વેરાવળ-સોમનાથમાં રાજકોટ રેલવે એલસીબીનો વર્લીની ક્લબ ઉપર દરોડો: 21 પકડાયા
રાજકોટ રેલવે એલસીબીએ સોમનાથ-વેરાવળ રેલવે સ્ટેશનના વર્કશોપ પાસે દરોડો પાડી હાજર વર્લીનો જુગાર રમતા 21 શખ્સોને ઝડપી લઈ રૂ.1.32 લાખની રોકડ સહિત રૂ।.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ દરોડામાંઅક્ષય રામજી વાયલુ, યોગેશ ગોવિંદ ગઢીયા, નિતેશ રાશી સોલંકી, હરદાસ ગોરધન વધવા, દીપક ઈન્દ્રલાલ વધવા, , શાહીલ સલીમ શેખ, વસીમ યુસુફ પંજા, પ્રકાશ જેરામ નાગદે, યુસુફ આહમદ લૂલા, મહેશ પરબત ડાંગર, નયન મનસુખ પરમાર, લાખા દેવરાજ મોરી, શબીર બસીર શેખ, સુરેશ રાજુ સોલંકી,મહેશ બાબુ સેવરા, યાકુબ અયુબ કરમતી, મુનીરખા બહાદુરખા લીસારી, ભગા હુકુમતરાય હરવાણી,જગા વરજાંગ ગાવડીયા, જગા ધનજી ગાવડીયા, સલીમ યુસૂફ ભાદરકા ની ધરપકડ કરી હતી. રેલવે પોલીસના પીએસઆઈ ઝેડ.વી.રાયમાને તેમની ટીમે કામગીરી કરી હતી.
