Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝનેશનલ

સેક્રેટરી જનરલ તમે બધી નૈતિકતા ગુમાવી દીધી છે, રાજીનામું આપો

Thu, October 26 2023

ઇઝરાયેલના પ્રતિનિધિ એ યુએનની સભામાં મહાસચિવ ગુટેરેસનું ઘોર અપમાન કર્યું

ઇઝરાયલ ગાઝા યુદ્ધ અંગે મંગળવારે મળેલા યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના ખુલ્લા ચર્ચા સત્રમાં યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગુટરેસે ગાઝા ઉપરના ઇઝરાયેલના હુમલાને આંતરરાષ્ટ્રીય કાનૂનોનો ભંગ ગણાવ્યા બાદ ઇઝરાયેલના પ્રતિનિધિએ ગુટેરેસ આ પદને લાયક ન હોવાનું જણાવી તેમનું રાજીનામું માંગી લેતા સનાટો પ્રસરી ગયો હતો. યુદ્ધ જેવા પ્રસંગોએ યુનાઇટેડ નેશનની નિર્ણાયક ક્ષમતા તેમજ કાર્યપ્રણાલી અંગે આ અગાઉ પણ અનેક વખત વક્તાઓએ ટીકા કરી છે પણ યુનાઇટેડ નેશનના મહાસચિવનું આ રીતે અપમાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના હતી.


આ સત્રમાં ૯૦ દેશના વક્તાઓ અને વિદેશ મંત્રીઓએ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતા. અમેરિકા અને તેના સાથે દેશી તેમજ પશ્ચિમના દેશોએ હમાસના હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવી ઇઝરાયેલને સ્વરક્ષણનો અધિકાર હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. સાથે જ આ દેશોએ માનવતાવાદી સહાય માટેનો માર્ગ મોકલો કરવાની પણ અપીલ કરી હતી પરંતુ એક પણ દેશે યુદ્ધ વિરામનો ઉલ્લેખ નહોતો કર્યો. ચીન, રશિયા અને પેલેસ્ટાઈને ગાઝા ઉપરના ઇઝરાયેલના હુમલાને આંતરરાષ્ટ્રીય કાનૂનો ભંગ ગણાવી અને સત્વરે યુદ્ધ વિરામ કરવાની અપીલ કરી હતી. બીજી તરફ ઇઝરાયલે હમાસને ખતમ કરી નાખવાનો પોતાનો ઈરાદો ફરી એક વખત જાહેર કર્યો હતો અને યુદ્ધ વિરામની વાતને ફગાવી દીધી હતી.

શું કહ્યું યુએન સેક્રેટરી જનરલે?

યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ગુટેરેસે ગાઝાના નાગરિકો પરના હુમલા તથા વીજળી, પાણી, ફ્યુઅલ અને ગેસનો પુરવઠો બંધ કરી દેવાના ઇઝરાયેલના પગલાને આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલામાં યુએનના કર્મચારીઓ પણ માર્યા ગયા છે હોસ્પિટલો ઉપર પણ હુમલા થયા છે. ગાઝામાં માનવીય કટોકટી સર્જાઇ છે. તેમણે ઉમેર્યું કે ઇઝરાયેલ ઉપરના હમાસનો હુમલો નીંદનીય છે. તેને કોઈ સંજોગોમાં ઉચિત ન ઠેરવી શકાય.પણ સાથે જ કોઈ દેશ આંતરરાષ્ટ્રીય કાનૂન થી ઉપર નથી. બાદમાં તેમણે કહ્યું કે આ હુમલા માટેના કારણોને નજરઅંદાજ ન કરી શકાય. ગાઝાના લોકોએ ઇઝરાયલ ના વસાહતીઓ દ્વારા પોતાની જમીન હડપણથતી જોઈ છે. તેઓ હિંસાનો ભોગ બનતા રહ્યા છે. તેમનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે હજારો લોકો વિસ્થાપિત થયા છે. તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે. ગુટેરેસે એકંદરે ઇઝરાયેલના હુમલાની ખૂબ સંવેદનાભરી પણ સ્પષ્ટ શબ્દોમાં ટીકા કરીને અંતે યુદ્ધ વિરામની અપીલ કરી હતી.

શું કહ્યું ઇઝરાયેલ ના પ્રતિનિધિએ ?

ગુટેરેસે ઇઝરાયેલની ટીકા કર્યા બાદ યુએન ખાતેના ઇઝરાયેલ ના સ્થાયી પ્રતિનિધિ ગીલાદ એરદાને હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોની તસવીરો દેખાડી અને કહ્યું કે હમાસે બાળકો, યુવાનો, યુવતીઓ અને વૃદ્ધોની ક્રૂર હત્યા કરી છે, ગળા કાપ્યા છે, સળગાવી દીધા છે. આ હમાસ સાથે યુદ્ધ વિરામ કેવી રીતે થઈ શકે? તેમણે કહ્યું કે હમાસને ખતમ કરવું એ અમારી ફરજ છે અને અમે ચોક્કસપણે ખતમ કરી જ દેશું. બાદમાં ગુટેરેસ તરફ આંગળી ચિંધી અને તેમણે કહ્યું કે ,’ સેક્રેટરી જનરલ, તમે તમામ નૈતિકતા અને નિષ્પક્ષતા ગુમાવી દીધી છે. હમાસ નો હુમલો અકારણ ન હોવાનું જણાવી તમે આતંકવાદને ઉચિત ઠરાવી રહ્યા છો. તમારા નેતૃત્વ હેઠળનો યુએનનો આ સૌથી વધુ કાળો દિવસ છે. તેમણે ગુટેરેસને રાજીનામુ આપી દેવા અને ઇઝરાયેલ ની માફી માગવા જણાવ્યું હતું.

ઇઝરાયેલ ના વિદેશ મંત્રીએ બેઠક રદ કરી

મંગળવારે ઇઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેન અને સેક્રેટરી જનરલ ગુટેરેસ વચ્ચે બેઠક યોજાવાની હતી પરંતુ યુએનની સભામાં બનેલી આ ઘટના બાદ કોહેને તેમને મળવાનો ઇનકાર કરી દેતા બેઠક રદ થઈ હતી. કોહેને કહ્યું કે ઇઝરાયેલના યહૂદી નાગરિકો ઉપર અત્યાચાર કરનાર પ્રત્યે દયા દાખવનાર સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.

Share Article

Other Articles

Previous

સાંઢિયા પૂલ પર થાંભલાએ સર્જી મોકાણ !!

Next

ગમે તે કરો, તહેવારો પહેલાં રોગચાળો કાબૂમાં લાવો…!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
3 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
4 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
4 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
4 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

PM મોદીના પોસ્ટર પર સ્યાહી ફેંકનારને શોધવા રાજકોટ પોલીસ ધંધે લાગી : રાત્રિના સમયે કારસ્તાન કરાયાનું આવ્યું સામે
ગુજરાત
4 મહિના પહેલા
સેનાની ત્રણેય પાંખને અતિ આધુનિક શસ્ત્રો માટે 7800 કરોડના બજેટ અને મંજૂરી
નેશનલ
2 વર્ષ પહેલા
દુબઈ એર શો દરમિયાન મોટી દુર્ઘટના : ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલીવાર ‘તેજસ’ના પાઇલટનું મોત, જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
રામ નવમીએ તોફાન કર્યા તો ખેર નથી : મમતાની ચેતવણી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર