Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

યુએનની સામાન્ય સભામાં નેતન્યાહૂ બોલવા ઊભા થયા તે સાથે જ હોલ ખાલી થવા લાગ્યો

Fri, September 25 2026

વિરોધરૂપે હોલ છોડનારા પ્રતિનિધિઓને નેતન્યાહુએ “નૈતિક કાયર” ગણાવ્યા

ગાઝા યુદ્ધ, ઇઝરાયેલની નીતિઓ અને આંતરરાષ્ટ્રીય ટીકા સામે જોરદાર બચાવ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ એ પોતાના દેશની નીતિઓ અને ગાઝા યુદ્ધ અંગે આક્રમક બચાવ રજૂ કર્યો હતો. જોકે તેમના ભાષણની શરૂઆત થતાં જ અનેક દેશોના પ્રતિનિધિઓએ વિરોધ સ્વરૂપે હોલ છોડી દીધો હતો. નેતન્યાહુએ આ પગલાને “નૈતિક કાયરતા” ગણાવી હતી. પોતાના લગભગ 40 મિનિટના ભાષણમાં તેમણે ઇઝરાયેલ વિરુદ્ધના આરોપોને નકારી કાઢ્યા હતા અને પશ્ચિમી દેશોના કેટલાક નેતાઓ, કતાર અને તુર્કીની ટીકા કરી અને ઇરાન સામે પણ આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા.

નેટન્યાહુ ભાષણ આપવા મંચ પર પહોંચ્યા ત્યારે અનેક પ્રતિનિધિઓ હોલમાંથી બહાર નીકળી ગયા હતા. તેના જવાબમાં તેમણે કહ્યું કે સત્યને દબાવી શકાય નહીં અને  ઇઝરાયેલ સામે ફેલાવવામાં આવતા આરોપો ખોટા હોવાનો દાવો કર્યો. ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની દ્વારા તેમના વિરુદ્ધ કરાયેલા નિવેદનોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો અને ગાઝામાં ઇઝરાયેલે નરસંહાર કર્યો હોવાના આરોપોને ફગાવી દીધા.

નેતન્યાહુએ  પોતાના ભાષણ દરમિયાન ઇઝરાયેલ સાત મોરચાઓ પર લડી રહ્યું હોવાનું જણાવી અને ઇરાન તથા તેના સમર્થક સંગઠનો સામેની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી. તેમણે ઇરાનની સરકાર પર પણ નિશાન સાધતાં કહ્યું કે ત્યાંના લોકો એક દિવસ સત્તાધીશો સામે ઊભા થશે.

ગાઝા યુદ્ધ શરૂ થયા બાદથી ઇઝરાયેલ વધતી જતી આંતરરાષ્ટ્રીય ટીકા અને રાજદ્વારી દબાણનો સામનો કરી રહ્યું છે. છતાં નેતન્યાહુએ જણાવ્યું કે ઇઝરાયેલ પોતાની સુરક્ષા માટેની લડાઈ ચાલુ રાખશે .તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મજબૂત ટેકો મળતો રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધમાં અમેરિકાના લેસર શસ્ત્રોની એન્ટ્રી, હોર્મુઝમાં ઈરાની હુમલાઓ સામે નવતર પ્રયોગ

રાજકીય ભવિષ્ય દાવ પર, ચૂંટણી સભા જેવું ભાષણ

ઇઝરાયેલમાં સામાન્ય ચૂંટણીને હવે પાંચ અઠવાડિયા જેટલો સમય બાકી હોવાથી નેતન્યાહુનું યુએન ભાષણ મોટા ભાગે ચૂંટણી પ્રચાર સભા જેવું ગણાયું હતું. તેમના સમગ્ર સંબોધનનું ઇઝરાયેલની મુખ્ય ટીવી ચેનલો પર પ્રાઇમ ટાઇમમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. મેનહટનમાં ઇઝરાયેલ સમર્થક અને ઇરાન વિરોધી સંદેશાઓ ધરાવતા સેંકડો બિલબોર્ડ તથા ટ્રકો પણ મુકવામાં આવ્યા હતા. જનમત સર્વેક્ષણોમાં સત્તા ગુમાવવાનો ભય વ્યક્ત થઈ રહ્યો હોવા છતાં તેમણે પોતાની સરકારની સુરક્ષા નીતિઓને ચૂંટણી મુદ્દા તરીકે આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઇઝરાયેલ વધતા રાજદ્વારી એકાંતનો સામનો કરી રહ્યું છે

ગાઝા યુદ્ધ બાદ ઇઝરાયેલ સામે વિશ્વભરમાં ટીકા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) દ્વારા જારી કરાયેલા વોરન્ટને કારણે નેટન્યાહુ માટે અનેક દેશોની મુલાકાત મુશ્કેલ બની છે. તાજેતરમાં બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ પશ્ચિમ કાંઠામાં ઇઝરાયેલી વસાહતોને લઈને પ્રતિબંધાત્મક પગલાં જાહેર કર્યા હતા. નેતન્યાહુએ પોતાના ભાષણમાં આ દેશોના નેતાઓ પર દબાણ સમક્ષ ઝૂકી જવાનો આરોપ લગાવ્યો અને તેઓ ઇઝરાયેલ વિરુદ્ધના જૂથોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ન્યૂયોર્કમાં વિરોધ પ્રદર્શન, અનેક લોકોની અટકાયત

નેતન્યાહુના યુએન સંબોધન દરમિયાન ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મથક નજીક સેંકડો લોકો વિરોધ માટે એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓએ “ગાઝાને જીવવા દો” અને “ઇઝરાયેલને શસ્ત્રો આપવાનું બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક લોકોએ માર્ગ અવરોધવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. ગાઝા યુદ્ધ અને મધ્યપૂર્વની સ્થિતિને લઈને નેતન્યાહુની મુલાકાત દરમિયાન શહેરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Tags:

controversyCurrentAffairsCurrentEventsDiplomacyGlobalIssuesGlobalPoliticsInternationalRelationsIsraelIsraelPalestineLeadershipMiddleEastNetanyahunewsPoliticalSpeechPOLITICSPublicReactionSpeechUNUNGeneralAssemblyWorldLeaders

Share Article

Other Articles

Previous

અમેરિકન પ્રતિબંધોની ઐસી તૈસી, ભારત ડીઝલની નિકાસ ચાલુ રાખશે

Next

ઈરાન યુદ્ધમાં અમેરિકાના લેસર શસ્ત્રોની એન્ટ્રી, હોર્મુઝમાં ઈરાની હુમલાઓ સામે નવતર પ્રયોગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ઝુરિચ-દિલ્હી ફ્લાઇટ પૂર્વે પાઇલટ નશાની હાલતમાં પકડાયો: એર ઇન્ડિયાએ સસ્પેન્ડ કર્યો, ડીજીસીએ એ સેફ્ટી ચેક કડક કરવા આપ્યા આદેશ
2 કલાક પહેલા
સરકાર વિરુદ્ધ બોલવા બદલ મારું એન્કાઉન્ટર થઈ શકે છે: વાંગચુક
2 કલાક પહેલા
અમેરિકન પ્રતિબંધોની ઐસી તૈસી, ભારત ડીઝલની નિકાસ ચાલુ રાખશે
2 કલાક પહેલા
યુએનની સામાન્ય સભામાં નેતન્યાહૂ બોલવા ઊભા થયા તે સાથે જ હોલ ખાલી થવા લાગ્યો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3650 Posts

Related Posts

શું તમને પણ આવે છે ઓફિસમાં ઊંઘ ?? આ 5 ટિપ્સ અપનાવવાથી તમારી આળસ અને સુસ્તી થશે દૂર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર કર્યો હુમલો : એક અધિકારી શહીદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પહેલગામ હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી : પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હરિયાણાના પરિણામ અંગે રાહુલ ગાંધીએ શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર