Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં : હીરા બુર્સનું કરશે લોકાર્પણ

Sun, December 17 2023
  • -નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગને ખુલ્લું મુકશે
  • -ભાજપના હજારો કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત ની તૈયારી
  • -હીરાના વેપારીઓ અને રત્ન કલાકારોને સંબોધશે

સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરત આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો તૈનાત રહેશે. ઉપરાંત, સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે.

સુરત ખાતે વડાપ્રધાનનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવાની તૈયારી થઇ ચુકી છે. શહેરમાં ઓએનજીસી બ્રિજ – ઓ.પી ફાર્મની સામે – મનભરી ફાર્મ – રોડ મટીરીયલ ડેપો – ડાલમિયા ફાર્મ – સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે વડાપ્રધાનનું સ્વાગત કરાશે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ વડાપ્રધાનને આવકારશે.

વડાપ્રધાન ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવાના છે અને આ કાર્યક્રમ માટે સુરત હીરા બુર્સની હૂબહૂ પ્રતિકૃતિ બનાવાઈ છે. હીરા, સોનું અને ચાંદી વડે બની 2 કિલોની સુરત બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. . ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે.

સહકારી ધોરણે 3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદ્ઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે.

આ કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ ખુલ્લું મુકશે. આ બિલ્ડીંગમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટ વર્ક કરાયું છે.નવા ટર્મિનલમાં 1800 પ્રવાસીઓ સમાઈ શકે એટલી જગ્યા છે. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના પ્રવાસીઓ માટે બે એક્ઝિક્યુટિવ લોન્જ બનાવાયા છે. નવા ટર્મિનલમાં પાંચ એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. કસ્ટમ ઈમિગ્રેશન અને ચેકિંગ કાઉન્ટરની સંખ્યામાં વધારો કરાયો છે.

PM મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યકમ

સવારે 10:20 એ PM મોદી સુરત એરપોર્ટ પર આવી પોંહચશે. ત્યાર બાદ 10:30 એ નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. 10:45 એ એરપોર્ટ બિલ્ડીંગ થી નીકળીને 11 વાગ્યે ડાયમન્ડ બુર્સ પહોંચશે. જ્યાં પહેલા નવા બનેલા ડાયમન્ડ બુર્સની મુલાકાત લેશે. ત્યારબાદ એક કલાક સુધી ડાયમન્ડ બુર્સના સંચાલકો અને રત્નકલાકારોની સભા સંબોધશે. જ્યાં 4200 ઓફિસના માલિક અને પરિવાર પણ હાજર રહેશે. ત્યારબાદ 12:35 એ ડાયમન્ડ બ્રુશથી નીકળી એરપોર્ટ જશે. જ્યાં 12:55 એ PM મોદી હવાઈ માર્ગે વારાણસી જશે.

Share Article

Other Articles

Previous

BCCIની ભૂલે સૌરાષ્ટ્રના ખેલાડીનું કરિયર મુકી દીધું જોખમમાં !

Next

પ્રેમિકાના ભાઈની ધમકીથી ડરી ઝેરી દવા પી લેનાર યુવકનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો
7 કલાક પહેલા
ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
7 કલાક પહેલા
મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી
7 કલાક પહેલા
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
8 કલાક પહેલા
Categories

નેશનલ

2952 Posts

Related Posts

દિવાળીના તહેવારમાં ટ્રાવેલિંગ ‘મોંઘુ’: ટ્રેનો હાઉસફુલ, બસ અને ફલાઇટનાં ભાડા આસમાને, ટીકીટનાં ભાવ 4 ગણા વધ્યાં
ગુજરાત
5 મહિના પહેલા
‘IT’ની સુપર રેઇડ: પ્રથમ દિવસે જ 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યાં
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ કોર્ટનેં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા નાશભાગ, વકીલો, સ્ટાફ ફટાફટ બહાર નીકળી ગયો, પોલીસ દોડી ગઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
પુષ્કરધામ મેઇન રોડ પર અમુલ પાર્લરમાં વીજળી પડતા આગ ભભૂકી : 30 લાખનું નુકશાન
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર