Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કેમ્બ્રિજના અભ્યાસે ISROની “સસ્તી સ્પેસ પાવર” છબિ પર ઊભા કર્યા સવાલ

Mon, August 24 2026

કેમ્બ્રિજ અભ્યાસમાં પ્રતિ કિલોગ્રામ ખર્ચ $13,302 દર્શાવ્યો; ISROએ અહેવાલના ડેટાને ખોટા ગણાવ્યા

અવકાશ ક્ષેત્રમાં ઓછા ખર્ચે મોટી સિદ્ધિઓ હાંસલ કરનાર દેશ તરીકે ભારતની ઓળખ રહી છે. પરંતુ કેમ્બ્રિજ યુનિવર્સિટીના નવા અભ્યાસે દાવો કર્યો છે કે પ્રતિ કિલોગ્રામ ઉપગ્રહ લોન્ચિંગ ખર્ચના મામલે ભારત વિશ્વમાં સૌથી મોંઘું દેશ છે. જોકે ISROના વર્તમાન અને પૂર્વ વડાઓએ આ તારણો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ભારતના અવકાશ કાર્યક્રમ અંગે વર્ષોથી એવી ધારણા રહી છે કે ISRO દુનિયાની સૌથી ઓછી કિંમતમાં મિશન પૂર્ણ કરનારી સંસ્થા છે. પરંતુ કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ઇટાલીની પોલિટેકનિકો ડી ટોરિનોના સંશોધકોના અભ્યાસે આ માન્યતાને પડકાર્યો છે.

અભ્યાસ મુજબ 2025માં ભારતમાં લો અર્થ ઓર્બિટમાં એક કિલોગ્રામ પેલોડ મોકલવાનો સરેરાશ ખર્ચ 13,302 ડોલર રહ્યો હતો, જે અમેરિકા સહિત તમામ મોટા અવકાશ દેશોથી વધુ છે. સંશોધકોનું કહેવું છે કે ભારતના રોકેટ સામાન્ય રીતે નાના પેલોડ લઈ જાય છે, જેના કારણે કુલ ખર્ચ ઓછો હોવા છતાં પ્રતિ કિલોગ્રામ ખર્ચ વધારે દેખાય છે.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે અમેરિકા ખાસ કરીને SpaceXની પુનઃઉપયોગી (Reusable) રોકેટ ટેક્નોલોજી અને ઊંચી લોન્ચ આવર્તનના કારણે ખર્ચમાં મોટો ફાયદો મેળવી રહ્યું છે.

અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત પોતાની સ્પેસ ઇકોનોમીને આગામી દાયકામાં 40થી 45 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય ધરાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ભારતને વૈશ્વિક કોમર્શિયલ લોન્ચિંગ બજારમાં સ્પર્ધાત્મક રહેવું હોય તો વધુ લોન્ચ, મોટા પેલોડ અને પુનઃઉપયોગી રોકેટ ટેક્નોલોજી પર ભાર મૂકવો પડશે.

આ પણ વાંચો: કોઈ દેશનું ચલણ આખી દુનિયાનું નાણું કઈ રીતે બની જાય છે?

મોદીના દાવા સામે સવાલ

2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળયાન મિશનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અમદાવાદમાં એક કિલોમીટર ઓટોરિક્ષા ભાડું 10 રૂપિયા છે, જ્યારે ભારત મંગળ સુધી માત્ર 7 રૂપિયા પ્રતિ કિલોમીટરના ખર્ચે પહોંચ્યું હતું. વર્ષો સુધી ભારતના અવકાશ કાર્યક્રમને “સૌથી સસ્તું” ગણાવતી આ છબિ પ્રચલિત રહીછે. પરંતુ નવા અભ્યાસે પ્રતિ કિલોગ્રામ લોન્ચિંગ ખર્ચના આધારે આ દાવાઓને પડકારતા અલગ ચિત્ર રજૂ કર્યું છે.

કેમ્બ્રિજના અહેવાલ સામે પણ ઉઠ્યા સવાલ

ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણને અભ્યાસને સીધો જ “ખોટા ડેટા પર આધારિત” ગણાવ્યો છે. પૂર્વ ISRO પ્રમુખ ડૉ. એસ. સોમનાથે પણ જણાવ્યું કે માત્ર પ્રતિ કિલોગ્રામ ખર્ચના આધારે સરખામણી કરવી યોગ્ય નથી. તેમના મતે SpaceXનું ઓછું ખર્ચ તેના વિશાળ પાયાના ઓપરેશન અને વારંવારની લોન્ચિંગને કારણે છે. ઉપરાંત ISROના વાસ્તવિક ખર્ચના સત્તાવાર અને પારદર્શક આંકડાઓ ઉપલબ્ધ ન હોવાથી આંતરરાષ્ટ્રીય સરખામણી મુશ્કેલ બને છે.

એક કિલોગ્રામ પેલોડ લોન્ચિંગનો સરેરાશ ખર્ચ

દેશખર્ચ(ડોલર પ્રતિ કિલોગ્રામ)
અમેરિકા3,225
જાપાન5,287
ચીન5,80
રશિયા6,682
યુરોપ9,897
ભારત13,302

નોંધ: આ આંકડા કેમ્બ્રિજ યુનિવર્સિટીના 2026ના અભ્યાસ પર આધારિત છે, જેને ISROએ પડકાર્યા છે.

દુનિયા અવકાશ વિશે વિચારે ત્યારે ભારત યાદ આવવું જોઈએ: મોદી

રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો અને સીઈઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભારતે એવું ઇકોસિસ્ટમ ઊભું કરવું જોઈએ કે જ્યારે દુનિયા અવકાશ ક્ષેત્ર વિશે વિચારે ત્યારે તેની નજર ભારત તરફ જાય. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક પ્રતિભા, રોકાણ અને ટેક્નોલોજી કંપનીઓને આકર્ષવાનું કેન્દ્ર બની શકે છે. સરકાર આગામી વર્ષોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારીને ભારતની સ્પેસ ઇકોનોમીને 40થી 45 અબજ ડોલર સુધી પહોંચાડવા ઇચ્છે છે.

Share Article

Other Articles

Previous

અમેરિકાના એરપોર્ટ પર અચાનક જેટ ફ્યુઅલ ખૂટતાં વિમાનો જ્યાં હતા ત્યાં જ અટવાયા, NOTAM જાહેર

Next

કોઈ દેશનું ચલણ આખી દુનિયાનું નાણું કઈ રીતે બની જાય છે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
26 થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
18 મિનિટutes પહેલા
અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડૉલરને પાર: વૈશ્વિક શેરબજારો માટે ખતરાની ઘંટડી અને ગંભીર અસ્થિરતા
41 મિનિટutes પહેલા
ઇરાની સંસ્થાઓ સાથે માહિતી શેર કરનાર જહાજો પર લાગશે પ્રતિબંધ: અમેરિકા
43 મિનિટutes પહેલા
પટનામાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું: ગાંધી મેદાનથી CM આવાસ તરફ કૂચ કરતા લાઠીચાર્જ અને અટકાયત
3 કલાક પહેલા
Categories

નેશનલ

3518 Posts

Related Posts

સોલાર પેનલ લગાવી ગુજરાતીઓએ લાઈટબિલમાં કેટલા રૂપિયા બચાવ્યા વાંચો
ગુજરાત
3 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીર વિધાન સભામાં સતત ત્રીજા દિવસે શું થઈ ધમાલ ? વાંચો
ગુજરાત
1 વર્ષ પહેલા
ઘંટેશ્વરમાં ગામતળની જમીન ટ્રસ્ટને ફાળવી દેવાતા ગ્રામજનોનો વિરોધ
રાજકોટ
1 વર્ષ પહેલા
મુંબઈ બોટ દુર્ઘટના અંગે શું બહાર આવ્યું ? કેટલા બાળકો હતા ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર