Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ની હત્યાનો પ્રયાસ!

Sat, August 1 2026

કરાચીના લિયારીમાં ગેંગસ્ટર ઉઝેર બલોચના  ઝુબેર પર ગોળીબાર થયો તો રક્તરંજિત ગેંગવોરનો લોહીયાળ ઇતિહાસ ?

કરાચીનો ‘લિયારી’ વિસ્તાર… એક એવો વિસ્તાર જે પાકિસ્તાનનું સૌથી મોટું ક્રાઈમ કેપિટલ ગણાય છે. દાયકાઓ સુધી અહીં લોહીની નદીઓ વહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નિષ્ક્રિય થઇ ગયેલા આ વિસ્તારમાં ગુરુવારે સાંજે ફરી એકવાર બંદૂકો ગુંજી ઉઠી. પાકિસ્તાનના સૌથી કુખ્યાત ગેંગસ્ટર અને પીપલ્સ અમન કમિટીના પૂર્વ વડા ઉઝેર બલોચના સગા  ઝુબેર બલોચ પર બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કર્યો. છાતી અને પેટમાં ગોળીઓ વાગવાથી ઝુબેર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. બોલીવુડની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘ધુરંધર’ની ફિલ્મ સિરીઝ જે ગેંગસ્ટરોની જીવની પરથી બની હતી, તે અસલી દુનિયાના ગેંગસ્ટરોના ગઢમાં હવે ભયાનક અજંપો છવાયો છે.

ગુરુવારે સાંજે ઝુબેર બલોચ સિંગુ લેનમાં પોતાના ઘરની બહાર બેઠો હતો, ત્યારે જ ચહેરા પર રૂમાલ બાંધીને આવેલા બે બાઈક સવારોએ તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું. એક દુકાનદારે સામે ફાયરિંગ કરતા હુમલાખોરો નાસી છૂટ્યા, પણ આ ઘટનાએ આખા કરાચી પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. કારણ કે આ માત્ર કોઈ અંગત અદાવતનો ગોળીબાર નથી; આ એ ગેંગવોરની ચિનગારી છે જેણે એક સમયે પાકિસ્તાન સરકાર અને લશ્કરને પણ હંફાવી દીધા હતા.

આ પણ વાંચો: બંગાળના મુખ્યમંત્રીની હત્યાનું કાવતરું;  જૈશનો આતંકી ઝડપાયો

આ ઘટનાને સમજવા માટે આપણે લિયારીના એ લોહીયાળ ઇતિહાસને યાદ કરવો પડે.

લિયારીનો કાળો ઇતિહાસ: ડ્રગ્સ, રાજકારણ અને ‘રહેમાન ડકૈત’

કરાચીનો લિયારી વિસ્તાર મૂળ બલોચ અને સિંધી વસ્તી ધરાવતો ગીચ વિસ્તાર છે. ૧૯૯૦ ના દાયકામાં અહીં ડ્રગ્સ અને ખંડણીનો કારોબાર ફૂલ્યો-ફાલ્યો. આ સમય દરમિયાન બે મોટા ગેંગસ્ટરો ઉભરી આવ્યા—એક હતો રહેમાન ડકૈત  અને બીજો હતો અરશદ પપ્પુ.

રહેમાન ડકૈત પોતાની જાતને લિયારીનો ‘રોબિન હૂડ’ ગણાવતો હતો. તેણે ‘પીપલ્સ અમન કમિટી’ (PAC) નામની એક સંસ્થા બનાવી, જેને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) જેવી મોટી રાજકીય પાર્ટીઓનું છૂપું સમર્થન હતું. બીજી તરફ અરશદ પપ્પુની ગેંગ હતી. આ બંને ગેંગ વચ્ચે લિયારીના રસ્તાઓ પર દાયકાઓ સુધી ખૂની ખેલ ખેલાયો. ૨૦૦૯ માં પોલીસે રહેમાન ડકૈતનું એન્કાઉન્ટર કરી નાખ્યું. અને અહીંથી એન્ટ્રી થઈ રહેમાનના પિતરાઈ —ઉઝેર બલોચની!

ઉઝેર બલોચનો આતંક અને અરશદ પપ્પુનું ભયાનક મોત

ઉઝેર બલોચે રહેમાન ડકૈતના મોત પછી PAC ની કમાન સંભાળી. ૨૦૦૩ માં અરશદ પપ્પુએ ઉઝેરના પિતાનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યા કરી હતી. પિતાના મોતનો બદલો લેવા ઉઝેર આંધળો થયો હતો. ૨૦૧૩ માં ઉઝેરની ગેંગે અરશદ પપ્પુ અને તેના નું અપહરણ કર્યું.

અંડરવર્લ્ડના ઇતિહાસમાં નોંધાયેલી સૌથી ક્રૂર ઘટનાઓમાંની એક ઘટના અહીં ઘટી. ઉઝેર અને તેના સાથીઓએ અરશદ પપ્પુનું માથું ધડથી અલગ કરી દીધું, અને તેના કપાયેલા માથા સાથે લિયારીના રસ્તાઓ પર ફૂટબોલ રમ્યા! ત્યારબાદ લાશના ટુકડા કરીને તેને સળગાવી દેવાઈ અને રાખને ગટરમાં વહાવી દીધી. આ ભયાનકતા પછી લિયારી પર ઉઝેર બલોચનું એકહથ્થુ શાસન સ્થપાઈ ગયું. (આ બધું આપણે ધુરંધરના બંને ભાગોમાં જોયુ છે.)

‘ઓપરેશન લિયારી’ અને ઈરાન કનેક્શન

જ્યારે ઉઝેર બલોચ પાકિસ્તાનની સરકાર કરતા પણ મોટો થવાના મનસુબા રાખવા માંડ્યો, ત્યારે ૨૦૧૩ માં પાકિસ્તાન રેન્જર્સે ‘ઓપરેશન લિયારી’ શરૂ કર્યું. સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં લિયારીના ખૂણે-ખૂણેથી ગેંગસ્ટરોને વીણી-વીણીને મારવામાં આવ્યા.

પોલીસથી બચવા ઉઝેર બલોચ નકલી પાસપોર્ટ પર ઈરાન અને દુબઈ ભાગી ગયો. ૨૦૧૬ માં તેની ધરપકડ થઈ. તેના પર પાકિસ્તાનની મિલિટરી સિક્રેટ્સ (લશ્કરી ગુપ્ત માહિતી) ઈરાનની જાસૂસી સંસ્થાઓને આપવાનો રાજદ્રોહનો કેસ ચાલ્યો અને ૨૦૨૦ માં મિલિટરી કોર્ટે તેને જાસૂસી (Espionage) ના ગુનામાં ૧૨ વર્ષની સજા ફટકારી. આજે ઉઝેર જેલના સળિયા પાછળ છે, અને તેનો  ઝુબેર (જે પોતે ૨૦૧૨ માં અનેક ગુનાઓમાં પકડાઈને ગયા વર્ષે જ છૂટ્યો હતો) અત્યારે રાજકીય માહોલ જમાવવાની કોશિશ કરી રહ્યો હતો.

તો અત્યારે ગોળીબાર કોણે કર્યો? ભવિષ્યનો ભય!

ગુરુવારે ઝુબેર પર થયેલા હુમલા પાછળ પોલીસ બે મુખ્ય એંગલ તપાસી રહી છે. પહેલો એંગલ કોઈ જૂની અંગત અદાવતનો હોઈ શકે. પરંતુ બીજો અને સૌથી ડરામણો એંગલ એ છે કે—શું લિયારીમાં ફરીથી ગેંગવોર શરૂ થઈ છે?

સ્થાનિક સામાજિક કાર્યકરોમાં એક મોટી અફવા ફેલાઈ છે કે તાજેતરમાં યુએસ-ઈરાન વચ્ચેના તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે, જે ગેંગસ્ટરો ઈરાન અને દુબઈમાં સંતાઈને બેઠા હતા, તેઓ હવે પાછા કરાચી (લિયારી) ફરી રહ્યા છે! જો આ વાત સાચી હોય, તો ઉઝેર બલોચના જેલમાં ગયા પછી ખાલી પડેલી ‘ડોન’ ની ખુરશી પર કબ્જો જમાવવા માટે આ જૂના દુશ્મનો પરત ફર્યા હોઈ શકે છે. ઝુબેર પરનો હુમલો એ ઉઝેરની ગેંગને કાયમ માટે ખતમ કરી દેવાનો પ્રયાસ હોઈ શકે.

લિયારીના લોકોએ ૨૦૧૫ પછી માંડ શાંતિનો શ્વાસ લીધો હતો. ફૂટબોલ માટે પ્રખ્યાત આ વિસ્તારના યુવાનો રમતગમત અને શિક્ષણ તરફ વળ્યા હતા. પરંતુ ઝુબેર બલોચ પરની આ હત્યાના પ્રયાસે સાબિત કરી દીધું છે કે માફિયાઓનો ઇતિહાસ ક્યારેય મરતો નથી, તે માત્ર થોડા સમય માટે ઊંઘી જાય છે. જો પાકિસ્તાન સરકારે તાત્કાલિક આ ‘સ્લીપર સેલ્સ’ને નહીં કચડ્યા, તો લિયારીની સાંકડી ગલીઓમાં ફરી એકવાર ગોળીઓનો અવાજ ફૂટબોલના અવાજને દબાવી દેશે. આ ગોળીબાર એ માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી, આ કરાચીમાં આવનારા ભયાનક રક્તપાતની પ્રથમ ચેતવણી છે!

પોલિટીકલ કઠપૂતળી: એક સમય એવો હતો જ્યારે પાકિસ્તાનની મોટી રાજકીય પાર્ટીઓના નેતાઓ ઉઝેર બલોચના ઘરે હાજરી પુરાવવા જતા હતા. લિયારીના વોટબેંક પર ઉઝેરની એટલી પકડ હતી કે તે જે રાજકીય પક્ષને કહે, આખો વિસ્તાર તેને જ મત આપતો હતો.

ઈરાનની ડ્યુઅલ સિટિઝનશિપ: પાકિસ્તાનનો આ ગેંગસ્ટર વાસ્તવમાં ઈરાન સાથે બહુ ગાઢ પારિવારિક સંબંધો ધરાવતો હતો. તેની પાસે ઈરાનનો પાસપોર્ટ અને નેશનલ આઈડેન્ટિટી કાર્ડ પણ હતા. પાકિસ્તાનની સેનાનો દાવો છે કે ઉઝેરે પાકિસ્તાની સુરક્ષા દળોની ગુપ્ત માહિતી ઈરાનની ઇન્ટેલિજન્સને વેચી હતી.

સ્ટાઈલ અને ગ્લેમરનો શોખીન: ‘ધુરંધર ૨’ ફિલ્મમાં ઉઝેર બલોચના પાત્રને મોંઘી ઘડિયાળો પહેરતો બતાવાયો છે તે કોઈ કાલ્પનિક વાત નથી. અસલ જિંદગીમાં ઉઝેર મોંઘીદાટ G-Shock અને લક્ઝરી બ્રાન્ડ્સનો શોખીન હતો. અપહરણ અને ખંડણીના અબજો રૂપિયા તે આવી જ અય્યાશીમાં ઉડાવતો હતો.

Tags:

ActionPackedAssassinationAttemptCharacterDevelopmentCrimeDramaDhurandharDramaSeriesEntertainmentFamousCharactersJailBreakPlotTwistStorylineSuspenseThrillerContentUzerBalochYouTubeDrama

Share Article

Other Articles

Previous

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક

Next

બંગાળના મુખ્યમંત્રીની હત્યાનું કાવતરું;  જૈશનો આતંકી ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું
45 મિનિટutes પહેલા
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો
47 મિનિટutes પહેલા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક
48 મિનિટutes પહેલા
ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ની હત્યાનો પ્રયાસ!
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3379 Posts

Related Posts

વાંકાનેર : સિવિલ હોસ્પિટલનાં કર્મચારી ક્વાર્ટરમાં 24 વર્ષીય અંકિતાબેન સરવૈયાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કથિત પત્રકારનો ત્રાસ વધ્યો! ‘પાર્ટી કરતાં હોવ એવા વીડિયો મારા પાસે છે’ કહી ડૉક્ટર પાસે ખંડણી માંગી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અયોધ્યા : વડોદરાનો વેપારી રામ મંદિરમાં ગુપ્ત કેમેરા સાથે ઝડપાયો, ચશ્મામાં લગાવેલા કેમેરાથી પાડી રહ્યો હતો મંદિરના ફોટા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બૉલીવુડની અનેક ફિલ્મો તેમજ હિન્દી સિરિયલમાં હાસ્ય કલાકાર તરીકે અભિનય આપનાર અતુલ પરચુરેનું 57 વર્ષની વયે નિધન: કેન્સર સામેનો જંગ હારી ગયા
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર