મેહુલની જાળ આખા રાજકોટમાં ફેલાયેલી'ને તે એક વખત ફોન કરે એટલે લલના ગમે તે હોટેલમાં પહોંચી જતી: રિમાન્ડ દરમિયાન રાજકોટમાં લોહીના વેપારના અનેકરાજ’ ખુલવાના ભણકારા: હત્યારા હોટેલ મેનેજરને વેપારીએ ઓળખી બતાવ્યો
રાજકોટની પાર્ક ઈન હોટેલના મેનેજર મેહુલ ચોટલીયાની તેની પ્રેમીકા અલ્પા ઉર્ફે આયેશાની હત્યામાં ધરપકડ બાદ રિમાન્ડ ઉપર પૂછપરછ કરવામાં આવી હતી તેમજ તેની ઓળખ પરેડ પણ કરાઈ છે. પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. દેહવ્યાપારના ધંધામાં ઈમાનદાર'મેહુલ શેઠ’ તરીકે જાણીતા પાર્ક ઈન હોટેલના મેનેજર ઉપર લલનાઓ આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી અને રાજકોટમાં કોઈ પણ જગ્યાએ લલના મેહુલના કહેવાથી તેના વિશ્વાસે પહોંચી જતી હતી.
મેહુલે પૂર્વ આયોજિત કાવતરું રચીને આયેશાની હત્યા કરી હોય આયેશા પાછળ દર મહિને મેહુલ ૮૦થી ૯૦ હજાર રૂપિયાનો ખર્ચ કરતો હતો. રાજકોટમાં મેહુલ ચોટલીયા સાથે આયેશા સહિતની અનેક લલનાઓ સંપર્કમાં હતી અને મેહુલે આયેશા સિવાય અન્ય કોઈ પણ લલના સાથે સંબંધ રાખ્યો ન હોય માત્ર આયેશા સાથે જ તેને નજીકનો સંબંધ હતો.
તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે મેહુલ દ્વારા દેહવ્યાપારની જાળ આખા રાજકોટમાં ફેલાવી દેવાઈ હતી અને મેહુલ અનેક લલનાઓ સાથે સંપર્ક ધરાવતો હોય જ્યારે પણ તેને ગ્રાહકનો ફોન આવે એટલે મેહુલ લલનાને ફોન કરતો અને જો તે લલના ઉપલબ્ધ હોય એટલે બીજી કોઈ જ પ્રકારની વાત કર્યા વગર મેહુલ કહે તે હોટેલ પર ગ્રાહક પાસે પહોંચી જતી હતી. એકંદરે લલનાઓમાં મેહુલ અત્યંત ઈમાનદાર હોવાની છાપ ઉપસી ગઈ હતી. મેહુલ આ પ્રકારે લોહીનો વેપાર ઘણા વર્ષોથી રાજકોટમાં કરતો હોવાનું ખુલવા પામ્યું છે.
દરમિયાન પડધરી પીએસઆઈ જી.કે.ઝાલા સહિતના સ્ટાફે મેહુલે યાજ્ઞિક રોડ પરથી ટ્રોલીબેગ ખરીતી હતી ત્યાં જઈને વેપારીની પૂછપરછ કરતાં વેપારીએ મેહુલને ઓળખી બતાવ્યો હતો. મેહુલે અહીંથી જ ટ્રોલીબેગ ખરીદ કર્યા બાદ અલ્પા ઉર્ફે આયેશાની લાશને તેમાં મુકીને પડધરીના ખામટા ગામે આવેલી સીમમાં લઈ જઈ સળગાવી નાખી હતી.
અનેક ધનવાન' ગ્રાહકો મેહુલના સંપર્કમાં ! પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મેહુલ ચોટલીયા દેહ વ્યાપાર બાબતે મોટું નામ ગણાતો હોય તેના સંપર્કમાં અનેકધનવાન’ ગ્રાહકો રહ્યા છે. એકંદરે ગ્રાહકોને જ્યારે પણ શરીરસુખ માણવાની ઈચ્છા થાય એટલે તેઓ મેહુલનો સંપર્ક સાધીને સઘળી વ્યવસ્થા કરાવતા હોવાની વાત પણ સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
