Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વગર મંજૂરીએ સ્કૂલ બંધ કરશો તો 20 લાખનો દંડ:ગુજરાત સરકારનું નવું બિલ લાવશે કડક નિયમો

Wed, September 9 2026

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક, શિસ્તબદ્ધ અને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ ૧૯૭૨ના જૂના શિક્ષણ અધિનિયમમાં મોટા અને ઐતિહાસિક સુધારા કર્યા છે. આગામી વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ થનાર આ નવા સુધારા બિલથી નિયમો વિરુદ્ધ ચાલતી શાળાઓ અને મનમાની કરતા સંચાલકો પર સરકારનો ગાળિયો વધુ મજબૂત બનશે.

રજિસ્ટ્રેશન વગર સ્કૂલ ચલાવવા પર ₹10થી 15 લાખનો દંડ અને જેલ

નવા સુધારા બિલ અનુસાર, ગુજરાત શિક્ષણ બોર્ડમાં નોંધણી કે મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે સ્કૂલ ચલાવનારા સંચાલકો સામે અત્યંત કડક પગલાં લેવામાં આવશે. અગાઉ આવા કેસોમાં માત્ર રૂ. ૧ થી ૨ લાખ સુધીના સામાન્ય દંડની જ જોગવાઈ હતી અને જેલની સજા નહોતી, પરંતુ હવે તેને વધારીને રૂ. ૧૦ થી ૧૫ લાખ સુધીનો દંડ અને ૧ થી ૨ વર્ષની જેલની સજાની સખત જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગેરકાયદે આચાર્ય કે શિક્ષકોની નિમણૂક કરવા પર પણ દંડની રકમ રૂ. ૧૦ હજારથી વધારીને સીધી રૂ. ૧૦ લાખ કરી દેવાઈ છે.

પૂર્વ મંજૂરી વિના સ્કૂલ બંધ કરનારને ₹20 લાખનો દંડ

નિયમ મુજબ કોઈપણ સંચાલકે શાળા બંધ કરવી હોય તો બોર્ડને ૬ મહિના અગાઉ નોટિસ આપીને પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. જો કોઈ સંચાલક આવી કોઈ પણ મંજૂરી કે નોટિસ વગર મનસ્વી રીતે સ્કૂલ બંધ કરી દેશે, તો તેને અગાઉના માત્ર રૂ. ૧ હજારના દંડના બદલે હવે સીધો રૂ. ૨૦ લાખનો મોટો દંડ અને જેલની સજા ફટકારવામાં આવશે. આ સાથે જ શિક્ષકોના રક્ષણ માટે પણ જોગવાઈ કરાઈ છે, જે મુજબ સંચાલકો વ્યાજબી કારણ વગર શિક્ષક કે આચાર્યને સસ્પેન્ડ નહીં કરી શકે અને બોર્ડે આ અંગે ૪૫ દિવસમાં નિર્ણય લેવો પડશે.

આ પણ વાંચો: છૂટકમાં 240 રૂપિયા કિલો!: ખાંડ-ડુંગળી બાદ હવે લીંબુ પણ મોંધા થયા

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાર્કની ભરતીના નિયમો હવે સરકાર નક્કી કરશે

ધોરણ ૯ થી ૧૨ ની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી માટે અગાઉથી જ કેન્દ્રીયકૃત પદ્ધતિ અમલમાં છે. પરંતુ હવે ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી ક્લાર્ક (વર્ગ-૩ ના બિનશૈક્ષણિક સ્ટાફ) ની જગ્યાઓ તેમજ સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતી માટેના નિયમો, પસંદગી પદ્ધતિ, કાર્યરીતિ અને લાયકાતો નક્કી કરવાની તમામ સત્તા પણ સરકાર હસ્તક રહેશે.

સ્પેશ્યલ એજ્યુકેટર્સનો સમાવેશ અને ગ્રાન્ટેડ સ્કૂલોને નવો દરજ્જો

મૂળ ૧૯૭૨ના બિલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ભણાવતા ‘સ્પેશ્યલ એજ્યુકેટર્સ’ નો કોઈ જ ઉલ્લેખ નહોતો, પરંતુ નવા બિલમાં તેમની ભરતી, લાયકાત અને નિમણૂંકને કાયદાકીય દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, અગાઉ ૧૯૭૨ના કાયદા હેઠળ ગ્રાન્ટેડ સ્કૂલોને ‘ખાનગી શાળાઓ’ તરીકે ગણવામાં આવતી હતી, પરંતુ હવે નવા સુધારા દ્વારા તેને ‘સરકાર સહાયિત’ શાળાઓ તરીકે ઓળખવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવનારું આ નવું શિક્ષણ સુધારા બિલ શિક્ષણ ક્ષેત્રમાં ચાલી આવતી અનિયમિતતાઓ અને મનમાનીને ડામવા માટે એક માસ્ટરસ્ટ્રોક સાબિત થશે. તેનાથી જ્યાં એક તરફ ગેરકાયદે ચાલતી શાળાઓ પર લગામ લાગશે, તો બીજી તરફ શિક્ષકો અને કર્મચારીઓના હિતોનું પણ સચોટ રક્ષણ થઈ શકશે.

Share Article

Other Articles

Previous

અમેરિકાના હુમલા બાદ ઈરાનનો પલટવાર: અમેરિકાના 2 યુદ્ધજહાજ અને 8 ટેન્કર નિશાન પર!

Next

છૂટકમાં 240 રૂપિયા કિલો!: ખાંડ-ડુંગળી બાદ હવે લીંબુ પણ મોંધા થયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ભારતીય સ્ટાર ક્રિકેટર અભિષેક શર્મા સાથે બિઝનેસ વુમનનું નામ ચર્ચામાં
26 મિનિટutes પહેલા
અમેરિકા-ઈરાન યુદ્ધથી શેરબજારમાં કડાકો: ક્રૂડ ઓઈલનો ભડાકો
27 મિનિટutes પહેલા
નફાખોરી કરતાં વચેટિયાઑ હટતા માત્ર ૨ દિવસમાં 14 ટન શાકભાજી વેચાઈ જવાથી લોકોની થઈ લાખોની બચત
29 મિનિટutes પહેલા
અમેરિકા-કેનેડા વચ્ચે વેપાર યુદ્ધ ચરમસીમાએ: 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ લાદતું કેનેડા!
30 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

વિશ્વમાં નિષ્પક્ષ વ્યવસ્થા જરૂરી, કોઈ એક કે બે દેશની જ બોલબાલા ન હોવી જોઈએ, ટ્રમ્પની ટેરીફ વધારવાની ધમકી બાદ વિદેશ મંત્રી જયશંકરે આપી પ્રતિક્રિયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનને દાઝ્યા પર વધુ એક ડામ… BSF એ 7 જૈશ આતંકીઓને ઠાર માર્યા, સાંબામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
સોનું-ચાંદી પાછળ છૂટ્યા, કોપર કેમ બન્યું ‘નવું ઓઇલ’? જાણો વિગતવાર અહેવાલ
બિઝનેસ
3 સપ્તાહs પહેલા
થર્ટી ફસ્ટ નજીક આવતા જ શરાબીઓ પર પોલીસે ઘોસ બોલાવી : 27 પીધેલા પકડાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર