Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

‘નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો આવતીકાલથી પ્રારંભ

Mon, August 3 2026

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણના ભાગરૂપે દેશવ્યાપી ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત ગુજરાતમાં અમલમાં રહેલા ‘નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓ માટે રાજ્યવ્યાપી ‘બેઝલાઇન સર્વે’નું આવતીકાલથી આયોજન કરવામાં આવ્યું છે.

આ સર્વેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને પાયાની ગણનક્ષમતાની વર્તમાન અધ્યયન સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી, સમગ્ર વર્ષ દરમિયાન જરૂરી શૈક્ષણિક આયોજન સુનિશ્ચિત કરવાનો છે. આ સર્વે આવતીકાલ તા. ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગુજરાતી ભાષા વિષયનો તથા તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગણિત વિષયનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે.

બેઝલાઇન સર્વે પૂર્ણ થયા બાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની પ્રગતિ ચકાસવા માટે ‘મિડલાઇન સર્વે’ અને ‘એન્ડલાઇન સર્વે’નું પણ આયોજન કરવામાં આવશે. ત્રણેય સર્વેના પરિણામોના આધારે વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે અને રાજ્યકક્ષાના ઓનલાઈન પ્લેટફોર્મ પર ધોરણવાર તથા વિષયવાર ટ્રેકિંગ નોંધવામાં આવશે. મૂલ્યાંકનની ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યકક્ષાએ પસંદગીની શાળાઓમાં ‘થર્ડ પાર્ટી એસેસમેન્ટ’ પણ હાથ ધરાશે.

આ પણ વાંચો: 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી માર્ગ અકસ્માતમુક્ત ભારતના નિર્માણનો લીધો સંકલ્પ

સર્વેના પરિણામોના આધારે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે વાંચન, લેખન અને ગણિત ક્ષમતા સુધારવા માટે ખાસ ઉપચારાત્મક શિક્ષણ આપવામા આવશે. ‘FLN ગુજરાતી શિક્ષક માર્ગદર્શિકા’ મુજબ ઉપલબ્ધ ખાસ FLN શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને નિયમિત માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે, જેથી દરેક બાળક “નિપુણ બાળક” બની શકે.

સમગ્ર શિક્ષા અને GCERTના માધ્યમથી રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાના શિક્ષણ અધિકારીઓ, BRC અને CRC કો-ઓર્ડિનેટર્સ દ્વારા શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ મોનીટરીંગ કરવામાં આવશે. સર્વે પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રહેશે. જો કોઈ વિદ્યાર્થી સર્વેના દિવસે ગેરહાજર રહે, તો તે શાળામાં હાજર થયા બાદ તેનો સર્વે પૂર્ણ કરવાની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ આચાર્યો, શિક્ષકો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, માતૃ સંસ્થાઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને આ રાજ્યવ્યાપી અભિયાનમાં સક્રિય ભાગીદાર બની બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

Share Article

Other Articles

Previous

અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ રશિયા બન્યું ભારતનું નંબર-1 ક્રૂડ પાર્ટનર, આયાતે તોડ્યા તમામ રેકોર્ડ!

Next

500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી માર્ગ અકસ્માતમુક્ત ભારતના નિર્માણનો લીધો સંકલ્પ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
17 કલાક પહેલા
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
20 કલાક પહેલા
ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
23 કલાક પહેલા
વોટ ચોરી, સરકાર ચોરી, હવે પાર્ટી ચોરી..!! TMCના નામ અને ચૂંટણી નિશાનના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો BJP અને ચૂંટણી પંચ પર પ્રહાર
24 કલાક પહેલા
Categories

નેશનલ

3621 Posts

Related Posts

‘મહારાજ’ ફિલ્મ ટૂંક સમયમાં જ Netflix પર થશે રીલીઝ : ગુજરાત હાઇકોર્ટે આપી લીલીઝંડી
ગુજરાત
2 વર્ષ પહેલા
અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને પરત લેવા ભારત તૈયાર: એસ.જયશંકર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
નળ-ગટર-લાઈટ-સફાઈની તકલીફ છે ? ૧૫૫૩૦૪ ઉપર કરો ફરિયાદ
રાજકોટ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસ સાથે શું થયું ? કેવો થયો અન્યાય ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર