ભારત માટે અમેરિકાએ કેવો લીધો સહાયક નિર્ણય ? કોને થશે ફાયદો ? જુઓ
અમેરિકાએ ચાલુ વર્ષે ફરીવાર ભારત માટે રેકોર્ડ સંખ્યામાં વિઝા આપવાની જાહેરાત સોમવારે કરી હતી. અમેરિકી દૂતાવાસે એવી માહિતી આપી હતી કે ભારતના પ્રવાસીઓ, સ્ટુડન્ટ અને સ્કિલ વર્કર્સ માટે 2.50 લાખ વધારાના વિઝા એપોઇન્ટમેન્ટ ખોલ્યા છે.
તાજેતરમાં જ બહાર પડાયેલા નવા સ્લોટથી હજારો ભારતીય આવેદકોને સમય પર વિઝા મેળવવામાં સરળતા રહેશે. જેનાથી યાત્રાની સુવિધા મળશે. ભારતમાં અમેરિકી મિશને સતત બીજા વર્ષે 10 લાખ નોન ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પાર કરી લીધી છે.
ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ બાયડને વિઝા પ્રક્રિયાને શ્રેષ્ઠ અને ઝડપી બનાવવા માટે એક લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો અને અમે એ વાયદાને પૂરો કરી રહ્યા છીએ. અમને આ વાતનું ગર્વ છે.
એમણે કહ્યું હતું કે દૂતાવાસ અને 4 વાણિજ્ય દૂતાવાસની અમારી કોન્સ્યુલર ટીમો એ સુનિશ્ચિત કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે કે અમે વધી રહેલી માંગને પૂરી કરી શકીએ. આ પગલાંથી બહાર્ટ અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂતાઈ મળશે.