Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

શિવોહમ….શિવોહમ…: શિવ અને જીવના એકત્વનો આધ્યાત્મિક અનુભવ

Mon, August 10 2026

વોઈસ ઓફ ડે અખબારને ત્રણ વર્ષ પુરા થયા તેની અવિસ્મરણીય ઉજવણી

આમંત્રિત શિવભક્તો સતત ત્રણ કલાક સુધી શિવમય બનીને બેઠાં

નગર મેં જોગી આયા…નારાયણ સ્વામીની રચનાઓ, હરિ અને હરનું મિલન, શિવ તાંડવ અને શિવ રાસની પ્રસ્તુતિએ જમાવટ કરી

હજારો ગુજરાતી વાચકોના પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદથી વોઈસ ઓફ ડે અખબારે ત્રણ વર્ષ પૂરા કર્યા તે નિમિતે યોજાયેલી એક અનોખી આધ્યાત્મિક સંધ્યા અનેક રાજકોટવાસીઓ માટે અવિસ્મરણીય બની રહી હતી. વોઈસ ઓફ ડે આયોજિત અને  શબદ આર્ટસ પ્રસ્તુત ‘ શિવ શબદ’ કાર્યક્રમના સાક્ષી બનવા માટે આવેલા શિવભકતો સાચા અર્થમાં શિવમય બની ગયા હતા અને આખુ ઓડીટોરીયમ ‘હર હર મહાદેવ’ના નારાથી સતત ગુંજતુ રહ્યુ હતુ.

શિવ અને જીવના એકત્વના દિવ્ય ભાવને સંગીત અને સાહિત્યના માધ્યમથી રજૂ કરતી આ અનોખી અધ્યાત્મિક સંધ્યામાં ઉપસ્થિત સૌ કોઈ જાણે ભક્તિના રંગે રંગાઈ ગયા હતા. આ એક એવી સાંજ હતી … જ્યાં સંગીત હતું, શબ્દો હતા, સાહિત્ય હતું અને દરેક હૃદયમાં મહાદેવ હતા.

આ પણ વાંચો: ઉકાઈ-કાકરાપાર યોજના: સિંચાઈથી વીજ ઉત્પાદન સુધી દક્ષિણ ગુજરાતની જીવાદોરી

પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ગુંજતા શિવમય સૂર, મહાદેવના નામના જયઘોષ અને ભાવવિભોર કરી દેનારી રજૂઆતથી વાતાવરણ એવું બન્યું હતું કે જાણે સમગ્ર સભાખંડમાં સ્વયં મહાદેવની ઉપસ્થિતિ અનુભવાઈ રહી હોય.શિવ શબદના કલાકારોએ ભગવાન ભોળાનાથની કેટલીક અનટોલ્ડ સ્ટોરી પણ અદ્ભુત રીતે રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં આવનારા લોકં માટે  “શિવ  શબદ” માત્ર એક કાર્યક્રમ નહોતો પરંતુ શિવભક્તિનો અનુભવ હતો, અંતરાત્માને સ્પર્શતી એક આધ્યાત્મિક યાત્રા હતી, અને એ યાત્રામાં દરેક વ્યક્તિ  સાચા અર્થમાં ‘શિવમય’ બની ગઈ હતી.ખાસ કરીને નગર મેં જોગી આયા…નારાયણ સ્વામીની રચનાઓ, હરિ અને હરનું મિલન, શિવ તાંડવ અને શિવ રાસની પ્રસ્તુતિ અદ્ભુત રહી હતી. આ સુંદર અને યાદગાર પ્રસ્તુતિ શબદ આર્ટસનાં  પ્રિયંક ભટ્ટ અને શ્યામ ધામેચા તથા તેમના સાથી કલાકારોએ કરી હતી.

આ પૂર્વે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેયર ડો. નેહલ શુક્લએ રાજકોટને આટલા સુંદર કાર્યક્રમની ભેટ આપવા બદલ વોઈસ ઓફ ડેના એમ.ડી. કૃણાલભાઈ મણિયાર અને ડીરેક્ટર મીરાબેન મણિયારને અભિનંદન આપ્યા હતા. વોઈસ ઓફ ડે વતી જગદીશભાઈ આચાર્યએ આ કાર્યક્રમનો હેતુ જણાવ્યો હતો અને આ અખબારને અત્યાર સુધી વાચકોનો જે સપોર્ટ મળ્યો છે તેવો સપોર્ટ આવનારા વરસોમાં પણ મળી રહેશે  તેવી આશા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં  ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયા, પુજારા ટેલિકોમના ચેરમેન યોગેશભાઈ પુજારા અને શ્રીમતી રીટાબેન પુજારા, બાન લેબના એમ.ડી. મૌલેશભાઈ ઉકાણી, ભાજપના રમેશભાઈ રૂપાપરા, કોંગ્રેસ અગ્રણી પીયુષભાઈ મહેતા, જીનિયસ સ્કુલનાં ડી.વી.મહેતા, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાંયા, વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, કેન્સર હોસ્પિટલના મેડીકલ ડીરેક્ટર ડો.ખ્યાતીબેન વસાવડા, પ્રગતિ હોસ્પિટલનાં ડો. અમિત હપાણી, ડો. બબિતાબેન હપાણી, સુશ્રુત હોસ્પિટલનાં ડો. એમ.વી.વેકરિયા, ડો. દર્શનાબેન પંડ્યા, સોલ્વિક્સ જવેલર્સનાં મમતાબેન રતનધારિયા, એડવોકેટ અર્જુનભાઈ પટેલ, અજયભાઈ જોશી, સિમ્પલ એડ.ના રાજુભાઈ જુંજા, જિલ્લા ભાજપનાં અરુણ નિર્મલ, ભાજપના અગ્રણી ભરતસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા (વાવડી), પોલીસ અધિકારીઓ મેહુલ ગોંડલિયા, આર.કે.જાડેજા, બિલ્ડર પ્રફુલભાઈ નડીયાપરા, મહિલા અગ્રણીઓ કાશ્મીરાબેન નથવાણ  વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને વખાણ્યુ હતુ.

કેક કટિંગ

વોઈસ ઓફ ડેની ત્રણ વર્ષની સફળતાની યાત્રા નિમિત્તે સુંદર કાર્યક્રમ તો થયો હતો પરંતુ કેક કટિંગ સેરેમની પણ યોજાઈ હતી. આ કેકમાં વોઈસ ઓફ ડેની શરૂઆતથી લઈને ભાવિ આયોજનો દર્શાવવામાં આવ્યા હતા. આ કેક વોઈસ ઓફ ડેના પ્રસંશક સોલ્વિક્સ જવેલર્સનાં રીકેનભાઈ અને મમતાબેન રતનધારિયાએ ખાસ બનાવડાવી હતી. ઉપસ્થિત મહેમાનોએ આ કેક કટિંગ કરીને વોઈસ ઓફ ડેનો ચોથો જન્મદિવસ ઉજવ્યો હતો.

Tags:

ConsciousnessDivineConnectionHinduPhilosophyInnerPeaceMeditationMysticalExperienceOnenessSelfRealizationShivaShivohamSoulJourneySpiritualAwakeningSpiritualExperienceTranscendenceUnityWithDivine

Share Article

Other Articles

Previous

પેસિફિકમાં 5 વાવાઝોડાનું મહાસંકટ! ચીન-જાપાન હચમચ્યા, શું ભારતનું ચોમાસું પણ અસર પામશે?

Next

ઉકાઈ-કાકરાપાર યોજના: સિંચાઈથી વીજ ઉત્પાદન સુધી દક્ષિણ ગુજરાતની જીવાદોરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પેસિફિકમાં 5 વાવાઝોડાનું મહાસંકટ! ચીન-જાપાન હચમચ્યા, શું ભારતનું ચોમાસું પણ અસર પામશે?
32 મિનિટutes પહેલા
શિવોહમ….શિવોહમ…: શિવ અને જીવના એકત્વનો આધ્યાત્મિક અનુભવ
1 કલાક પહેલા
ઉકાઈ-કાકરાપાર યોજના: સિંચાઈથી વીજ ઉત્પાદન સુધી દક્ષિણ ગુજરાતની જીવાદોરી
2 કલાક પહેલા
સોના-ચાંદીમાં ભડકો: સોનું 1.52 લાખને પાર તો ચાંદી 2.34 લાખની નજીક
2 કલાક પહેલા
Categories

નેશનલ

3416 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, કાર્યમાં પ્રગતિ થશે ; જોખમી પ્રવૃતિ કરવાનું ટાળવું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
FBI જેને શોધે છે એ વિકાસ યાદવની દિલ્હી પોલીસે ડિસેમ્બરમાં ધરપકડ કરી હતી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટમાં છ વોર્ડના રસ્તા નવા બનશે : મુંજકા, મોટામવા પહેલીવાર ભાળશે ‘માખણ’ જેવો રોડ
ગુજરાત
10 મહિના પહેલા
ચીનમાં 40 હજાર સૈનિકો સાથે વિકટ્રી ડે પરેડ યોજાઇ, અત્યાધુનિક અને વિધ્વંસક હથિયારોનું પ્રદર્શન, પુતીન અને કીમ જોંગ સહિત 26 રાષ્ટ્રોના વડાની હાજરી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર