ક્રીમ” બ્રાન્ચ એક બિલ્ડિંગમાં પહોચી માલ મળતા મુખિયાને નહીં લેવામાં છ આંકડામાં પતાવટ સાથે પગથિયા ઉતરી ગયા? આવું જ કઈક કામમાં નંબર વન મનાતી એક ઝોન ટીમે હાઇવે પર કાર પકડીને મૂળ મુદ્દાને સાઈડ લાઈન કરવા મોટી રાશિ મેળવી હોવાની ભારે ચર્ચા, જો આવું થયું કે થતું હોય સત્ય હોય તો રાજકોટમાં પણ ગમે ત્યારે લઠ્ઠાની ભીતિ?
રાજકોટ: રાજકોટમાં પોલીસ દોડે કામ કરે એ ખરી વાત પણ જેઓનું ચોક્કસ ગોલ સાથે ગોળ જેવું ગળ્યું કામ છે એમની આંખ ભાવનગરમાં લઠ્ઠાકાંડ પછી તો ખુલવી જોઈએ, ક્યાંય દારૂ પકડાય તો “વજન “મળતા વિઝન અટકવું ન જોઈએ એટલે કે પકડાયા પૂરતું સીમિત રહેવાના બદલે મૂળ સુધી જાય તો આ બદીને બ્રેક આવે. પણ કલર વાળું પાણી કામ અને કમાઉ બંને હોય તેમ ક્રીમબ્રાન્ચ અને નંબર વન ટીમે બે સ્થળે વિદેશી દારૂ પકડીને મુખિયા ધંધાર્થીને લેવાના બદલે લાખેણા આંક લઈ લીધાની ભારે ચર્ચા ચાલી છે કેટલાક તો એવું કહેતા થયા હશે કે શું હજી હમ નહીં સુધરેંગે? જેવું જ ચાલતું હશે?
શહેરના ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલા બોલિવૂડના એક સમયના સ્ટુડિયો જેવું નામ ધરાવતા વર્લ્ડ એક બિલ્ડિંગમાં સેન્ટરના માળ પર આવેલી એક ઓફિસમાં “ક્રીમ” બ્રાન્ચની એક ટીમ જઈ ચડી હતી. ત્યાંથી વિદેશી મદિરાનો જથ્થો હાથ લાગ્યો. પછી તો કહેવાય છે કે સોના જેવું કામ થઈ ગયું. ટીમ દ્વારા પોલીસ દ્વારા થતી સ્ટાઈલ મુજબ શરૂઆતમાં તો આમ થશેને તેમ થઈ માલ ક્યાંથી આવ્યોને ક્યારે આવ્યોને શેમાં આવ્યો? બીજા કોણ કોણ? આટલા સમયથી, કેટલા સમયથી આ બધું ચાલે છે જેવી પરિભાષામાં વાતો થઈ હશે. જ્યાં ઓફિસમાંથી મળ્યું તે દબાતા કે આવું કઈ થતા ભાવતું હતુંને વૈદ્ય એ કહ્યા મુજબ થયું હશે. પહેલા તો એક મોટો આંક મુકાયો અને હા, ના, હા,ના બાદ એક ચોક્કસ છ અંકમાં ગોઠવણ થઈ જતા કહેવાય છે કે જ્યાંથી મળ્યું હતું એને મુક્તિ મળી ગઈ.
આ પણ વાંચો: બિલની જોગવાઈ મુજબ 2034 સુધી સરકાર રાહ જોવા માંગતા નથી
કહેવાય છે કે આવી જ કઈક કરામત કરામતી નંબર વન ટીમ દ્વારા પણ કરાઈ. શહેરની ભાગોળે એક હાઇવે કદાચિત ભાવનગર તરફના રોડ પર એક ચાર અક્ષરના પ્રચલિત ગામ પાસેથી એક કારને આંતરી હતી રુકજાઓ વરના કાર ચેક કરતા અંદરથી વિદેશી મદિરાની પેટીઓ નીકળી પડી હતી. પછી તો કાર અને માલ બંને લઈ અવાયા જો કે ઉપરની પાર્ટી કોણ એ કહી નહીં કરવા ખોલવામાં એક મોટો આંક બોલાયો હતો અને ડબલના નજીકના એક છ અંકની રાશિમાં મનામણાં થઈ જતા બધું ભીનું સંકેલાઈ ગયું. આ બંને ગોઠવણો ચર્ચા જેવી છે. જો આવી રીતે આંક લઈને થતું હોય તો ઉપર વાળા ધંધાર્થી કે સપ્લાયર સલામત રહી જાય , આડકતરી છૂટ જેવું કે આપડે તો “આપીને “ બચી જ થાય. ઉપરોક્ત બંને વિગતો ક્યાંય સત્તાવાર આવી નથી જેથી હાલ તો ચર્ચા કે અફવા જ માનવી પડે પરંતુ આવા સમયે પણ જો સેટિંગ કે આવું થતું હોય, સત્ય હોય તો ખરેખર લઠ્ઠાકાંડને ઉત્તેજન કે આડકતરી છૂટ જ કહેવાય કે શું?
