નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતી મિત્તલ અશ્વિનભાઈ બગડા(ઉ.વ.28) નામની પરિણીતા પાસે સાસરીયાઓએ રૂપિયા એક લાખ દહેજની માંગણી કરતા અને આ બાબતે તેના પર અમાનુષી ત્રાસ ગુજારતા પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે મિતલના પતિ અશ્વિન ભીમજીભાઈ બગડા, સસરા ભીમજીભાઇ બગડા, સાસુ હંસાબેન અને નણંદ જમની સામે ગુનો નોંધ્યો હતો.
મિતલનું માવતર ભડસીયા ગામ છે. લગ્ન થયા બાદ પતિ સહિતના સાસરીયાઓ નાની-નાની વાતોમાં તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ રૂપિયા 1 લાખ દહેજની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોય જેનાથી કંટાળી જઇ પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
