રશિયા ભારતને S-400 મિસાઇલ સિસ્ટમની વધુ 5 યુનિટ આપશે
આધુનિક શસ્ત્રો S500 અને બેલિસટીક મિસાઇલ વિરોધી સિસ્ટમ પણ ભારતને આપવાની ઓફર; દેશની સેના વધુ મારકણી બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન વચ્ચે બિશ્કેકમાં યોજાયેલી મિટિંગ બાદ નવી દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચે યોજાનારી આગામી બેઠક પૂર્વે રશિયાએ ભારત સમક્ષ એક મોટો સૈન્ય પ્રસ્તાવ મૂક્યો છે. ભારત હાલમાં પોતાની એર ડિફેન્સ ક્ષમતા અને ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા તાકીદે વધારવા માંગે છે. આ તકનો લાભ લઈને મોસ્કોએ તેના બે સૌથી અત્યાધુનિક હથિયારો – S-500 એર ડિફેન્સ/એન્ટી-બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ અને Su-57 ‘ફેલોન’ 5th જનરેશન સ્ટીલ્થ ફાઇટર જેટ ભારતને સપ્લાય કરવા માટે આક્રમક પિચ શરૂ કરી છે. ઓપરેશન સિંદૂરમાં પાકની હાલત ખરાબ કરનાર એસ 400 સિસ્ટમની 5 યુનિટ ભારતને મળી શકે છે.
રશિયા દ્વારા અગાઉ સપ્લાય કરવામાં આવેલી S-400 સિસ્ટમે ભારતીય સૈન્યમાં શાનદાર દેખાવ કર્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400 એ પાકિસ્તાની એરબોર્ન અર્લી વોર્નિંગ એરક્રાફ્ટને રેકોર્ડ અંતરે જ તોડી પાડ્યું હતું. આ જ સફળતાને ધ્યાનમાં રાખીને રશિયાએ વધુ 5 S-400 સ્ક્વોડ્રન આપવાની બિડ રજૂ કરી છે. તેની સાથે રશિયા આગામી પેઢીની S-500 સિસ્ટમ પણ આપવા માંગે છે.
આ પણ વાંચો: વડોદરા જઈ રહેલા બે યુવકો પર કાળ બનીને ત્રાટકી આઇસર ટ્રક!
જોકે, ભારત માટે આ નિર્ણય જટિલ છે કારણ કે ભારતે પોતાના સ્વદેશી ‘પ્રોજેક્ટ કુશ’ અને બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામમાં ભારે ટેકનોલોજીકલ રોકાણ કર્યું છે. આથી સ્વદેશી સિસ્ટમ તૈયાર થઈ રહી હોય ત્યારે S-500 ખરીદવું કે કેમ તે મોટો પ્રશ્ન છે.
ભારતીય વાયુસેના હાલમાં ઘટતા ફાઇટર સ્ક્વોડ્રન અને સ્ટીલ્થ ફાઇટર જેટની અછતનો સામનો કરી રહી છે. ચીન પાસે 500 થી વધુ J-20 સ્ટીલ્થ જેટ છે અને પાકિસ્તાન પણ ચીન પાસેથી J-35 મેળવવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં રશિયાએ Su-57 જેટ્સ ટેકનોલોજી ટ્રાન્સફર અને ભારતમા સ્થાનિક ઉત્પાદનની શરત સાથે ઓફર કર્યા છે.
બીજી તરફ, ભારતે છેલ્લા બે દાયકામાં અમેરિકા પાસેથી જેવલિન મિસાઇલ અને ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટરની ખરીદી પ્રક્રિયા આગળ વધારીને હથિયારોમાં વિવિધતા કરી છે.
બીજી તરફ, ભારતે છેલ્લા બે દાયકામાં અમેરિકા પાસેથી જેવલિન મિસાઇલ અને ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટરની ખરીદી પ્રક્રિયા આગળ વધારીને હથિયારોમાં વિવિધતા આણી છે. ભારત પોતાના સ્વદેશી લશ્કરી ઉત્પાદન ક્ષેત્રને પણ મજબૂત બનાવી રહ્યું છે. હવે વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચેની વાતચીત ભારતની આગામી બે દાયકાની સૈન્ય વ્યૂહરચના નક્કી કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.]
