Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

કાળઝાળ ડ્રાય સ્પેલ વચ્ચે કચ્છ-દ્વારકા અને જામનગરમાં ચિંતાજનક માહોલ: 10 ઈંચ પણ વરસાદ નહીં, 75 ડેમમાં 25%થી ઓછું પાણી

Wed, September 2 2026

ચાલુ ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા હેત વરસાવી ચૂક્યા છે, પરંતુ રાજ્યના ઉત્તર-પશ્ચિમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે મોટો ભંગ બોલાવ્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અછત જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં સિઝનનો સામાન્ય વરસાદ પણ વરસી શક્યો નથી.

10 તાલુકાઓમાં 10 ઈંચ પણ વરસાદ નહીં

રાજ્યના ૧૦ તાલુકાઓ એવા છે જ્યાં ચાલુ ચોમાસામાં સરેરાશ ૧૦ ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને કચ્છ પંથકમાં વરસાદની સૌથી ખરાબ સ્થિતિ છે. દ્વારકા જિલ્લાના ૪ તાલુકાઓમાં ૧૦ ટકાથી પણ ઓછો વરસાદ પડ્યો છે, જેમાં દ્વારકા તાલુકામાં તો માંડ ૧ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળસંકટ ઘેરૂ બન્યું છે.

જળાશયોમાં ઘટતું જળસ્તર અને કૃષિ પર જોખમ

રાજ્યમાં ૧ સપ્ટેમ્બરની સ્થિતિએ ૭૫ જેટલા જળાશયો એવા છે જ્યાં જળસ્તર ૨૫ ટકાથી પણ નીચે ગયું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ૧૨ ડેમ અને કચ્છના ૨૦ ડેમમાં જળસ્તર ૨૫ ટકાથી ઓછું નોંધાયું છે. અપૂરતા વરસાદને કારણે મગફળી, કપાસ અને અન્ય પાકોના વાવેતરમાં પણ ગત વર્ષની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. આગામી બે સપ્તાહ સૌરાષ્ટ્ર અને કચ્છની કૃષિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે.

આ પણ વાંચો: 35%થી વધુ વરસાદની ઘટ વચ્ચે 50 જગ્યાએ ખેતરમાં સુકાયેલો પાક હોમ્યો, કચ્છ-સૌરાષ્ટ્રમાં દુષ્કાળની માંગ તીવ્ર

કયા તાલુકામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ?

તાલુકોજિલ્લોવરસાદસરેરાશ
દ્વારકાદેવભૂમિ દ્વારકા0.592.28%
કલ્યાણપુરદેવભૂમિ દ્વારકા1.293.41%
પોરબંદરપોરબંદર2.959.34%
ખંભાળિયાદેવભૂમિ દ્વારકા3.589.54%
ભાણવડદેવભૂમિ દ્વારકા3.039.75%
અબડાસાકચ્છ1.8510.28%
માંડવીકચ્છ3.7016.94%
અંજારકચ્છ3.8117.29%
લખપતકચ્છ2.9920.27%
જામનગરજામનગર6.7320.41%


મગફળી, કપાસ, બાજરીમાં ગત વર્ષ કરતાં અત્યારસુધી ઓછું વાવેતર

દેવભૂમિ દ્વારકા
પાક વર્ષ 2026વર્ષ 2025
તુવેર0105
મગ0903
અડદ3207
મગફળી18942170
સોયાબીન3404
કપાસ3343
શાકભાજી2630
ઘાસચારો9999
અન્ય સહિત કુલ21392364
કચ્છ
પાક વર્ષ 2026વર્ષ 2025
બાજરી177263
જુવાર1305
તુવેર18982
મગ169323
કપાસ795778
શાકભાજી79102
અન્ય સહિત કુલ47566493

દુષ્કાળ જાહેર કરવાના માપદંડો

ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની પ્રક્રિયા માત્ર વરસાદની ઓછી ટકાવારી પર આધારિત નથી. સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદના ૭૫ ટકાથી ઓછો વરસાદ થાય ત્યારે દુષ્કાળની શક્યતા તપાસાય છે. આ ઉપરાંત ડ્રાય સ્પેલ (વરસાદનો લાંબો ખેંચારો), વાવેતરમાં ઘટાડો, જમીનમાં ભેજનું પ્રમાણ, પાકની વર્તમાન સ્થિતિ, ભૂગર્ભ જળ અને ડેમોમાં ઉપલબ્ધ પાણી જેવા વિવિધ માપદંડોને ચકાસીને તાલુકાવાર દુષ્કાળ અંગે નિર્ણય લેવામાં આવે છે.

કચ્છ અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં સર્જાયેલી અપૂરતા વરસાદની સ્થિતિ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. જો સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં હવામાન વિભાગની આગાહી મુજબ સારો વરસાદ નહીં આવે, તો પ્રશાસન દ્વારા રાહત અને અછતગ્રસ્ત વિસ્તારો માટે કયા પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્ત્વનું રહેશે.

Share Article

Other Articles

Previous

સામાન્ય બીમારીઓ પણ બનશે જીવલેણ: રાજકોટ અને સૌરાષ્ટ્રમાં AMR (એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ) ના કેસોમાં ચિંતાજનક વધારો

Next

35%થી વધુ વરસાદની ઘટ વચ્ચે 50 જગ્યાએ ખેતરમાં સુકાયેલો પાક હોમ્યો, કચ્છ-સૌરાષ્ટ્રમાં દુષ્કાળની માંગ તીવ્ર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
3 કલાક પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
3 કલાક પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
3 કલાક પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
3 કલાક પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

રૈયા ચોકડી ઓવર બ્રિજ પરથી પડતુ મૂકીને યુવકનો આપઘાત : મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વાલી વારસની શોધખોળ હાથધરી
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં માર્ચના અંતથી સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવાની શરૂઆત
રાજકોટ
3 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી કુવૈત પહોંચ્યા : ભવ્ય સ્વાગત થયું, ભારતીય નાગરિકો ઉમટી પડ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મા આદ્યા શક્તિની આરાધના : રાજકોટનાં પૌરાણિક આશાપુરા મંદિરે રાણીસાહેબ કાદમ્બરી દેવી પરોઢિયે 3 વાગ્યે કરે છે માતાજીનો શૃંગાર
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર