જમ્મુ-કાશ્મીરના શોપિયા સહિત અનેક સ્થળે વાદળ ફાટતાં તબાહી
ભારે વરસાદ બાદ પૂર ફરી વળતાં કેટલાક મકાન તણાયા; અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડાયા; હજુ પણ ભારે વરસાદની આગાહી
જમ્મુ અને કાશ્મીરની કાશ્મીર ખીણમાં, ઘણી જગ્યાએ વાદળો ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું. આ ઘટનામાં, એક મહિલા તણાઈ ગઈ હતી અને મૃત્યુ પામી હતી, જ્યારે સેંકડો લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુપવાડા જિલ્લાના લોલાબ વિસ્તારમાં વાદળ ફાટ્યા પછી 52 વર્ષીય નસીમા બેગમ અચાનક પૂરમાં તણાઈ ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અમનતનાગના પર્યટન સ્થળ પહેલગામ, શોપિયાના હેરપોરા અને બાંદીપોરા જિલ્લાના દર્દપોરામાં પણ વાદળ ફાટવાના બનાવો બન્યા છે. આ વિસ્તારોમાં અચાનક પૂરને કારણે કેટલાક પુલ અને રસ્તાઓને પણ નુકસાન થયું છે.
અન્ય એક અહેવાલ મુજબ ભારે વરસાદ અને પૂર તેમજ ભૂસ્ખલનને પગલે ભારે વિકટ સ્થિતિ સર્જાઇ હતી અને અનેક ઘરો તણાઇ જતાં સેંકડો લોકો બેઘર બની ગયા હતા અને તરત જ એમને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા.
આ પણ વાંચો: પાકમાં શાહબાઝને ઉથલાવી દેવાનું મુનિર, નકવીનું મોટું કાવતરું
સ્થાનિક પ્રવાહોમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યા પછી, અધિકારીઓએ શોપિયા અને પહેલગામમાં સેંકડો લોકોને સલામત સ્થળોએ લઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શોપિયામાં 80 લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તે જ સમયે, પહેલગામમાં લગભગ 200 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં પ્રવાસીઓ પણ શામેલ છે, જેમને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.
કેરળમાં નવેસરથી ભારે વરસાદ બાદ ફરી પૂર; સેંકડો લોકો રાજહત શિબિરોમાં
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જ મંગળવારે કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો, જેમાં ઉત્તરીય જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. હજુ પણ અહીં ભરેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અલાપ્પુઝા, પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ અને કોઝિકોડના ઘણા નીચાણવાળા અને નદી કિનારાના વિસ્તારોમાં પણ પૂર ચાલુ રહ્યું, જેના કારણે લોકોને રાહત શિબિરોમાં જવાની ફરજ પડી અને કિંમતી દસ્તાવેજો અને બાળકોના શાળાના પુસ્તકોને નુકસાન થયું હતું.
