ દ્વારા ૧૧-એ નુ જાહેરનામુ પ્રસિદ્ધ કરી દેવામા આવ્યુ છે. માધાપર બ્રીજના સર્વિસ રોડ માટે ગાધી સોસાયટી પાસેની સર્વે ન.૩૭ પૈકીની ૧૪૨૪ ચો.મી. જમીન સપાદીત કરવામા આવનાર છે.
મહત્વની વાત છે કે, બ્રિજના લોકાર્પણ પછી પણ ગાધી સોસાયટી બાજુના સર્વિસ રોડનો પ્રશ્ન જમીન સપાદનના મુદ્દે અટવાયેલો રહેતા સાઢીયા પુલથી માધાપર ચોકડી તરફ જવા માટે બ્રિજ તરફના માત્ર એક જ સર્વિસ રોડ પર બને તરફ વાહનોની અવર-જવર રહેવાને કારણે ટ્રાફિક જામ રહે છે અને કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
